Abtak Media Google News

ડો.મુખર્જીને હેડનો ચાર્જ આપવા અથવા ભવનના જ અન્ય અધ્યાપકોને કાર્યભાર આપવા વિદ્યાર્થીઓની માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં પીએચ.ડીમાં બે છાત્રાને પાછલા બારણે પ્રવેશ મુદ્દે ડો.ડોડીયા અને પીએચ.ડી પર્વેશમાં અનિયમિતતા મુદ્દે ડો. મુખર્જીને કુલપતિએ શો-કોઝ નોટિસ ફટકારી અને ડો.મુખર્જી પાસેથી હેડશીપ છીનવી લીધી. ત્યારબાદ હોમસાયન્સ ભવનના વડા ડી.નીલાંબરી દવેને અંગ્રેજી ભવનનો ચાર્જ સોંપતા આજે અંગ્રેજી ભવનના વિદ્યાર્થીઓએ શેક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો હતો અને ડો.મુખર્જીને ફરી હેડ બનાવવા માંગ કરી હતી.

યુનિવર્સિટીનું અંગ્રેજી ભવન છેલ્લા ૧ વર્ષથી વિવાદોમાં ઘેરાયેલું છે ત્યારે ગત વર્ષે પીએચ.ડીમાં બે વિદ્યાર્થીનીને પાછલા બારણે પ્રવેશ આપવાના કથિત બનવામાં તત્કાલીન વડા ડો.જયદીપસિંહ ડોડીયાને કુલપતિએ શો-કોઝ નોટિસ ફટકારી અને પીએચ.ડીના કોર્ષવર્કની પરિક્ષામાં સગર્ભા વિદ્યાર્થીની હાજર હોવા છતાં ગેરહાજર બતાવવામાં આવી અને પીએચ.ડીમાં વિદ્યાર્થીઓના મોડા રજિસ્ટ્રેશન કરવા મામલે હાલ ના અધ્યક્ષ ડો.સંજય મુખર્જીને પણ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી અને ત્યારબાદ ડો.સંજય મુખર્જી પાસેથી હેડશીપ લઈ લેવામાં આવી અને ગત તારીખ ૧૫મીએ અંગ્રેજી ભવનના હેડનો ચાર્જ હોમસાયનસ ભવનના હેડ ડો.નિલાંબરી દવેને સોંપવામાં આવ્યો. જો કે ચાર્જ મળતાં જ ડો.દવેની તબિયત નાદુરસ્ત થઈ જતા તેઓ રજા પર ઉતરી ગયા હતા જો કે આજે ડો.દવેએ અંગ્રેજી ભવનના ચાર્જ લીધો તે સાથે જ એમ.એના ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ શેક્ષણિક કાર્ય નો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરી ગયા અને ડો.મુખર્જીને જ ફરી અંગ્રેજી ભવનના હેડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

વિદ્યાર્થીઓની સાથે હડતાળમાં જોડાતા અધ્યાપકો સામે શિસ્તભંગના પગલાં લેવાશે: કુલપતિ પેથાણી

કુલપતિ પેઠાણી જણાવે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનનો ચાર્જ ડો.દવેએ લેતા ભવનના પૂર્વ અધ્યક્ષ ડો.સંજય મુખર્જી, પ્રો.ડો.કમલ મહેતા અને અન્ય એક મહિલા અઘ્યાપક હડતાલ પર ઉતરી ગયા અને શેક્ષણિક કાર્યનો બહિષ્કાર કરવામાં વિદ્યાર્થીઓનો પણ સાથ આપ્યો. જે યોગ્ય ન હોય જેથી હડતાલ પાર ઉતરતા અદયાપકો સામે શિસ્તભંગના પગલાં લેવાશે.

શેક્ષણિક કાર્યનો બહિષ્કાર કરી હડતાલ પર ઊતરવું યોગ્ય નથી: ડો.ડોડીયા

યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો.મુખર્જી પાસેથી હેડશીપ લઈ ડો.દવેને આપી તે મુદ્દે હડતાલ કરવા ડો.કમલ મહેતાએ જણાવ્યું હતું પરંતુ હું એવું માનું છું કે વિદ્યાર્થીઓના શેક્ષણિક કાર્યનો બહિષ્કાર કરી હડતાલ પાડવી એ યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.