Abtak Media Google News

પત્ની, સાસુ અને સસરાના ત્રાસથી યુવકે કર્યો’તો આપઘાત: સમાધાન બાદ એફઆઈઆર રદ કરવાની અરજીમાં હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

સમગ્ર મામલા મુજબ, વર્ષ ૨૦૧૫માં ગાંધીનગર જિલ્લામાં રિયલ એસ્ટેટ બ્રોકર દિપેન પટેલે આત્મહત્યા કરી હતી, સ્યુસાઈડ નોટમાં તેણે પત્ની અને સાસુ-સસરાને તેની પાછળ જવાબદાર ગણાવ્યા હતા. દિપેને સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા માટે ઉત્સાહિત કરતા હતા. તેમણે દિપેનને બંદૂક પણ આપી હતી.

દિપેનના પિતાએ તેના મૃત્યુ બાદ ઋઈંછ દાખલ કરાવી હતી, જોકે બાદમાં તેની માતાએ આરોપી વ્યક્તિઓ સાથે સમાધાન થતા ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ જસ્ટીસ એ.પી ઠાકર તેમના સમાધાન સાથે સહમત નહોતા.

કોર્ટે કહ્યું કે, સ્યુસાઈડ નોટ જેના આધારે ફરિયાદ દાખલ કરાઈ છે કે બીજું કશું નહીં પરંતુ મૃતક વ્યક્તિએ આપેલું નિવેદન છે. સ્યુસાઈડ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે મૃતકને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવામાં આવ્યો હતો. આથી બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન થઈ જતા ફરિયાદ રદ કરવા મૃતકની માતા દ્વારા એફિડેવિટ દાખલ કરવા છતાં સમગ્ર કેસ મૃતકની સ્યુસાઈડ નોટ પર આધારિત છે. જે બીજું કશું નહીં પરંતુ પહેલા કહ્યું તે મુજબ મૃતકનું નિવેદન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.