Abtak Media Google News

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલા ૧ર ટકા અનામતના કેસને કેવી રીતે ચલાવવો તે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ ૧૪મીએ નિર્ણય કરશે

વિશ્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસનો ફેલાવો હવે દેશમાં પણ ઝડપભેર થઇ રહ્યો છે. જેથી જે સ્થાનો પર મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે તેવા સ્થાનોને બંધ રાખીને અન્ય વિકલ્પો દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. કોર્ટમાં પણ દેશભરમાંથી મોટી સંખ્યામાં અરજદારો વકીલો આવતા હોય સુપ્રિમ કોર્ટ દ્વારા હાલમાં ફીઝીકલ કોર્ટને બંધ રાખીને વર્ચ્યુલ એટલે કે ડીઝીટલ ઓનલાઇન કોર્ટો ચલાવીને અતિજ‚રી હોય તેવા ચૂકાદાઓ આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા જાતિને અપાયેલા ૧ર ટકાના કવોટાની બંધારણીય માન્યતા ચકાસવાનો કેસ સુપ્રિમ કોર્ટમાં હાથ ધરનારો છે. આ કેસને ફીઝીકલ કોર્ટમાં ચલાવવા સુપ્રિમ કોર્ટ મજબુર બને છે.

આગામી ૧૪મી જુલાઇએ જસ્ટીસ એલ.એન. રાવ, હેમંત ગુપ્તા અને એસ. રવિન્દ્ર ભાટની ખંડપીઠ સમક્ષ આ કેસની ડીઝિટલ રીતે ઓનલાઇન સુનાવણી યોજનારી છે. જેમાં અરજદારોએ આ સુનાવણીને ફીઝીકલી યોજનાની માંગ કરી છે. જેથી, આ ખંડપીઠ ૧૪મી જુલાઇએ નકકી કરશે કે આ કેસની સુનાવણી ફીઝીકલી ચલાવવી કે વર્ચ્યુલી, અરજદારના એડવોકેટ અરવિંદ દાતાર, શ્યામ દીવાન, ગોપાલ શંકરનારાયણન અને અમિત આનંદ તિવારી એ મરાઠાઓનો અનામત કવોટાની માનવતા સામે પ્રશ્ર્નાર્થો ઉઠાવ્યો હતાં જયારે સામા પક્ષે મુકલ રહતોગી અને પી.એસ. પટ્ટવાળીયા દલીલો કરનારા છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મુદ્દે જણાવ્યું હતું કે જે વચગાળાના નિર્ણય મુદ્દે અરજદારોની અરજી પર દલીલો સાંભળી શકે છે. બાકી રહેનારા આખરી ચુકાદા સુધી શૈક્ષણીક સંસ્થાઓના અનામત અને નોકરીમાં કવોટા અંગે હુકમ કરાશે આ કેસની સુનાવણી ઓપન ફીઝીકલ કોર્ટમાં કરાશે કે વર્ચ્યુલી કોર્ટમાં ઓનલાઇન કરાશે તે આ ખંડપીઠ ૧૪મીએ નિર્ણય કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.