Abtak Media Google News

પ્રજા અને રાજકારણીઓ જેટલી એકતા દાખવશે એટલી ખરાબ અસર ઓછી થશે

આગામી તા.૨૧ને રવિવારે દેખાનાર સૂર્યગ્રહણ વખતે સાત ગ્રહો વક્રી રહેવાના હોવાથી દેશ માટે ભારે છે. જો પ્રજા અને રાજકારણીઓ એકતા દાખવશે તો આ ગંભીર સમય પણ શાંતિથી પસાર કરી શકાશે.

સાત ગ્રહો વક્રી એટલે મહાવિનાશક યોગ પણ ગણવામાં આવે છે. ખાસ કરી ભારતના લોકોએ આ સમય ખૂબ સાવચેતી અને સમજી વિચારીને પસાર કરવો જરૂ‚રી બનશે.

ગૂ‚રૂ અને શનીની યુતી. હોવાથી આ સમય દરમિયાન આધ્યાત્મિક અને ધાર્મિક જપ,  ધ્યાન, પૂજા કામ આવશે ખાસ કરીને ગ્રહોની દ્રષ્ટિએ જોતા સાતમુ સ્થાન જાહેર જીવનનું સ્થાન ગણવામાં આવે છે. આથી ભારતના લોકોમાં અને રાજકારણમાં જેટલી એકતા રહેશે તેટલું આ ગ્રહણના પ્રકોપથી બચી શકાશે. ગ્રહણની અસર ખાસ કરીને ત્રણ માસ સુધી રહેતી હોય છે.

આમ ભારતના જાહેર જીવનમાં ગ્રહણની અસર વધારે વર્તાશે જો સમજદારી પૂર્વક કામ લેવામા આવશે તો ચીન,  પાકિસ્તાન જેવા દેશોનો સામનો આસાનીથી થશે અને તેને પરાસ્થ પણ કરી શકીશું તેવા ગ્રહયોગો ચાલી રહ્યા છે.

ભારતની રાશી કુંડળી પ્રમાણે સાતમાં સ્થાને ગ્રહણ થતુ હોવાથી ભારતમાં ગ્રહણનો ભાર વધારે રહેશે મંદી યુધ્ધ અને અરાજકતા ફેલાઈ તેવી શકયતા વધારે રહેલી છે. ગ્રહણ કોરોના બીમારી માટે પણ નિર્ણાયક રહેશે કાંતો બીમારીમાં વધારો થાય અથવાતો દવાની શોધ ગ્રહણ બાદ મળી રહે તેવી સંભાવના છે.

આ ગ્રહણ ભારત દેશ માટે ભારે છે. ગ્રહણ પૂ‚રૂ થયા પછી રાશી પ્રમાણે દાન આપી શકાય છે. જેથી જીવનમાં રાહત અને શાંતિની પ્રાપ્તી થાય.

મેષ રાશી: ઘઉં અને ગોળનુદાન કરવું

વૃષભ રાશી: ચોખા અને ખાંડનું દાન કરવું

મિથુન રાશી: મગ અને ગોળનું દાન કરવું

કર્ક રાશી: ચોખા અને ખાંડનું દાન કરવું

સિંહ રાશી: ઘઉં અને ચણાની દાળનું દાન કરવું

ક્ધયા રાશી: મગ અને ગોળનું દાન કરવું

તુલા રાશી: ચોખા, ખાંડ અને પગરખાનુ દાન કરવું

વૃશ્ર્ચિક રાશી: ઘઉં, ગોળ, તેલનું દાન કરવું

ધન રાશી: ચણની દાળ તુવેર દાળ તથા પગરખાનું દાન કરવું

મકર રાશી: અડદ, કાળાતલ, તેલનું દાન કરવું

કુંભ રાશી: અડદ, તેલ અને પગરખાનું દાન કરવું

મીન રાશી: ચણાની દાળ તુવેરની દાળનું દાન કરવું

આ બધા દાનની સાથે સ્ટીલ કે ત્રાંબાની વસ્તુ, વાસણનું દાન પણ બ્રાહ્મણ કે ગરીબ વ્યકિતને કરી શકાય છે.

ગ્રહણનો વેધ શનિવારે રાત્રે ૧૦ કલાકે છે. બાળકો વૃધ્ધો બીમાર વ્યકિત માટે ગ્રહણનો વેધ સવારે ૪.૪૫થી છે.

ગ્રહણનો સમય રાજકોટ પ્રમાણે રવિવારે સવારે ૯.૫૯થી બપોરે ૧.૨૬ સુધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.