Abtak Media Google News

ઉપરી અધિકારીના ત્રાસના આક્ષેપ સાથે ઘર છોડી હરિદ્વાર નાશી ગયેલ આઈબીના પીએસઆઈની વાપસી.

એક અઠવાડીયાથી ગુમ સ્ટેટ ઇન્ટેલિજન્ટ બ્યુરો (એસઆઇબી) ઓફીસર ગાંધીનગર એલસીબીમાં હાજર થયો. પીએસઆઇ અનીલ પરમારે ર૭ સપ્ટેમ્બરે એક ચીઠ્ઠી લખીને ઘર છોડયું હતુ. હાથે લખેલી ચીઠ્ઠીમાં આરોપ હતો કે ઉપરી અધિકારીઓ જ્ઞાતિને લઇને પજવણી કરે છે. ચિઠ્ઠીમાં પીએસઆઇ પરમારે પરેશાન કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ લખ્યા. પરિવારને ચિઠ્ઠી મળતા ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં અનિલ ગુમ થયાની ફરીયાદ નોંધાવી.

રાજયના આઇબી વડા આર.બી. બ્રહ્મભટ્ટે ચિઠ્ઠીમાં અનિલ પરમારે લગાવેલા આરોપો ફગાવ્યા છે. આર.બી. બહ્મભટ્ટે કહ્યું કે, જ્ઞાતિને લઇને અનિલ સાથે કોઇપણ પ્રકારની દુવ્યવહાર કરવામાં આવ્યો નથી. જો કે દલીતોના હકકો માટે લડતા એકિટવીસ્ટ અને અનીલના પરિવારે દલીત હોવાના કારણે ભેદભાવનો સામનો કરવો પડયો હોવાનો આરોપ મુકયો છે. આ મામલે ગાંધીનગર એલસીબીને તપાસ પણ સોંપવામાં આવી. એલસીબી તપાસ શરુ કરે તે પહેલા જ અનિલ હાજર થઇ જતાં સમગ્ર ઘટનાનો નાટકીય અંત આવ્યો છે.

એલસીબી સમક્ષ  હાજર થયા બાદ અનિલે એક વીડીયો સ્ટેટમેન્ટ રજુ કર્યુ જેમા તેણે કહ્યું કે, મેં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે પહેલા મેં મારી દિકરી સાથે ફોન પર વાત કરી તેની સાથે વાત કર્યા બાદ મારુ મન બદલાઇ ગયું અને હું ઘરે પાછો આવી ગયો, જો કે અનિલ પરમારએ વાતે મકકમ રહ્યો છે કે તેના ઉ૫રી અધિકારીઓ દ્વારા તેની સાથે મતિગત ભેદભાવ રાખવામાં આવે છે.

અતિલે કહ્યું કે, મારા ઉપરી અધિકારીઓના ત્રાસને કારણે મેં આત્મહત્યા કરવાનું નકકી કર્યુ હતું. હું મંગળવારે આપઘાત કરવાનો હતો પરંતુ એ પહેલા છેલ્લી વાર મેં મારા પરિવાર સાથે વાત કરવાનું નકકી કર્યુ. જયારે મેં મારા પરિવારને ફોન કર્યો ત્યારે દીકરી સાથે પણ વાત કરી અને હું ભાવુક થઇ ગયો,

મહત્વનું છે કે અનિલ પરમાર છેલ્લા સાત દિવસથી ઉત્તરાખંડના હરિદ્વારમાં હતો હાલ તેની માનસિક સ્થિતિ સ્વચ્છ ન હોવાથી તેની સાથે સખતાઇ થી પુછપરછ કરી શકાય તેમ  નથી. વધુ તપાસ હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.