Abtak Media Google News

કોરોનાની સાથે ‘જેહાદી’ વાઇરસ પણ ભારતને જોખમમાં મુકી રહ્યો છે?: દેશ-વિદેશી તબલીધી જમાતીઓનો જમાવડો જેહાદી પ્રવૃતિને ઉતેજન આપવા સમાન હોવાની ઉઠતી આશંકા

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસના કારણે ચીન, ઈટાલી, અમેરિકા સહિતના અનેક દેશોમાં હજારો લોકોનાં મૃત્યુ થવા પામ્યા છે. ભારતમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે ૨૧ દિવસ સુધી દેશવ્યાપી લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરમાં રહેતા દેશમાં કોરોના વાયરસ કાબુમાં રહેવા પામ્યો હતો. પરંતુ, દિલ્હીનાં નિઝમુદીન વિસ્તારમાં યોજાયેલ તબલીધી જમાતના કાર્યક્રમમાં દેશભરમાં એકઠા થયેલા હજારો જમાતીઓમાંથી કોરોનાના ચેપગ્રસ્ત બનેલા સેંકડો જમાતીઓનાં કારણે દેશભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થવા પામ્યો છે. જેથી, કોરોના વાઈરસ સામે ‘બે-ખોફ’ લોકોની બેવકુફીના કારણે આ રોગ બેકાબૂ બને તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. દિલ્હીના મરકજમાં તબલીધીઓનાં આ કાર્યક્રમ પાછળ જેહાદી તત્વોનો હાથ હોવાની શંકા વ્યકત થઈ રહી છે. જેની કોરોનાની સાથે ‘જેહાદી’ વાયરસ પણ ભારતને જોખમમાં મૂકી રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

લોકડાઉન બાદ દેશના મોટાભાગના લોકો ઘરમાં જ રહેતા જેનાથી કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે જરૂરી સોશ્યલ ડીસ્ટર્ન જળવાયું હતુ જેના કારણે દેશમાં બીજા તબકકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં બીજા કોરોનાગ્રસ્ત દેશોનાં દર્દીઓની સંખ્યા કરતા ઓછી રહેવા પામી હતી. પરંતુ દિલ્હીના નિજામમુઝનદીન વિસ્તારમાં તબલીધી જમાતનાં મરકજમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હજારો જમાતીઓ દેશભરના તેમના વતનમા પરત ફર્યા હતા. ચેપગ્રસ્ત થયેલા સેંકડો જમાતીઓએ દેશભરમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજયોમાં અનેક સ્થાનિક લોકોમાં કોરોના વાઈરસનો ચેપ લગાડયો હતો. આવા બે-ખૌફ જમાતીઓનાં કારણે છેલ્લા ચાર દિવસમાં દેશભરમાં કોરોનાના ભય વચ્ચે તબલીધીઓના મરકજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક વિદેશી જમાતીઓ પણ ઉપસ્થિત રહેતા આ કૃત્ય જેહાદી તત્વો પ્રેરિત હોવાની આશંકાઓ પણ ઉદભવા પામી છે.

દિલ્હીમાં થોડા સમય પહેલા યોજાયેલો તબલિઘી મુસ્લીમોનો મેળાવડો કોરોના ફેલાવાનું મોટુ કારણ બન્યો છે. દેશભરમાંથી આ કાર્યક્રમમાં હજારો મુસ્લીમો આવ્યા હતા અને એમાંથી અનેકમાં કોરોનાના લક્ષણો જણાયા છે. માટે વિવિધ રાજ્ય સરકારો પોતાને ત્યાંથી ભાગ લેનારા તબલિઘીઓને શોધીને ક્વોરન્ટાઈન કરી રહી છે. દિલ્હીમાં ૧૬૭ તબલિઘીને પહેલેથી ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. પરંતુ તેઓ ગેરવર્તન અને આડોડાઈ કરી રહ્યા છે. સારવારમાં સહકાર આપતા નથી, તેમજ સારવાર કરનારા મેડિકલ સ્ટાફ પર થૂંકવાની વિકૃત પ્રવૃત્તિ કરી રહ્યાની વિગતો બહાર આવતા આ કૃત્ય જેહાદી પ્રવૃતિ પ્રેરિત હોવાની શંકાને સમર્થન આપી રહ્યું છે.

