Abtak Media Google News

દમણગંગા પુલ પરથી મોટી રકમ મળી આવી: ઉંડી તપાસ અર્થે કેસ આયકર વિભાગને સોંપાયો 

દાદરાનગર હવેલી પ્રશાસન દ્વારા નિષ્પક્ષ તેમજ પારદર્શક ચુંટણી માટે કડક પગલાઓ લેવાઈ રહ્યા છે. જેના અનુસંધાને લોકસભા ચુંટણી ૨૦૧૯ની તૈયારી અંતર્ગત દાદરા અને નગર હવેલી પ્રશાસન દ્વારા ફલાઈંગ સ્કોડ તેમજ ર્સ્ટોટક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ બંને ટીમ દ્વારા દાદરાનગર હવેલીમાં ગેરકાયદેસર રોકડ, દારૂની હેરાફેરી તેમજ વેચાણને રોકવા માટે ગેરકાયદેસર ગતિવિધ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ કાર્યના અનુસંધાને ગઈકાલે દમણગંગા પુલ પર રૂ.૧૦.૮૦ લાખની રકમ તપાસ દરમ્યાન કાર નંબર ડી.એન.૯ કે. ૨૭૮૧ માંથી મળી આવી હતી. તેમજ કાર જપ્ત કરવામાં આવી છે. ફલાઈંગ સ્કોડ દ્વારા લગભગ ૧૦ લાખ તપાસ દરમ્યાન મળતા તેને જપ્ત કરવામાં આવ્યા છે. આ બંને કેસોની વધુ તપાસ માટે આયકર વિભાગને સોંપવામાં આવ્યા છે. જેથી આયકર વિભાગે આ કેસની સઘન તપાસ હાથ ધરી છે.

આવામાં સામાન્ય જનતાને જણાવવામાં આવ્યું છે કે, આજરોજ કુલ ૨૦ લાખ જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ અત્યારસુધીમાં કુલ ૮૦ લાખની રકમ જપ્ત કરવામાં આવી છે. આથી સામાન્ય જનતાને જાણ થાય છે કે પ્રશાસન આ પ્રકારની પ્રવૃતિઓ પર નજર રાખે છે અને જો કોઈપણ ગેરપ્રવૃતિમાં ભાગ લેશે અથવા તે પ્રવૃતિ સાથે જોડાયેલા હશે તો તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.