Abtak Media Google News

કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની કટીબધ્ધતાને સફળતા

પોતાના વિસ્તારના વિકાસ માટે તેમજ લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા  જવાહરભાઈ ચાવડા કેબિનેટ મંત્રી બન્યા બાદ આ વિસ્તારના વિકાસમાં ઝડપી સુધારો  લાવી આ વિસ્તારમાં પ્રથમ વખત જ રૂ.  ૩૮.૭૭ કરોડના માર્ગ મકાનના કામો મંજૂર કરાવી જવાહર ભાઈ એ પોતાની વિસ્તાર પ્રત્યેની પ્રતિબદ્ધતા સિદ્ધ કરી છે.માણાવદર વિધાનસભા મત વિસ્તાર ધરાવતા માણાવદર વંથલી અને મેંદરડા તાલુકાના રૂ ૩૮.૭૭ કરોડના રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર થતા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

7537D2F3 1

માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જૂનાગઢ જિલ્લાના વિધાનસભા મત વિસ્તાર માં કાચા રોડમાંથી ડામરના નવા રસ્તા બનાવવા માટે માણાવદર તાલુકાના દેશીંગા-ચિખલોદ્રા રોડ માટે ૧૬૦ લાખ, બાંટવા – સીતાણા રોડ માટે ૨૩૦ લાખ તેમજ વંથલી તાલુકાના રાયપુર-સોડવદર રોડ માટે ૧૧૩ લાખ, કણજડી-ખોખરડા રોડ માટે ૨૧૫ લાખ, ભાટીયા-થાણાપીપળી રોડ માટે ૩૨૦ લાખ તેમજ મેંદરડા તાલુકાના અરણીયાળા-ઢાંઢાવાડા રોડ માટે રુ. ૧૫૩ લાખ મંજુર કરવામાં આવેલ છે.

૭ વષર્થી રીકારપેટ ન થયેલ રસ્તા રીકારપેટ કરવાની કામગીરી માટે વંથલી તાલુકાના મોહબતપુર પાટિયા થી ગાંઠીલા ઉમિયા ધામ મંદિર સુધી ૬૦ લાખ, ટીનમસ એપ્રોચ રોડ ૪૦ લાખ મોટાકાજલીયાળા-થાણાપીપડી રોડ ૯૫ લાખ,  બંટીયા-છત્રાસા ૯૦ લાખ, સાતલપુર એપ્રોચ રોડ ૫૦ લાખ તેમજ મેંદરડા તાલુકાના  સમઢીયાળા એપ્રોચ રોડ ૩૨ લાખ નાગલપુર-સદભાવનગર રોડ ૨૬ લાખ, અમરગઢ –  લીલવા – પાટરામા રોડ ૩૦૪ લાખ,  પાટરામાં એપ્રોચ રોડ ૬૦ લાખ,  પાટરામા – ચાંદ્રાવાડી રોડ  ૫૫ લાખ મંજુર કરવામાં આવેલ છે.

૧૦ વર્ષથી રીકારપેટ ન થયેલ રસ્તાને રીકારપેટ કરવાની કામગીરી માટે માણાવદર તાલુકાના બોડકા-ગઢવીપરા રોડ રુ. ૧૧૦ લાખ, નાનડીયા-સીતાણા રોડ રુ. ૨૯૦ લાખ, બાંટવા-દડવા રોડ રુ. ૧૫ લાખ તેમજ મેંદરડા તાલુકાના આલીધ્રા એપ્રોચ રોડ રુ. ૨૧ લાખ, અમરાપુર-ચાંદ્રાવાડી રોડ રુ. ૫૬ લાખ, રાજાવાડ-ગઢાળી રોડ રુ. ૨૭ લાખ મંજુર કરવામાં આવેલ છે.

કોઝવે ની જગયાએ નવા પુલની કામગીરી માટે વંથલી તાલુકાના ઘુડવદર-વીજાપુર રોડ રુ. ૧૫ લાખ, રાયપુર વસાહત રોડ રુ. ૨૫ લાખ, થાણાપીપળી-બંધડા રોડ રુ. ૨૦૦ લાખ, મોટા કાજલીયાળા-થાણાપીપળી રોડ રુ. ૮૫ લાખ, ઇવનગર-સેલરા-લુવારસર રોડ રુ. ૪૦ લાખ, ભાટીયા-વસપડા રોડ રુ. ૧૨૫ લાખ તેમજ મોટા કાજલીયાળા-બંધડા-બોડકા-ભાટીયા-વસપડા રોડ રુ. ૨૫ લાખ મંજુર કરવામાં આવેલ છે.

રસ્તાઓ પ્હોળા કરવાના કામ માટે વંથલી તાલુકાના વાડલા-લુવારસર-ધણફુલીયા રોડ માટે રુ. ૬૫૦ લાખ, તેમજ ખુટતા નાળા પુલીયાના કામ માટે માણાવદર તાલુકાના બાંટવા-એકલેરા-સમેગા રોડમાં રુ. ૪૫ લાખ, સરાડીયા-મરમઠ-દેશીંગા રોડમાં રુ. ૫૫ લાખ, મરમઠ એપ્રોચ રોડમાં રુ. ૬૦ લાખ તેમજ વંથલી તાલુકાના મોટા કાજલીયાળા-થાણાપીપળી રોડમાં રુ. ૫ લાખ, મહોબતપુર-ભાટીયા રોડમાં રુ. ૨૫ લાખ ના કામો મંજુર કરવામાં આવેલ છે. આમ મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અન્વયે નવા રસ્તા, રીકારપેટ, પુલ તેમજ ખુટતા નાળા પુલીયાના કામો માટે રુ. ૩૮.૭૭ કરોડના કામો થતા આ વિસ્તારમાં લોકો મા આનંદની લાગણી છવાઈ છે ત્યારે આ તકે કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયતનશીલ છું અને આવનારા સમય મા પણ આ વિસ્તારનો ઝડપી અને સર્વાંગી વિકાસ થાય તે માટે હું સતત જાગૃત રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.