દિલ્હીના ૧૬૭ તબલિઘીઓને રેલવેની ક્વોરન્ટાઈન ફેસેલિટીમાં રાખવામાં આવ્યા છે. ઉત્તરી રેલવેના અધિકારીએ જણાવ્યુ હતુ કે આ સભ્યોને અમે ખાવાનું આપ્યું ત્યારે પણ તેમણે ખાવાનો ઇન્કાર કરી દીધો હતો અને સ્ટાફ પર થુંકવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન આ સમગ્ર આયોજનનો માસ્ટર માઈન્ડ મૌલાના સાદ ગુમ થઈ ગયો છે. એ ક્યાંક ભાગી ગયો હોવાનું મનાય છે. સાદ તબલિઘી જમાતનો વડો છે અને તેણે જ સરકારની ટોળાં ભેગા ન કરવાની સૂચના અવગણીને ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો. મૌલાના સાદ છેલ્લે શનિવારે દેખાયો હતો. એ ઉપરાંત બીજા છ વ્યક્તિ પર દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી છે અને એપિડેમિક એક્ટ હેઠળ તેમના વિરૂદ્ધ કાર્યવાહી થશે.

રાષ્ટ્રીય લઘુમતી પંચે આ અંગે કહ્યું હતુ કે તબલિઘી જમાતે કરેલા ધાર્મિક કાર્યક્રમે દેશમાં મોટુ સંકટ ઉભું કરી દીધું છે. પંચના વડા સૈયદ હસન રિઝવીએ કહ્યું હતુ કે દરેક રાજ્ય સરકાર દિલ્હીના તબલિઘી કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ઓળખે અને તેમાંથી ક્વોરન્ટાઈનનો ભંગ કરનારા પર કડક કાર્યવાહી કરે. દિલ્હીના કાર્યક્રમમાં ગુજરાતના દોઢ હજાર સહિત પંદરેક રાજ્યોના તબલિઘીઓએ ભાગ લીધો હતો.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના સચિવે બુધવારે કહ્યું હતુ કે તબલિધીના કાર્યક્રમને કારણે અમુક રાજ્યોમાં અચાનક કેસ વધી ગયા છે.  કેમ કે વિવિધ રાજ્યોમાં જે નવા કેસ સામે આવી રહ્યાં છે, એ બધાની તપાસ કરતાં તેઓ તબલિઘી કાર્યક્રમમાં ભાગ લેનારા સભ્યો નીકળી રહ્યા છે. દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં થયેલા કાર્યક્રમમાં ભાગ લેનારા દેશભરના તબલિઘીઓની વિવિધ રાજ્ય સરકારો પોતાને ત્યાં તપાસ કરી રહી છે. અત્યાર સુધી ૩૭૮ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ

આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ જ હોવાનું બહાર આવ્યું છે અને હજુ આંકડો વધે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ૧૩૪ કેસ તો તબ્લિક જમાતના અનુયાયીઓનો આજ છે માર્ચના મધ્ય આ સમયગાળામાં યોજાયેલા જમાતના કાર્યક્રમ માં ભાગ લેનાર ૧૩૪ વ્યક્તિઓને કોરો નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અત્યાર મંગળવાર સુધી દેશમાં કોરો નોવાયરસના નવા કેસોની સંખ્યા ૩૮૬ થવા જઈ રહી છે આ સંક્રમણના ફેલાવવા ના મુખ્ય કારણમાં હાલ તો દિલ્હીમાં યોજાયેલા પબ્લિક જમાતનામા થઇને આવેલા લોકોને લાગેલો ચેપ કારણભૂત ગણવામાં આવે છે આ કાર્યક્રમમાં કુલ હાજર રહેલીસંખ્યા માંથી૧૮૦૦ વ્યક્તિ અને દેશના વિવિધ ચકાસણી કેન્દ્રોમાં દાખલ કરીને કોરો વાયરસના પરીક્ષણ કરાવવામાં આવ્યા છે અને તે તમામને જનહિત અને વ્યક્તિગત આરોગ્ય જાળવણી માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગઈકાલે સાંજ સુધીમાં બહાર આવી રહેલા આંકડાઓમાં સતત પણે વધારો થઈ રહ્યો છે અત્યારે તો દેશમાં ફેલાઈ રહેલા દર્દીઓ ની સંખ્યા પાછળ દિલ્હીના તબલીઘી જમાતના આ કાર્યક્રમને મુખ્ય કારણભૂત ગણવામાં આવી રહ્યું છે દેશમાં કુલ ૨૦૦૦ કેસમાં ૨૦ ટકાથી વધુ એટલે કે ૩૮૯ તો તબ્લિક સમાજના કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોનો જશે અને દેશભરમાં હજુ આંકડો સતત વધવાની દહેશત વચ્ચે તેલંગાણામાં જ કુલ નવ મૂત્યું નોંધાઇ ચૂક્યા છે.

