Abtak Media Google News

ખેલ મહાકુંભ-૨૦૧૬ ના વિજેતાઓની સમર કેમ્પ દરમિયાન વૈજ્ઞાનિક ઢબે શારિરીક ક્ષમતાની ચકાસણી રાજય કક્ષાના હોકી અને બેડમીન્ટનના ૧૫૦ વિઘાર્થીઓ રાજકોટ ખાતે તાલીમ લેશે

ગુજરાત રાજયમાં ખેલ અને રમતગમત પ્રત્યે ખેલાડીઓની રસ ‚ચી વધે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરે તે હેતુથી રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી લાખો ખેલાડીઓ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લે છે. જેમાંથી વિજેતાઓને વિશેષ ટ્રેનીંગ આપવા સરકાર દ્વારા નવતર અભિયાન ‚પે સમર કેમ્પનું આયોજન કરી વિજેતા ખેલાડીઓને રાજય સરકાર એકસપર્ટ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ગણવેશ, નિભાવ ખર્ચ અને અન્ય વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરી આપવામાં આવે છે.

ખેલ મહાકુંભ ૨૦૧૬ના અન્ડર ૯,૧૧,૧૪,૧૭ વય જુથમાં તાલુકા, જીલ્લા અને રાજયકક્ષાએ પ્રથમ, દ્વીતીય, અને તૃતીય ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળા ખેલાડીઓ માટે રાજય કક્ષાએ જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ ઉનાળાના વેકેશન દરમ્યાન ખેલે ગુજરાત અંતર્ગત સમર કેમ્પનું આયોજન રાજયના રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

રાજય કક્ષાની કુલ ૨૬ રમતો હોકી, ફુટબોલ, સ્વીમીંગ, ટેકવોન્ડો,યોગા, કરાટે, જીમ્નાસ્ટીકસ, વોલીબોલ, આર્ચરી, ખોખો, બેડમીન્ટર, બાસ્કેટબોલ, કુસ્તુ, ટેબલ ટેનીસ, સ્કેટીંગ, સાયકલીંગ કબડ્ડી, એથ્લેટીકસ, હેન્ડબોલ, શુટીંગ, કેનોઇન, ટેનીસ, જુડો, બોકિસગ, ચેસ તેમજ ફેન્સીંગના ખેલાડીઓની વિશે વૈજ્ઞાનિક ઢબે શારીરીક ક્ષમતાની ચકાસણી કરી ઉત્કૃષ્ઠ ખેલાડીઓમાંથી અત્યંત પ્રભાવશાળી ખેલાડીઓને રાષ્ટ્રિય કક્ષાએ સ્પધામાં મોકલાશે.

રાજય કક્ષાના હોકી અને બેડમીન્ટરના ૨૦૯ વિઘાર્થીઓ રાજકોટ ખાતે ૧૧ મે થી ૩૧ મે દરમ્યાન તાલીક લેશે. હોકીમાં ૧૨૫ બહેનો રાજકોટ મહાનગરપાલીકાના રેસકોર્સ ખાતે આવેલ મેદાન પર જયારે બેડમીસ્ટનમાં ૧ર ભાઇઓ અને ૧૩ બહેનો જયોતિ સીએનસી ખાતે ટ્રેનીંગ લેશે. જીલ્લા કક્ષા તેમજ મહાનગરપાલીકા કક્ષાનો સમર કેમ્પ તા.૧ મે થી ૧૦ મે દરમ્યાન ૧૦ દિવસ માટે યોજાશે.

જીલ્લા કક્ષાના કેમ્પમાં ૧પ ભાઇઓ અને ૧પ બહેનો મળી કુલ ૩૦ ખેલાડીઓને પ મુખ્ય રમતની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવશે. જયારે મહાનગરપાલીકા કક્ષાએ ૩૦ ભાઇઓ અને ૩૦ બહેનો મળી કુલ ૬૦ ખેલાડીઓને ૧૦ મુખ્ય રમતની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવશે. જીલ્લા કક્ષાએ ૧૫૦ તેમજ મહાનગરપાલીકા કક્ષાએ ૬૦૦ ખેલાડીઓને રાજય સરકાર દ્વારા વિશેષ ટ્રેનીંગ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.