Abtak Media Google News

મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત

રાજ્ય સરકાર “સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અત્યંત મહત્વપૂર્ણ એવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની મશીનરી બદલવા માટેનો પ્રોજેક્ટ અને રૈયાધાર તથા જેટકો ચોકડી ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગેના બે પ્રોજેક્ટ સરકારક “અમૃત યોજના હેઠળ મંજુર કરવામાં આવેલ હોવાનું મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે જાહેર કરેલ છે.

“સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.)ની ગઈકાલે મળેલી બેઠકના એજન્ડામાં આ ત્રણ પ્રોજેક્ટ જ હતાં અને કમિટી દ્વારા આ ત્રણેય પ્રોજેક્ટને મંજુરી આપી દેવામાં આવી હતી. દરમ્યાન પોપટપરા પમ્પિંગ સ્ટેશનનની મશીનરી અપડેટ કરી તેની ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટેનો પ્રોજેક્ટ “સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.)ની હવે પછી મળનારી બેઠકના એજન્ડામાં સામેલ થશે. રૂ. ૨૨ કરોડના આ પ્રોજેક્ટ અંગે કમિટીની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

મેયર અને કમિશનર એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો પૈકી છ ત્રીસેક વર્ષ જુના હોઈ તેની પમ્પિંગ મશીનરી બદલવાની આવશ્યકતા ઉભી થઇ હતી. પમ્પિંગ મશીનરી જુનવાણી હોવાને કારણે તેમાં વિજળી ખર્ચ વધતો હતો અને પમ્પિંગ ક્ષમતા પણ ઓછી થઇ ગઈ હતી.Banchhanidhi Pani રાજકોટ મહાનગરપાલિકાએ બાબતને ગંભીરતાી ધ્યાને લઈને છ જુના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની મશીનરી બદલવા પ્લાનિંગ કરી આ પ્રોજેક્ટ રાજ્ય સરકારશ્રીની “સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.) સમક્ષ રજુ કરેલ હતો. “સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટીની ગઈકાલે મળેલી એક બેઠકમાં આ પ્રોજેક્ટની ગહન ચર્ચા થઇ હતી અને તેના નિષ્કર્ષ રૂપે કમિટી દ્વારા રૂ. ૫.૬૪ કરોડના ખર્ચનો અંદાજ ધરાવતા આ પ્રોજેક્ટને મંજુરી આપી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે છ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની મશીનરી બદલવાની આવશ્યકતા છે તેમાં, બેડીપરા પમ્પિંગ સ્ટેશન, બેડીનાકા પમ્પિંગ સ્ટેશન, ગીત ગુર્જરી પમ્પિંગ સ્ટેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ પમ્પિંગ સ્ટેશન, કાલાવડ રોડ પર ગાયત્રી મંદિર પાસેના પમ્પિંગ સ્ટેશન અને પેડક રોડ પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પમ્પીંગ મશીનરી ૧૯૮૪ થી ૧૯૯૪ના દસકા દરમ્યાન વસાવવામાં આવી હતી. આમ ત્રીસેક વર્ષ કરતા પણ વધુ સમયી કાર્યરત્ત રહેલી આ પમ્પીંગ મશીનરીની ક્ષમતામાં પણ કાળ ક્રમે ઘટાડો થયો છે, ઉપરાંત વિજળી ખર્ચમાં પણ વધારો થયો છે. જોકે “અમૃત યોજના હેઠળ આ મશીનરી બદલવામાં આવ્યા બાદ તેની ક્ષમતા થતો વધશે જ સાથોસ વિજળી ખર્ચમાં પણ બચત થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.