હજુ આ સંખ્યા નિશ્ચિત પણે વધશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યાર સુધી તબલીઘી જમાતના કાર્યક્રમમાં જઈને આવેલા વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવેલા કુલ ૯ હજારથી વધુ લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા હજુ વધે તેવું દેખાઈ રહ્યું છે અત્યાર સુધી સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં ૧૬ પોઝિટિવ કેસમાં ૩ વિદેશી અને ૧૩ ભારતીયોના કોરોનો સંક્રમણના કારણે અલગ અલગ રાજ્યોમાં મુત્યુ થઇ ચૂક્યા છે જેમાંથી કેટલાક તો કોરોનોના પોઝિટિવ કેસ તરીકે ઓળખાય ચૂક્યા હતા અને આ પૈકીના હજુ કેટલાક અંતિમ રિપોર્ટ આવવાના બાકી છે તબલીઘી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર મલેશિયન નાગરિકનો નવી દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ માં બુધવારેમૃત્યુ થયું હતું જોકેહોસ્પિટલના સત્તાવાળાઓએ દાવો કર્યો ઓકે મલેશિયન નાગરિકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અન્ય તબ્લિક સમાજના ૬૪ વર્ષના સભ્ય નું મૃત્યુ તામિલનાડુની લોકનાયક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા થયું હતું તેનો ગોવિંદ ૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવી દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં પબ્લિક જમાતના સો જેટલા સભ્યોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે જેમાંથી એક દર્દીએ હોસ્પિટલને બારીમાંથી છલાંગ લગાવવની પેરવી કરી હતી અને કેટલાક જમાતના સભ્યોએ તો હોસ્પિટલમાં હલ્લો મચાવ્યો હોવાનું તબીબોએ જણાવ્યું હતું એક જમાતના સભ્યોએ હોસ્પિટલની બારીમાંથી છલાંગ લગાવવાની કોશિશ કરી હતી મંગળવારે સર્જાયેલી આ ઘટનામાં તબીબોએ તે દર્દીને બચાવી લીધો હતો ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમે તંત્ર પાસે હોસ્પિટલમાં તબીબો અને અન્ય દર્દીઓની સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનાવવાની માગણી કરી છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જમાતના આ કાર્યક્રમની આલોચના કરીને જણાવ્યું હતું કે જ્યારે દેશભરમાં કોરોના પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી અને આખો દેશ ભયંકર સંક્રમણ સામે ગતિ આપતું હોયતેવા સંજોગોમાં આવા કાર્યક્રમો ન કરવા જોઈએ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય દિલ્હીમાં અત્યાર સુધી પબ્લિક જમા ૩૨૪૬ સભ્યો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોંતીઓને કરવામાં આવ્યા છે એ પૈકીના સંક્રમણના લક્ષણો ધરાવતા ૫૩૬ વ્યક્તિઓને હોસ્પિટલમાં અને ૧૮૧૦ ક્વોરન્ટાઇન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં અંતિમ અહેવાલ મુજબ ૫૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે રાજ્યમાં મળી આવેલા કુલ કોરોના દર્દીઓના ૩૫ ટકા જેટલા થવા જાય છે.

