Abtak Media Google News

દેશભકિતની ભાવનાથી છલોછલ આ ફિલ્મમાં જબરદસ્ત વોર ડ્રામા અને એકટીંગની જમાવટ

વાસ્તવિક ઘટના પર આધારીત ફિલ્મ URI ધ સર્જિકલ સ્ટ્રાઈકની શરૂઆત જ ઈન્ડિયન આર્મીમાં મણીપુરમાં થયેલ ભયાનક હુમલાથી થાય છે. ૪ જુન ૨૦૧૫ના રોજ થયેલ આ હુમલાનો ઈન્ડિયન આર્મી ૬ દિવસ બાદ જડબાતોડ જવાબ આપે છે. ફિલ્મમાં આ ઓપરેશન મેજર વીહાન સેરગીલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.

જેનો રોલ અભિનેતા વિકી કૌશલે બખુબી નિભાવ્યો છે. માતાનું સ્વાસ્થ્ય બગડતા વિહાન બોર્ડર ઉપરથી ડયુટી છોડી દિલ્હીના સાઉથ બ્લોકમાં ડેસ્ક જોબ લે છે પરંતુ નેતૃત્વ કરવાની તેની ક્ષમતા ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈકમાં તેને મિશન માટે ફરીથી બોલાવે છે.

દેશભકિતથી છલોછલ આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતા અલગ તરી આવે છે. સ્ક્રીનપ્લે અને ડાયલોગ ડિલેવરી ઉપર જબરદસ્ત મહેનત કરવામાં આવી છે. અભિનેતામાં વિકી કૌશલ, યામે ગૌતમ, પરેશ રાવલ, ક્રિતી કુલહારી, મોહિત રૈના રૂપેરી પડદે નજરે પડે છે. બે કલાક સાત મિનિટની આ ફિલ્મને આદિત્ય ઘરે વોર ડ્રામાનો રૂપ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.