Abtak Media Google News

૩૦ પ્લસથી ૯૦ પ્લસ કેટેગરીના સ્પર્ધકો જોડાશે

માસ્ટર્સ એથ્લેટીકસ એસોસીએશન દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે આગામી ડિસેમ્બર માસમાં સૌપ્રથમવાર ગુજરાત રાજય માસ્ટર્સ એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૧૮નું આયોજન કરવામાં આવનાર છે. દ્વારકામાં ૧૪-૧૫-૧૬ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર આ માસ્ટર્સ ચેમ્પીયનશીપમાં ૩૦ પ્લસથી લઈને ૯૦ પ્લસ સુધીની ઉંમર ધરાવતી કેટેગરીમાં અલગ-અલગ એથ્લેટીકસની રમતોમાં ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે.

સ્થાનીય ઓખામંડળ પંથકના અલગ-અલગ કેટેગરીમાં રમવા ઈચ્છુક માસ્ટર્સ ખેલાડીઓએ સ્થાનીય કક્ષાથી એન્ટ્રી ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે દ્વારકા ખાતે ચેતનભાઈ જિંદાણી (ક્રિષ્ના ગારમેન્ટસ) મો.૯૮૨૪૫ ૯૪૧૮૩, મીઠાપુર ખાતે અલ્તાફભાઈ જુણેજા મો.૯૯૨૪૯ ૬૧૭૯૧નો સંપર્ક સાધી એન્ટ્રી ફોર્મ મેળવી તેમજ તા.૩/૧૧/૨૦૧૮ સુધીમાં એન્ટ્રી ફોર્મ જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ વિગત માટે તેમનો સંપર્ક સાધી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.