દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્ર નાયકોની કથા એમેઝોનની ‘વિસરાયેલી સેના’માં

341

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ભવ્ય ગાથા ઉજાગર થઇ

ભારતની આઝાદીના સંધર્ષની અને સ્વતંત્રતાની આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે આપણે નેતાઓની વિચારધારા કે જેમણે આજે જે દેશ જોઇએ છે તેની રચના માટે આપણે નાયકોએ કેવી દેશભકિત દાખવી છે તેને યાદ કરવી જોઇએ.

આઝાદીના સંગ્રામની ઘણી વાતો રાજનેતાઓના બલિદાન અને સ્વતંત્રસેનાનીઓની બલિદાનની ગાથાઓ આપણને કહેવામાં આવે છે. આવી જ એક વાત ભારતીય શસ્ત્રદળ કે જેની રચના ૧૯૪૭માં થઇ હતી અને બીજા વિશ્ર્વયુઘ્ધમાં તેણે અહમ ભુમિકા ભજવી હતી. આ સૈનિકોએ આપણાં સ્વતંત્ર સંગ્રામમાં સંઘર્ષમય ભુમિકા ભજવી હતી. તેની વીરગાથા જગત સમક્ષ એમેઝોન પ્રાઇમના ફરગોટન આર્મી  એટલે કે વિસરાયેલી સેનાના શિર્ષક હેઠળ જગત સમક્ષ પ્રકાશિત થઇ છે.

ફરગોટન આર્મીમાં સિંગાપુરમાં રહેતા સૈનિકો કે જે ભારતના સ્વતંત્ર સંગ્રામની સૈન્ય પાંખે બનવા માટે તાલીમ લીધી હતી તે અંગેની વાત કરવામાં આવે છે આ હકિકતે ભારતની સ્વતંત્ર સંગ્રામ માટેની એક ભવ્યગાથા ઉજાગર કરી છે.

ભારતની બીજા વિશ્ર્વ યુઘ્ધની ભૂમિકા જયારે આપણે બીજા વિશ્ર્વ યુઘ્ધની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે હિટલર અને તેના નરસંહાર અને જુલ્મો સિતમ અને જાણાની સૈનિકોની વીરગાથાની વાતો કરીએ છીએ પરંતુ ઘણા લોકો જાણતા નથી કે વિશ્ર્વ યુઘ્ધ બીજામાં ભારતની ભુમિકા શું હતી?

બીજા વિશ્ર્વયુઘ્ધમાં ભારતીય સૈન્ય બ્રિટીશ હકુમત માટે લડતું હતું અને ૮૭૦૦ સેનિકો જેમાં આજનું પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ અને ભારતના સૈનિકાએ સમયગાળામાં ભોગ લેવાયો હતો. આ સમયગાળો એ હતો કે ત્યારે પણ ભારતીય સૈનિકોમાં રાષ્ટ્રવાદની ભાવના ધગધગતી હતી. અને ગ્રેટ બ્રિટનની હકુમત સામે રાષ્ટ્રવાદના મુદ્દે અનેક તરફ ખળભળાટ મચાવતા હતા. બીજા વિશ્ર્વ યુઘ્ધ વખતે ભારતીય સૈન્ય બ્રિટીશ તરફે યુઘ્ધ મોરચે લડતું હતું. તેવા સમયમાં પણ ભારતના સૈનિકોમાં દેશદાઝનું જવાળામુખી ધગધગતો હતો.

બ્રિટિશ કોમપલેલ્થ ફોર્સમાં સામેલ સૈનિકો અને યુઘ્ધ કેદીઓ દ્વારા સૌપ્રથમ ભારતની રાષ્ટ્રસેનાના રચના કરવામાં આવી હતી.

પ્રથમ રાષ્ટ્રીય ભારતીય સેનાનું નિર્માણા પ્રથમ ભારતીય સેનામાં સંભવિત રીતે ૪૦,૦૦૦ સૈનિકોની ભરતી થઇ હતી. અને તેની રચના એપ્રિલ-૧૯૪૨ માં થઇ હતી. જાપાનના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું હતું.

