પડધરીના ખોડાપીપર ગામે વલ્લભભાઇ પટેલ અને વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ચેતનાબેન રાદડીયાની રકતતુલા

ખેડૂત, ખેતી અને ગામડાના ઉત્કૃષને જીવનમંત્ર બનાવી સહકારી પ્રવૃતિ થકી સૌરાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપનાર પૂર્વ મંત્રી અને સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની જન્મજયંતિના અવસરે પડધરી તાલુકાના ખોડાપીપર ગામે લેઉવા પટેલ સમાજના પરિસરમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ અને પૂર્વ મંત્રી અને સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાના અનાવરણ સહિત કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને ચેતનાબેન રાદડીયાની રકતતુલા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય લલીતભાઇ કગથરાએ સહકારી પ્રવૃતિમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના અવિસ્મરણીય યોગદાનને બિરદાવતા સહકારી પ્રવૃતિ થકી વિકાસનો માર્ગએ સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાાવ્યું હતું. આ તકે રાજકોટ ડેરીના  ચેરમેન  દિલીપભાઇ રાણપરીયા, રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર વી.એમ. સખિયા, સહકારી પ્રવૃતિના અગ્રણીઓએ આ તકે પ્રાસંગીક પ્રવચનો આપી ઉપસ્થિત સૌને સ્વ. વિઠ્ઠલભાઇના સહકારી પ્રવૃતિના નોંધપાત્ર પ્રદાન અને વિકાસ કાર્યોથી અવગત કર્યા હતા. આ પ્રસંગે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની જન્મજયંતિ નિમિત્તે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ચેતનાબેન રાદડીયાની રકતતુલા યોજાઇ હતી. જેમાં એકત્ર થયેલ રકતને બ્લડબેંકને અર્પણ કરાયું હતું. આ ઉપરાંત સંસ્થાના પરીસરમાં મંત્રી રાદડીયાએ વૃક્ષારોપણ કર્યુહતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું  પુષ્પહાર અને ઉષ્માવસ્ત્ર વડે સ્વાગત અગ્રણીઓ દ્વારા કરાયુંહતું. આભારદર્શન બેંકના ડિરેકરટર પ્રકાશભાઇ પીપળીયા દ્વારા કરાયું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, રાજકોટ ડેરીના ચેરમેન દિલીપભાઇ રાણપરીયા, બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, ડિરેકટર ડાહ્યાભાઇ પટેલ, અગ્રણી ડો.રણછોડભાઇ પીપળીયા, પી. જે. પીપળીયાસહિત બેંકના ડિરેકટરો અને મોટી સંખ્યામાં સહકારી સંસ્થાના અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...