Abtak Media Google News

૧૮૦ છાત્રોમાંથી ઉર્તીણ ૧ર૩ છાત્રોને બિરદાવતા પ્રો. નીતીન પેથાણી, ડો. વિજય દેશાણી, રાજયભરમાં સીસી ડીસીએ વધાર્યુ ગૌરવ

તાજેતરમાં જે ગુજરાત રાજય સરકાર મારફત જાહેર કરાયેલ ટાટ (સેક્ધડરી) પરીક્ષાનું રાજયકક્ષાનું પરિણામ ૬૨ ટકા જાહેર થયેલ છે. ત્યારે સીસીડીસીમાં તાલીમ મેળવી રહેલા ૧૮૦ છાત્રોમાંથી ૧ર૩ કરતા વધુ છાત્રોએ ઝળહળતી સફળતા મેળવી ૬૯ ટકા પરિણામ સાથે રાજયભરમાં સીસીડીસીની કામગીરીને ગૌરવ અને પ્રોત્સાહન અપાવેલ છે.

રાજયકક્ષાની બી.એડ. તાલીમઆર્થીઓને શિક્ષક થવા માટેની આવશ્યક ટેટ-ટાટ પરીક્ષામાં ચાઇલ્ડ સાયકોલોજી, ગુજરાતી  શિક્ષણ પઘ્ધતિઓ, અંગ્રેજી, જનરલ નોલેજ વગેરે વિષયોનાં શિક્ષણ વિઘાશાખા અને સીસીડીસીના તજજ્ઞો મારફત તાલીમ માટે જોડાયેલ વિઘાર્થીઓને એમ.સી.કયુ. પરીક્ષા લક્ષી સચોટ જ્ઞાન અને મોડેલ પ્રશ્ર્ન સંપુટ મારફત પ્રેકટીસથી ૧૦૦ કલાકની તાલીમ મારફત રેકોર્ડબ્રેક પરિણામ મળી રહ્યું છે. સીસીડીસીનાં નોંધાયેલા ૧૮૦ છાત્રોમાંથી ૧ર૩ છાત્રલનુ સફળતા મળેલ છે. જેમાં અર્થશાસ્ત્રના-ર, ભાષાના-૮  મેથ્સ-સાયન્સના-૪પ ફીઝીકલ એજયુકેશનના-ર સામાજીક વિજ્ઞાનના-૧૬ છાત્રોને સફળતા મળેલ છે.

સફળ થયેલ છાત્રોને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, શિક્ષણ વિઘાશાખાના ડીન ડો. નિદ્દતભાઇ બારોટ, અધરધેન ડીન ડો. જનકભાઇ મકવાણા, કુલસચિવ ડો. રમેશભાઇ પરમાર, સર્વે સત્તા મંડળના સદસ્યો સીસીડીસીના સંયોજક પ્રો. નીકેશભાઇ શાહ, વિષય નિષ્ણાંત ડો. પ્રતિકભાઇ મહેતા વગેરે અભિનંદન પાઠવેલ છે. ટીમ સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઇ કીડીયા, હીરાબેન કીડીયા, કાંતિભાઇ જાડેજા વિગેરે જહેમત ઉઠાવેલ હતી અને ટીમ સીસીડીસી મારફત અનુરોધ કરાયેલ છે કે તાજેતરમાં સીસીડીસી ખાતે જીપીએસસી કલાસ-૧ અને ર રેલવેની પરીક્ષા, એસ.બી.આઇ. આઇ.બી.પી.એસી પરીક્ષા બીન સચિવાલય ઓફીસ આસીસ્ટનટ અને તલાટીનાં વર્ગોમાં ૪૦૦ થી વધુ તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. અને બીન સચિવાલય ઓફીસ આસિસ્ટનટમાં રજીટ્રેશન ચાલુ હોય મહત્તમ વિઘાર્થીઓ ઉપરોકત તાલીમ વર્ગોનો લાભ વેકેશનમાં લઇ તાલીમમાં જોડાઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.