સિંગાપુરને શરણે લાવવા માટે મલાયન ઝુંબેશના સમયગાળા દરમિયાન મોહનસીંગ કે જેઓએ ભારતીય યુઘ્ધ કેદીઓને તાલીમ આપીને બ્રિટિશ રાજ સામે લડવા માટે એકત્રિત કર્યા હતા.

ડિસેમ્બર-૧૯૪૨માં આ સેનાનું વિલિનીકરણપ કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ આ સેનાઓ વિશ્ર્વના સૈન્ય ઇતિહાસમાં પોતાનું નામ કાયમી ધોરણે અંકિત કરી નાંખ્યું હતું. મોહનસીંગ અને રાષ્ટ્રવાદી નેતાઓના મતભેદની આ ઘટના રાઝબિહાર બોઝ દ્વારા નોંધવામાં આવી હતી.

ભારતીય સેનાનું બીજું ગઠના

રાઝ બિહારી બોઝ દ્વારા સ્વતંત્ર  સંગ્રામને વધુ દઢપણે આગળ વધારવા માટે કવાયત હાથ ધરીને ભારતીય રાષ્ટ્રસેનાનું ગઠન કરવા માટે સુભારચંદ્ર બોઝને મદદરૂપ થયા જુલાઇ-૧૯૪૩ ના રોજ ૧૨૦૪૦ સૈનિકો અને હજારો અન્ય લોકો આ અભિયાનમાં જોડાયા હતા. મહિલા સૈનિકોના અલગ રચના કરવામાં આવી જેનું નેતૃત્વ લક્ષ્મી સેહગલે કરીને બ્રિટીશ કાયદોઓ સામે લડત આપવા મહિલાઓને શેરીઓમાં ઉતારવામાં આવી હતી.

ર૩ ઓકટોબર ૧૯૪૩ ના રોજ આઝાદ હિન્દ ફોજની જાહેરાત કરવામાં આવી અને બ્રિટન અને અમેરિકા સામે જંગે ચડી આ જાહેરાતના પગલે ભારતીય સેના જાપાનના દળો સામે ભળી અને આ યુઘ્ધ કોહિમાના યુઘ્ધ તરીકે વિશ્ર્વ પ્રસિઘ્ધ થયું.આઝાદ હિન્દ ફોજે ભારતની સ્વતંત્રતા માટે મહત્વનું યોગદાન આપ્યું હતુઁ. પરંતુ આજે તે વિસરાઇ રહ્યું છે. કબીરખાન દ્વારા ઓજલ રહેલીઓ હકિકતોને ફોરટેટન આર્મીમાં તાદ્રશ્ય કરવામાં આવી છે.

આ નાયકો કે જેમણે પોતાના દેશ માટે જે સંધર્ષ કર્યો હતો. તેની પોતાના દેશને પણ ખબર ન હતી. ર૬મી જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ ઉપર ધ ફરગોટન હિરોની આ શ્રેણીમાં ભારતીય સેનાના નાયકોનો રાષ્ટ્રપ્રેમ ભરતાં સંઘર્ષ અને બલિદાન ની ગાથા રજુ કરવામાં આવી છે. આ શ્રેણીમાં વિકિ કૌશલના ભાઇ શનિ કૌશલ ભમિલા પાત્ર સરવરી વાઘ સાથે મુખ્ય પાત્રમાં દેખાશે.

ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પોતાના ઓજલ યોગદાન આપનાર રાષ્ટ્રીય નાયકોના બલિદાનની આ ગાથામાં દેશ માટે કેવી રીતે સ્વાયત પોત પોતાની રીતે સંઘર્ષ કરીને સ્વતંત્ર સેનાનીઓએ આઝાદીનો માર્ગ કંડારિયો તેની કથા દર્શાવવામાં આવી છે. ફોરગોટન આ શ્રેણીમાં બીજા વિશ્ર્વયુઘ્ધ વખતની અનેક વિરતા ભરી ગાથાઓ અને હકીકતોને આવરી લેવામાં આવી છે. આ સીરીઝ જોનારને રાષ્ટ્રનેતાઓના બલિદાન દેશપ્રેમ ઉજાગર કરવાની તક મળશે.

Loading...