Abtak Media Google News

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યા બાદ માર્કેટમાં તરલતા વધવાની શકયતાને લઈ શેરબજારમાં તેજી બાદ માર્કેટ સ્થિર

સપ્તાહનાં અંતિમ ટ્રેડિંગ દિવસ શુક્રવારે શેરમાર્કેટ ઉછાળા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એકસચેન્જનાં મુખ્ય સુચકાર સેન્સેકસ ૧૯૦.૭૨ અંક એટલે કે ૦.૫૦ ટકાનાં વધારા બાદ ૩૮,૦૭૧.૧૨નાં સ્તરે ખુલ્યો હતો અને નિફટી ૩૬.૭૫ પોઈન્ટ અને ૦.૩૩ ટકાનાં વધારા પછી ૧૧,૨૭૧.૩૦ પર ખુલ્યો હતો. સતત બીજા દિવસે શેરબજારમાં પ્રારંભિક ઉછાળો થયો હતો જોકે બાદમાં ઘટાડો જોવા મળયો હતો. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યા બાદ માર્કેટમાં તરલતા વધવાની શકયતાને લઈ શેરબજારમાં તેજી બાદ માર્કેટ સ્થિર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, શરૂઆતનાં પ્રારંભિક તબકકે સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યું હતું જોકે હાલની પરિસ્થિતિ મુજબ સેન્સેકસ ૭૨ પોઈન્ટ ઘટીને ૩૭,૯૫૩ અને નિફટી ૨૧ પોઈન્ટ ઘટીને ૧૧,૨૫૫ ઉપર જોવા મળી રહી છે. આ ઉપરાંત મોટા શેરની વાત કરવામાં આવે તો આજે ઈન્ફોર્સીસ, ટાટા સ્ટીલ, ઓલ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંકનાં શેર ઉછાળા સાથે ખુલ્યા છે બીજી તરફ ઈસીએસ ટેક મહિન્દ્રા, આઈઓસી ભારતી એરટેલ, એચસી એરટેલ, રિલાયન્સ, સનફાર્મા અને એનટીપીસી શેર ઘટતા જોવા મળ્યા હતા.

સવારે ૯:૧૦ કલાકે શેર માર્કેટ લીલા નિશાન ઉપર હતું. સેન્સેકસમાં ૧૧૪ પોઇન્ટનો ઉછાળો અને નિફટીમાં ૨૩.૧૫ અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. ડોલર સામે આજે ૨૪ પૈસાની ઉલટ પછી રૂપિયો ૭૦.૮૩ પર ખુલ્યો હતો. પાછલા ટ્રેડીંગ દિવસે ૭૧.૬નાં સ્તરે બંધ રહ્યો હતો જોકે શેરબજારમાં સતત ત્રીજા દિવસે પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.