Abtak Media Google News

સેન્સેકસમાં ૧૦૦૦ સુધીનો જબ્બર ઉછાળો: ચાલુ સપ્તાહે તેજીનો તોખાર યથાવત રહે તેવી સંભાવના: તમામ

સેકટરલ ઈન્ડેક્ષ ઉંચકાયા: અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૦ પૈસા મજબૂત બનતા બજારમાં તેજીને બળ મળ્યું

લોકસભાની ચૂંટણીના સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે દેશની અલગ અલગ એજન્સીઓ અને ન્યુઝ ચેનલો દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલમાં એવા તારણો આપવામાં આવ્યા છે કે, કેન્દ્રમાં ફરી પૂર્ણ બહુમત સાથે ભાજપ પ્રેરીત એનડીએની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલના તારણોને આજે ભારતીય શેરબજારે સહર્ષ વધાવી લીધા હોય તેમ સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. ચાલુ સપ્તાહે શેરબજારમાં તેજીનો તોખાર યથાવત રહે તેવી સંભાવના પણ જણાય રહી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ ૯૬૪ પોઈન્ટ અને નિફટી ૨૮૪ પોઈન્ટ ઉંચકાતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. છેલ્લા ઘણા દિવસથી માર્કેટમાં ચાલી આવતી મંદી બાજ આજે તોતીંગ ઉછાળો આવતા બજારમાં મોટાભાગના સેકટરલ ઈન્ડેક્ષ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. લોકસભાની ૫૪૩ પૈકી ૫૪૨ બેઠકો માટે અલગ અલગ સાત તબકકામાં યોજાયેલા મતદાન ગઈકાલે પૂર્ણ થયા બાદ ખાનગી ન્યુઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામનો એક્ઝિટ પોલ પ્રસિધ્ધ કરાયો હતો. મોટાભાગના એક્ઝિટ પોલના એવા તારણો મળ્યા છે કે, કેન્દ્રમાં ફરી પૂર્ણબહુમત સાથે એનડીએની સરકાર બની રહી છે અને નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન પદે આરૂઢ થશે. કેન્દ્રમાં મજબૂત અને સ્થિર સરકાર આવતી હોવાના કારણે બજારમાં તેજીનો તોખાર સર્જાયો છે.

ઉઘડતી બજારે સેન્સેકસમાં ૯૦૦થી વધુ અને નિફટીમાં ૨૫૦થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો તો અમેરિકી ડોલર સામે પણ આજે ભારતીય રૂપિયો ૬૦ પૈસા મજબૂત બનતા ડોલરની સપાટી ૬૯.૬૨ આવી પહોંચી જવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૩૦ કલાકે સેન્સેકસ ૯૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૮૪૯ અને નિફટી ૨૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૮૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. મોટાભાગના ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં કામકાજ કરી રહ્યાં છે. આગામી રવિવારે લોકસભાની તમામ ૫૪૩ બેઠકો માટે મત ગણતરી હાથ ધરવાની હોય પરિણામ સુધી બજારમાં તેજીનો દોર યથાવત રહે તેવી સંભાવના પણ જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.