Abtak Media Google News

બૉલીવુડ સ્ટાર સલમાન ખાન અને જેકલીન ફર્નાડીઝનું  ફિલ્મ ‘રેસ 3’ નું ફર્સ્ટ સોંગ ‘હિરીયે’ રીલીઝ થઇ ગયું છે. ત્યારે આ સોંગને લઈને દર્શકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘રેસ 3’ના આ સૉન્ગમાં સલમાન ખાન અને જેક્લિન ફર્નાડીઝ ડિસ્કોમાં મન મૂકીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રેમો ડિસુઝાએ સલમાનને આ સોંગમાં થોડો ડાંસ કરાવવા માટેનો પ્રયત્ન કર્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલ ડાંસિંગ કરી રહેલ જેકલીન ફર્નાડીઝે એકવાર ફરીથી આ સોંગમાં પોતાના હુનરની ઓળખાણ આપી છે.

ફિલ્મ ‘રેસ ૩’ના આ ‘હિરિયે’ સોંગને મીત બ્રધર્સે  ગાયું હતું અને સંગીત પણ મીત બ્રધર્સે જ આપ્યું છે.

આ સોંગે હાલમાં ખુબ જ ધૂમ મચાવી છે તમામ ડિસ્કોમાં હાલમાં આજ સોંગ સંભડાય રહ્યું છે અને આ સોંગના તાલેજ ઝૂમી રહ્યા છે. ત્યારે ઘણા લોકોએ આ સોંગને લઈને ઘણી ટ્વિટ કરી હતી. આ ટ્વિટ દરમ્યાન જાણવા મળી રહ્યું છે કે આ સોંગ કેટલું હિટ ગયું છે. લોકોએ અનેક ટ્વિટ કરીને આ બાબતને સાબિત કરી છે..

જુઓ ટ્વિટ…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.