તામિલનાડુ રાજ્ય આ બાબતમાં સૌથી વધુ અસરગ્રસ્ત જાહેર થયું છે અત્યાર સુધીમાં તામિલનાડુમાં કોરોના કેસની સંખ્યાનો વિસ્ફોટક અંક જાહેર થયો છે કોરોના જાહેર થયેલા ૨૩૪ કેસમાં ૧૯૦ તબલીગ જમાત ના સભ્યો છે મંગળવારે એક દિવસમાં જ ૧૧૦ જમાતીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા સરકારે એક જાહેર અપીલ યાત્રાળુઓ કે જે હજુ મળ્યા નથી તેમને પરીક્ષણ માટે બોલાવ્યા છે ઓછામાં ઓછા પંદરસો જેટલા સભ્યોએ માર્ચની ૨૧ તારીખ સુધી આ કાર્યક્રમમાં હીસ્સો લીધો હોવાનું બહાર આવ્યું છે તામિલનાડુના મુખ્ય આરોગ્ય સચિવ બિલ્લા રાજેશે જણાવ્યું હતું કે કેટલાક વિદેશી પ્રચારકો સાથે કુલ ૧૯૦ સંક્રમિત દર્દીઓ તરીકે મળી આવેલા લોકો ને દિલ્હીના તકલીફ જમાતના ઈજ્જત એમાથી જ કોરોના ચેપ લાગ્યો છે લોકોને સવાર માટે દાખલ કરી લેવામાં આવ્યા છે અત્યાર સુધી ૧૧૩૧ માંથી ૧૧૦૩ સભ્યોએ પરીક્ષણ કરાવી લીધું છે આ તમામ દર્દીઓને રાજ્યના અલગ અલગ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હોવાનું આરોગ્ય સચિવ એ જણાવ્યું હતું.

આંધ્ર પ્રદેશની પણ સ્થિતિ આવી જ છે રાજ્યમાં નોંધાયેલા ૧૧૧ કોરો સંક્રમિત દર્દીઓમાંથી ૭૦ લોકો તબ્લિક જમાતના દિલ્હી ખાતેના કાર્યક્રમમાં જય આવેલા લોકો જ છે જ્યારે ૩૩૮ વ્યક્તિઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના રિપોર્ટ આવવાના બાકી છના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૦૦ વ્યક્તિઓનું પરીક્ષણ કર્યું છે.

દેશભરમાં કોરોના બેકાબુ: ચાર દિવસમાં કેસોની સંખ્યામાં બે ગણો વધારો

દેશભરમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ આ મહામારીના ૩૮૬ કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૪ કલાકમાં જે મામલા અચાનક વધી ગયા છે તેના માટે તબલીગી જમાતને જવાબદાર ઠેરવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે બુધવારે કહ્યું હતું કે તબલીગી જમાતના લોકોમાં વાઇરસનો ચેપ હતો, તેઓ જ્યાં ગયા ત્યાં આ કેસો વધ્યા છે. દરમિયાન દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ૧૯૦૦ લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે મૃત્યુઆંક ૫૫ને પાર પહોંચી ગયો છે. છેલ્લા ચાર દિવસમાં કેસોની સંખ્યામાં બે ગણો વધારો થવા પામ્યો છે. ૨૪ કલાકમાં જ વધુ ૧૦ લોકોએ જીવ ગૂમાવ્યો છે. આઘાતજનક એ છે કે દેશના સૌથી મોટા સ્લમ વિસ્તાર મુંબઇના ધારાવીમાં પણ આ વાઇરસ હવે પહોંચી ગયો છે, અહીં પ્રથમ વખત એક પોઝિટિવ કેસ સામે

આવ્યો છે. જેને પગલે હવે સ્લમમાં રહેતા દરેક લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દર્દીની ઉમર ૫૬ વર્ષની છે અને તેને તાત્કાલીક સારવાર અપાઇ રહી છે. તેના પરિવારના અન્ય ૧૦ લોકોને પણ કોરન્ટાઉનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે દર્દી જ્યાં રહે છે તે ઇમારતને સીલ કરી દીધી છે. ધારાવીમાં ૧૫ લાખ લોકો રહે છે જેથી હાલ તંત્ર દોડતુ થઇ ગયુ છે. ગરીબોમાં આ વાઇરસ ફેલાયો તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. અહીં લાખો મજૂરો અને નાના કારોબારી રહે છે. બીજી તરફ નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આ સપ્તાહ ભારત માટે અતી કપરો છે કેમ કે આ સપ્તાહમાં જ દેશની દશા અને દિશા નક્કી થશે. આ સપ્તાહમાં વાઇરસ અતી ઝડપથી ફેલાઇ શકે છે એવામાં જો પરિસ્થિતિ પર કાબુમાં લેવામાં ન આવ્યો તો આવનારા દિવસો વધુ કપરા સાબીત થશે. દરમિયાન સરકારે દાવો કર્યો છે કે દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં જે લોકો એકઠા થયા હતા તેમાં અનેકને આ વાઇરસનો ચેપ લાગેલો હતો, આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોથી લોકો આવ્યા હતા તેઓ પરત ગયા તે દરમિયાન આ વાઇરસનું પ્રમાણ વધુ ફેલાયું છે. તેથી હવે આવા કેટલા લોકો બીજાના સંપર્કમાં આવ્યા તેની ચકાસણી ચાલી રહી છે દિલ્હી અને તામિલનાડુમાં જ આ ધાર્મિક કાર્યક્રમ સંલગ્ન ૧૭૦ કેસો સામે આવ્યા છે. વિદેશથી ભારતમાં પ્રવેશેલો આ કોરોના વાઇરસ હવે ગરીબોમાં પણ પ્રવેશી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હવે મોબાઇલ દ્વારા અમે વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

