Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ 2019 (NEET 2019)માં 25 વર્ષ કરતાં વધુ ઉંમરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 25 વર્ષ કરતાં વધુ ઉંમરના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પણ NEET 2019માં સામેલ થવાની મંજૂરી આપી છે. જોકે સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, આ વચગાળાનો આદેશ છે કારણે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય કેસ પેન્ડિંગ છે અને CBSE નિયમોના આધારે નિર્ણય લેવાનો છે.

આ સિવાય સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં કહ્યું છે કે, NEET 2019માટે આવતી કાલે એટલે કે 30 નવેમ્બરે અરજીની મુદ્દત પૂરી થતી હતી. પરંતુ હવે તેમાં એક સપ્તાહનો વધારો કરવામાં આવી રહ્યો છે.હવે સુપ્રીમ કોર્ટના આદેશથી વિદ્યાર્થીઓ 7 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. કોર્ટના આ નિર્ણયથી લાખો એવા વિદ્યાર્થીઓને રાહત મળી છે જેમની ઉંમર કે 25 કે તેથી વધારે છે અને તેઓ NEET 2019માટે અરજી નહતા કરી શકતા.

આ પહેલાં પણ દિલ્હી હાઈકોર્ટે NEET માટે વધારે ઉંમર અને યોગ્યતા સંબંધી અન્ય નિયમો સાથે જોડાયેલી સીબીએસઈની અધિસૂચના પર પ્રતિબંધ લગાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.