Abtak Media Google News

નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવા માટેની વધુ એક તક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયુ હતું. આ પરીક્ષામાં ૨ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ વર્ષ ધો.૧૦માં ૨ વિષયમાં કુલ ૧ લાખ ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવા માટેની પૂરક પરીક્ષા આગામી તા. ૧૧મી જુલાઈથી લેવામાં આવશે અને ૧૪મી જુલાઇએ પુર્ણ થશે એમ કુલ પાંચ દિવસ આ પરીક્ષા ચાલશે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પૂરક પરીક્ષામાં ૨ વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે.મળતી માહિતી મુજબ તા ૧૧મી જુલાઇ ગુરુવારે ગુજરાતી સહિત પ્રથમ ભાષાની પરીક્ષા સવારે ૧૦થી ૧:૨૦ કલાકે લેવાશે અને તે જ દિવસે બપોરે ૩ થી ૬ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાશે. તા. ૧૨મી જુલાઈ શુક્રવારે સવારે  ૧૦ થી ૧:૨૦દરમિયાન સામાજિક વિજ્ઞાન અને બપોર બાદ ૩ થી ૬ દરમિયાન અંગ્રેજી દ્વિતિય ભાષાનું પેપર લેવામાં આવશે. તા. ૧૩ જુલાઈ શનિવારે સવારે ૧૦ થી ૧:૨૦ દરમિયાન ગણિતનું પેપર અને બપોર બાદ ૩ થી ૬:૨૦ દરમિયાન અંગ્રેજી સિવાયની દ્વિતિય ભાષાનું પેપર લેવાશે અને છેલ્લે તા. ૧૪મી જુલાઇ રવિવારે સવારે ૧૦ થી ૧:૨૦ દરમિયાન ગુજરાતી દ્વિતિય ભાષાનું પેપર લેવામાં આવશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.