મરકજમાં ઉપસ્થિત રહેલા તમામ જમાતીઓની વિગતો આપવા ગુજરાત હાઇકોર્ટની નોટિસ

ગત માસે દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં આવેલી મરકજમાં યોજાયેલા તબલીધી એ જમાતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ જમાતીઓની વિગતો આપવા ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રઅને રાજય સરકારને નોટીસ પાઠવી છે. આમુદે થયેલી અરજીને સુઓમોટો તરીકે લઈને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની બેંચે વિડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધણી હતી. જેમાં બેંચે તબલીધીઓનાં જમાવડા માટે સરકારે લીધેલા પગલા અને લેવામાં આવનારા પગલા અંગેની વિગતો આપવા કેન્દ્ર અને રાજય સરકારને નોટીસો પાઠવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા વિદેશી જમાતીઓએ વિઝાની શરતોનો ભંગ કરીને દેશના અન્ય ભાગોમાં પ્રવાસ કર્યો છે કે કેમ? તે અંગેની વિગતો આપવા પણ આ નોટીસમાં જણાવાયું છે. તબલીધી જમાતનાં કાર્યક્રમમાં ઈન્ડોનેશીયા સહિત અનેક દેશોના જમાતીઓએ ભાગ લીધો હતો. હાઈકોર્ટ દ્વારા આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવનારી છે.

ધર્માંધ તબલીધીઓના જમાવડાએ લોકડાઉનના સારા પરિણામો પર પાણી ફેરવ્યું

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસ ભારત સરકારે જાહેર કરેલા લોકડાઉનના કારણે વધારે ફેલાતો અટકયો હતો. કોરોના વાઈરસનીકોઈ અકસીર દવા ન હોય તેને ફેલાતો અટકાવવા સોશ્યલ ડીર્સ્ટન મહત્વનું છે ઈટાલી, ઈગ્લેન્ડ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં કોરોના વાઈરસ સતત અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યા હતો ત્યારે મોદી સરકારે ૨૧ દિવસના લોકડાઉન દ્વારા આ રોગને ફેલાતો અટકાવવા મહત્વપૂર્ણ કહી શકાય તેવો કાબુ મેળવી લીધો હતો. લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરમાં રહેતા વિકસિત દેશો કરતા પણ ભારતમાં કોરોના વાયરસના ફેલાવવાની ઝડપ એકદમ ઓછી થઈ જવા પામી હતી. પરંતુ, ગત માસે દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં મરકજમાં યોજાયેલા તબલીધી જમાતના કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો જમાતીઓ એકઠા થયા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અનેક

કોરોનાગ્રસ્ત વિદેશી જમાતીઓનાં કારણે આ ચેપ સેંક્ડો ભારતીય જમાતીઓને લાગવા પામ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થતા આ જમાતીઓ પોતાના વતનના રાજયોમાં જતા તેઓ તેમના રાજયમાં કોરોનાના કેરીયર બની જવા પામ્યા છે. આ જમાતીઓનાં કારણે અનેક અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગતા દેશભરમાં ખાસ કરીને દક્ષિણ ભારતનાં રાજયો અને દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ચાર દિવસમાં બમણો વધારો થવા પામ્યો છે. હજુ પણ આ જમાતીઓનાં ચેપનો ભોગ બનનારા લોકોની સંખ્યા વધારે થવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જેથી ધર્માંધ તબલીધીઓનાં જમાવડાઓ લોકડાઉનના સારા પરિણામો પર પાણી ફેલવી નાખ્યું છે.

