Abtak Media Google News

મોરબીમાં કરોડોના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે અગાઉ આઠ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ પર લીધા બાદ વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જે ઝડપાયેલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે

રાજ્ય વેરા અધકારી દ્વારા પોલીસમાં ૧૭ કરોડથી વધુની જીએસટી ચોરીની નોંધાવેલી ફરિયાદ બાદ બોગસ સિરામિક કંપની ઉભી કરી કરોડોની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવા જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે એમ આલની ટીમે તપાસ ચલાવી હતી જેમાં આઠ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરની જડતી કરી કોમ્પ્યુટર અને લેપટોપ કબજે લેવાયા છે

તો કરોડોના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે વધુ ચાર આરોપીને ઝડપ્યા છે જેમાં મયુર ચતુરભાઈ ઉધરેજા રાવળદેવ (ઉ.વ.૨૭) રહે શનાળા રોડ મોરબી, રવિ પટેલ (ઉ.વ.૨૯) રહે રવાપર રોડ મોરબી, રાકેશ પોપટભાઈ ભાટિયા (ઉ.વ.૩૧) રહે ઓમ પાર્ક રવાપર રોડ મોરબી અને હીરેન્દ્ર ઉર્ફે હિરેન દિનેશભાઈ સાણંદીયા (ઉ.વ.૨૮) રહે વેલકમ પાર્ટી પ્લોટ નજીક મોરબી એમ ચાર આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.