કોરોનાના ‘ડર’થી ‘ઉનાળો’ મોડો આવશે

62

બે અઠવાડિયા સુધી ગરમી  શરૂ નહીં  થાય: હવામાન વિભાગ

ભારતના હજારો નાગરિકો પ્રાર્થના કરી રહ્યા છે કે ઉનાળો જલ્દી આવે કોરોનાની ભુતાવળની લાક્ષણિકતાના અભ્યાસમાં એવુ સામે આવ્યું છે કે કોવિડ-૧૯ મહામારીના વાયરસનું સંક્રમણ ગરમ ઋતુમાં અને આકરા તડકામાં ઘટી જાય છે. અલબત હવામાન ખાતા સાથે થઇ રહેલી મસલતમાં આ વખતે જરુર છે. ત્યારે ઉનાળાની ગાડી લેટ ચાલી રહી છે અને ઉનાળા સમયસર શરુ થાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.

ભારતમાં હજુ એકાદ બે અઠવાડીયા સુધી તાપમાન નીંચુ રહેશે. ભારતીય હવામાન વિભાગે આગામી ર૮ દિવસના સમયગાળાની કરેલી આગાહીમાં શકયતા દર્શાવાઇ રહી છે જો કે મઘ્ય ભારત એપ્રિલના બીજા અઠવાડીયા સુધી ગરમી વધવા શકયતા ઓછી છે.

ભારતના પરંપરાગત ઋતુચક્રની રફતાર મુજબ ઉત્તર ભારતની સાંપેક્ષમાં મઘ્ય ભારતમાં વિષૃવૃત ની નિકટતાના કારણે ઉનાળો જલ્દી આવે છે. સાથે સાથે ઉત્તર અને મઘ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસમાં પશ્ર્વીમી પવનના કારણે વરસાદની સંભાવના પણ ઉભી થઇ છે.

આગામી અઠવાડીયે ઉત્તર ભારત અને ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં વરસાદની સંભાવના હોવાનું ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્ર એ જણાવ્યું હતું કે તેમને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે કેટલાંક અવલોકનો પરથી એવું દેખાઇ રહ્યું છે. ૩ ભારતમાં હજુ એક-બે અઠવાડીયા સુધી અપેક્ષા મુજબની ગરમી શરુ નહિ થાય.

મેસેજચ્યુસસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે કોરોના વાયરસની સંક્રમણની ગતિ ઉનાળામાં ઊંચા તાપમાનમાં જયાં ગરબી વધુ પડે વછે ત્યાં ઘટી શકે છે જો કે આ તારણ ચોકકસ અને સચોટ ન ગણી શકાય પરંતુ વિજ્ઞાનિકોનું માનવું છે કે ઊંચા તાપમાનમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી જાય છે.

એમઆઇટીના જનરલમાં બતાવાયું છે કે ભારતમાં ઉનાળાના સમયગાળા દરમિયાન કોરોના વાયરસના સઁક્રમણના નવા કેસની સંખ્યા ઘટી શકે છે. ભારતમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણની ગતિ વધી રહી છે ત્યારે દેશમાં આ વાયરાને કુદરતી રીતે કાબુમાં લેવા માટે જરુરી એવા ઉંચા તાપમાન ઉનાળાની લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

કોરોના સંક્રમણના નવા કેસો નિયંત્રણમાં હોવાનો સરકારનો દાવો

દેશમાં કોરોનાના વાયકા વચ્ચે સરકારે ગુરૂવારે એવો દાવો કર્યો હતો કે કોરોના સંક્રમણના નવા કેસો નોંધાવાની સ્થિતિ રોકાઇ હોવાનું દેખાય છે. છેલ્લા કેટલાક દિવસમાં લોકડાઉન સામાજીક અવકાશ અને કોરોના સંબંધી આયાત કાલીન વ્યવસ્થા વચ્ચે દવા સંક્રમણ કેસો કાબુમાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ છેલ્લા ર૪ કલાકમાં ૪૩ નવા કેસો અને બે મૃત્યુ નોંધાયા છે. ક્ધફર્મ દેશની સંખ્યા ૬૪૯  નોંધાઇ છે જેમાં ૫૯૩ ની સારવાર ચાલી રહી છે જયારે ૪૨ સાજા કરીને રજા આપી દેવાઇ છે જયારે અને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો છે. નવા કેસોની નોંધણી ની રફતાર  ઘટી હોવાનું આરોગ્ય વિભાગના સચિવ અગ્રવાલે દાવો કર્યો હતો કે દેશમાં કોરોના સામે જનજાગૃતિ અસરકારક બની રહી છે.

Loading...