અમેરિકામાં એક જ દિવસમાં ૨૫ હજારથી વધુ કોરોના કેસ, ૮૪૪નાં મોત

કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકામાં સતત વધી રહી છે. ગઈકાલે અમેરિકામાં એક જ દિવસમાં ૨૫૨૦૦ લોકોના કોરોના પોઝીટીવ આવ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમીત લોકોની સંખ્યા અમેરિકામાં ૨.૧૩ લાખ નજીક પહોંચી જતાં હાહાકાર મચી જવા પામ્યો છે. તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નાગરિકોને કપરા સમય માટે તૈયાર રહેવા જણાવાયું હતું. કોરોનાના કારણે અમેરિકામાં ૨ લાખ લોકોના મોત નિપજશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી. આગામી એક અઠવાડિયામાં કોરોનાના કારણે મોતનો તાંડવ ખેલાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગઈકાલે અમેરિકામાં કોરોનાના કારણે ૮૮૪ લોકોના મોત નિપજ્યા હતા. અમેરિકાની જેમ યુરોપમાં પણ અત્યાર સુધીમાં ૩૩૨૪૫ લોકોના મોત નિપજયા છે. યુરોપમાં ૪.૯૦ લાખ કેસ જોવા મળ્યા છે. કેનેડામાં પણ ૪૫૦૦ લોકોના

મોત થયા છે. લેટીન અમેરિકા અને આફ્રિકામાં કોરોનાનો ફેલાવો વધ્યો છે. વિશ્ર્વના ૧૮૭ દેશોમાં કોરોના પહોંચી ગયો છે. અત્યારે ૯ લાખ લોકોના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોરોનાના કારણે મોટાલીટી રેટમાં સતત વધારો થયો છે. ઈટાલી, સ્પેન સહિતના યુરોપીયન દેશોમાં કોરોનાએ ભારે તબાહી મચાવ્યા બાદ અમેરિકાને સકંજામાં લીધુ છે.

નિઝામુદ્દીન વિસ્તારમાં ગયેલા રાજ્યના ૧૫૦૦ લોકોને શોધાશે: મરકજમાં ઉપસ્થિત ૭૨ને ઓળખી કઢાયા

દેશભરમાં કોરોના વાઈરસને વકરાવવાનું કેન્દ્રબિંદુ બનેલા દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનામાં રાજયનાં ૧૫૦૦ જેટલા લોકો ગયા હતા આ વિસ્તારમાં ગયેલા આ ૧૫૦૦ લોકોમાંથી કોઈને કોરોના વાઈરસનો ચેપ તો નથી લાગ્યો ને? તે શોધી કાઢવા રાજય સરકારનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. આ ૧૫૦૦ લોકોમાંથી ચેપ ગ્રસ્ત થયેલા લોકો રાજયમાં કોરોનાના કેરીયર ન બને તે તંત્ર મોટો પડકાર રૂપ બન્યો છે. આ લોકો રાજયનાં અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ફેલાઈ ચૂકયા હોય તેમને શોધી કાઢવા તંત્ર માટે કપરૂ કાર્ય બન્યું છે. જે માટે આરોગ્ય તંત્રની મદદમાં રાજયનું પોલીસ તંત્ર પણ કામે લગાવવામાં આવનારૂ છે. દરમિયાન કેન્દ્રીય એજન્સીઓએ અંદાજે ૧૫૦૦ લોકોની યાદી આપી છે. તે બધાની મોબાઈલ ટાવર સહિતના ટેક્નિકલ ડેટાના આધારે દિલ્હી કનેક્શન શોધી

કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. ગુજરાતમાંથી  કુલ ૭૨ તબલીગી જમાતના લોકોએ દિલ્હી સ્થિત નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપી હતી.અમદાવાદમાં ૩૪ લોકોની ઓળખ કરાઇ છે જેમાં ૨૭ જણાં તો ઉત્તરપ્રદેશના લોકો છે જે પ્રચારક તરીકે કામ કરી રહ્યાં છે. દરિયાપુરમાં આ બધાય લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી જેમાં કોઇને ય કોરોનાના લક્ષણો નથી. આ ઉપરાંત ભાવનગરમાં ૨૦ ,મહેસાણામાં ૧૨,બોટાદમાં ૪ અને નવસારીમાં બે લોકોની ઓળખ કરી કવોરન્ટાઇન કરાયા છે. બનાસકાંઠામાં ૧૭ લોકો દિલ્હી મરકઝથી પરત ફર્યા હોવાની માહિતી સાંપડી છે જેના પગલે પોલીસ અને જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સુરતમાં ૪૩ લોકોની ભાળ મળી છે જે દિલ્હી મરકઝથી પરત ફર્યા છે. હજુય ૧૦ લોકોની શોધખોળ જારી રહી છે. આ બધાયને કવોરન્ટાઇન કરાયા છે. વલસાડથી પણ ૧૦ તબલીગી દિલ્હી ગયાની માહીતી મળી છે. આ ઉપરાંત નસવાડી,બિલીમોરા અને જલાલપુરમાંથી લોકો દિલ્હી મરકઝ પર ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. વડગામના બદરગઢમાં દિલ્હી ગયેલાં પાંચ લોકોને કવોરન્ટાઇન કરાયાં છે. વડોદરામાં ય પાચ લોકોને શોધીને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.દિલ્હી ગયેલાં ૯૨ લોકોની યાદી તૈયાર કરાઇ છે. આ બધાયને ઘરમાં જ રહેવાં સૂચના અપાઇ છે.રાધનપુરમાં આઠ લોકોને કવોરન્ટાઇન કરાયાં છે કેમ કે તેઓ દિલ્હીથી પરત ફરી રહ્યા હતાં.મહેસાણામાં ય ૧૨ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા છે. જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૭ જણાને ઓળખી લેવાયા છે જે દિલ્હીથી હમણાં જ પરત ફર્યા છે.તે પૈકી ૧૧ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી નજર રાખવામાં આવી રહી છે.આ બઘાય લોકોમાં કોરોનાના કોઇ ચિહ્નો નથી.રાજકોટ જિલ્લામાં ય ૩૫ લોકોની મેડિકલ તપાસ કરાઇ છે. આ બધાય દિલ્હીથી પરત ફર્યા હોવાથી આરોગ્ય વિભાગે ટ્રેસ કરીને કવોરન્ટાઇન કરવા આદેશ કર્યો છે.પાવી જેતપુરમાં બે વ્યક્તિ, રાજપારડીમાં ય દિલ્હી ગયેલાં ૧૦૭ લોકોને કવોરન્ટાઇન કરાયાં છે કેમ કે, આબધાય લોકો નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર ગયા હતાં.  દરમિયાન, રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું  કે, દિલ્હી મરકઝ પરથી આવેલા લોકોનુ ટ્રેસિંગ જારી છે. આમ છતાંય કોઇ નાગરિક મરકઝ કે અન્ય સ્થળેથી આવ્યા હોય તો તે સામે ચાલીને આરોગ્ય વિભાગ અથવા પોલીસનો સંપર્ક કરે.જો પાછળથી જાણ થશે તો જે તે વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જેહાદી પ્રવૃતિ સામે ગુપ્તચર તંત્ર ઉણું ઉતર્યુ!

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી સામે લોક ડાઉન કરી ચેપને આગળ વધતો અટકાવવા ભગીરથ પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે દિલ્હીના નિઝામુદીન ખાતે મસ્જીદમાં તબ્લીગ જમાત દ્વારા યોજાયેલા મરકજમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશના લોકો ઉપસ્થિત રહ્યા હોવાથી કોરોનાનો ચેપ વધ્યાનું તંત્ર દ્વારા સ્વિકારવામાં આવ્યું છે. ત્યારે તબ્લીગ જમાત દ્વારા યોજાયેલી કાર્યક્રમ અંગે સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી કેમ અંધારામાં રહ્યા તે અંગે સવાલ થઇ રહ્યો છે. ગુપ્તચર તંત્ર દ્વારા તબ્લીગના કાર્યક્રમો અંગેની રજેરજની માહિતી એકઠી કરી તંત્રને આપવાની હોય છે અને જેહાદી પ્રવૃતિ કરવામાં આવે છે કે કેમ તે અંગેની વિશેષ ધ્યાન આપવામાં આવતુ હોવા છતાં ગુપ્તચર તંત્રએ કયાં થાપ ખાધી તે અંગે પણ છાનભીન થઇ રહી છે. કેટલાક જેહાદીઓ દ્વારા કોરોના કંઇ રીતે વધુને વધુ પસરે તે અંગેના પ્રયાસો થઇ રહ્યાની તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.