શકિતપીઠની ઉત્પતિની કથા

પૂરાણકથા અનુસાર પ્રજાપતિ દશ રાજાએ એક મહાયજ્ઞ કર્યો આ યજ્ઞમાં તેમણે સમગ્ર દેવી દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને રાજાઓને નિમંત્ર્યા હતા. પરંતુ આ યજ્ઞમાં તેમણે તેમની પુત્રી સતી અને જમાઈ શિવજીને જાણી જોઈને નિમંત્રણના આપ્યું. કારણ કે દક્ષ રાજાને લાગ્યું કે ચાદ બ્રહ્માંડના દેવતાઓ આવશે ને મારા જમાઈ શિવજીનું ભયંકર સ્વરૂપ ગળે વીંટાળેલો સાપ, આખા શરીરે ચોળેલી ભસ્મ, વાઘાબર અને ખૂલ્લી જટા સાથે આવેલા જોશે તો તેમની હાંસી ઉડાડશે અને તેમની આબરૂને પણ હાની પહોચશે. આમંત્રણ વગર યજ્ઞમાં ના જવાય. આથી શિવજી તો ના ગયા, પરંતુ સતી દક્ષની પુત્રી હોવાને કારણે વગર આમંત્રણે પિતાના ઘરે મળવા જવા માટે તૈયાર થયાં દેવી સતીને પિતાના ઘરે કોઈ આદર સત્કાર ન મળતા તેમજ પોતાના પતિને આમંત્રણ ન મળતા ખૂબજ ક્રોધિત થટા અને આ સતએ બ્રહ્મા, વિષ્ણુ અને સમગ્ર દેવી દેવતાઓની હાજરીમાં યજ્ઞની વેદીમાં પોતાનો દોહ હોમી દીધો. તેને કારણે સમગ્ર હાહાકાર મચી ગયો.

પોતાની પત્નીએ યજ્ઞમાં દેહ હોમી દીધાની જાણ થતા જ. શિવજી યજ્ઞ મંડપમાં આવી પહોચ્યા અને દેવી સતીના નશ્ર્વર દેહને લઈને અતિ ક્રોધ સાથે તાંડવ નૃત્ય કરવા લાગ્યા શિવજીના આ તાંડવને કારણે બ્રહ્માંડનો વિનાશ નકક હતો. સમગ્ર બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું આ જોઈને બધાજ દેવો ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે દેવાધિદેવ શિવજી જો ક્રોધિત થઈને પોતાનું ત્રીજુ નેત્ર ખોલશે તો ત્રણે લોકનો નાશ થશે. આથી દેવતાઓ શિવજી તાંડવ રોકે અને શાંત થાય તે માટેના ઉપાયો વિચારવા લાગ્યા અંતે બધાએ ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ફરતું મૂકયું. આ ચક્ર સતી માતાના નશ્ર્વર દેહના ટુકડા કરવા લાગ્યું. પરંતુ તેમ છતાં શિવજીએ તાંડવ ચાલુ રાખ્યું. તે દરમ્યાન માતાજીનાં દેહના ટુકડા પૃથ્વી પર જયાં જયાં પડયા અને તે બધી જ જગ્યાઓ શકિતપીઠ બન્યા. સતીનો દેહ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ જતા શિવજીનો સતી પ્રત્યેનો મોહ અને ક્રોધ ઓછો થયો. શિવજી અંતે શાંત થયા. માતા સતીના દેહના ટુકડા જયાં પડયાં ત્યાં ઉર્જા શકિત સ્થાપિત થઈ બાવન ટુકડા પડયા જેનાથી બાવન શકિતપીઠની રચના થઈ. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને બહુચરાજીમાં શકિતપીઠ આવેલી છે

Loading...