Abtak Media Google News

ચંદ્રનું ગુરુત્વાકર્ષણીય ક્ષેત્ર હાલ બદલી રહ્યું છે: ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં મળી આવી અનેકવિધ રહસ્યમય ચીજ-વસ્તુઓ

વૈજ્ઞાનિકોએ એક રહસ્યમય મોટા જથ્થાનાં પદાર્થની શોધ કરી છે જે ચંદ્રનાં ગુરુત્વાકર્ષણીય ક્ષેત્રને બદલી રહેલા સૌથી મોટા ચંદ્ર ક્રેટરની નીચે છુપાયેલા છે. યુ.એસ.નાં બેઈલર યુનિવર્સિટીનાં સંશોધકોનાં જણાવ્યા અનુસાર આ જથ્થો ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ હેઠળ જોવા મળ્યો હતો અને તે તારામંડળમાંથી ધાતુ ધરાવી શકે છે. જે ચંદ્રમાં ભાંગી પડયો હતો અને તેનું ક્રેટર બનાવાયું હતું. બેઈલર યુનિવર્સિટીનાં સહાયક અધ્યાપક પીટર જેમ્સે જણાવ્યું હતું કે, હવાઈનાં મોટા ટાપુ કરતાં પાંચ ગણુ વધારે ધાતુનું માળખું લેવું અને ભુગર્ભમાં દફનાવી લેવાની કલ્પના કરવી જેનાથી તેની અંદાજીત કરતા પણ વધુ અનઅપેક્ષિત માસ જોવા મળે છે.

ચંદ્રની આસપાસ ગુરુત્વાકર્ષણની શકિતમાં સુક્ષ્મ ફેરફારોને માપવા માટે સંશોધકોએ નાસા ગુરુત્વાકર્ષણ પુન: પ્રાપ્તિ અને આંતરીક પ્રયોગશાળા મિશન માટે વપરાતા અવકાશ યાનનાં ડેટાનું વિશ્ર્લેષણ કર્યું છે જેને લુનર રેકોનેન્સીસ ઓર્બીટરથી ચંદ્ર સ્થાનત્રીત માહિતી સાથે જોડવામાં આવ્યું હતું. આ વધારાની સમુહની સમજણમાંની એક એ છે કે આ ક્રેટરની રચના કરનાર એસ્ટ્રોઈડમાંથી ધાતુ હજી પણ ચંદ્રનાં માળખામાં જોડાયેલા છે. જીયોફીઝીકલ લેટરસ્ટનાં જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર ધન માસ બેઈજીંગ ફલોરની નીચે અડધાથી વધુ માઈલની નીચે જોવા મળે છે.

મોટા એસ્ટ્રોઈડનાં અસરો સુચવે છે કે યોગ્ય પરિસ્થિતિઓમાં એસ્ટ્રોઈડનાં આયન અને નિકલ કોરને અસર દરમિયાન ચંદ્રનાં પોપડા અને તેનાં વચ્ચેનાં કોરમાં ફેલાવી શકાય છે. સંશોધકો દ્વારા ગણિત બનાવવામાં આવ્યું છે કે, એસ્ટ્રોઈડનું વિખરાયેલા કોર કે જેને ચંદ્રનાં મુખ્ય ભાગને ડુબવાનાં બદલે વર્તમાન દિવસ સુધી ચંદ્રનાં મેટલમાં જે અસર પડી છે તેની બીજી શકયતા એ છે કે, મોટા જથ્થામાં ચંદ્ર મહાસાગર સધનતાનાં છેલ્લા તબકકા સાથે સંકળાયેલા ગાઢ ઓકસાઈડનું કેન્દ્રબિંદુ હોય શકે. પૃથ્વી સહિત સૌર્યમાળા દરમિયાન મોટી અસર થઈ હોય શકે છે. તેમાંથી મોટાભાગનાં નિશાન ગુમ પણ થઈ ગયા છે. વિનાશક અસર ઘટનાઓનો અભ્યાસ કરવા માટે શ્રેષ્ઠ પ્રાકૃતિક પ્રયોગશાળાઓમાંથી ઓળખાવ્યું છે કે, એક પ્રાચીન પ્રક્રિયા કે જે આજે સર્વે લોકો ખડકાલ ગ્રહો અને ચંદ્રને આકાર આપી ચુકયા છે.

ચંદ્રગ્રહનાં ગુરુત્વાકર્ષણને અંકુશ કરવા માટે પેટાળમાં અનેકવિધ ધરબાયેલા રહસ્યમય પદાર્થો જોવા મળે છે. સાથો સાથ સંશોધન બાદ શોધવામાં આવેલા ક્રેટરનું કદ દિવસને દિવસે બગડી રહ્યું છે. ચંદ્રનાં પેટાળમાં સમાયેલા ધાતુનાં કારણે વધારાનાં જથ્થાથી ચંદ્રનાં ગુરુત્વાકર્ષણમાં અનેકવિધ વખત બદલો પણ જોવા મળે છે. ચંદ્રનાં 1/6 ગુરુત્વાકર્ષણ કરતાં પૃથ્વી અનેકવિધ રીતે વૈજ્ઞાનિકો માટે રસપ્રદ બની રહી છે. પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષીય ખેંચાણ અને સમુદ્રમાં ભરતી અને ઓથ આ તમામ ચીજ વસ્તુઓનું કારણ હોવાનું પણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.