Abtak Media Google News

પાંચ લાખ વૃક્ષો વાવવાનાં આયોજનમાં પણ જનભાગીદારી તો ગાર્ડન શાખાએ શું માત્ર બીલ જ મુકવાનાં? જાગૃતિબેન ડાંગરનો સવાલપાંચ લાખ વૃક્ષો વાવવાનાં આયોજનમાં પણ જનભાગીદારી તો ગાર્ડન  શાખાએ શું માત્ર બીલ જ મુકવાનાં? જાગૃતિબેન ડાંગરનો સવાલ

વૃક્ષારોપણ અભિયાનનાં નામે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે કર્યો છે. ૫ લાખ વૃક્ષો વાવવાનાં આયોજનમાં પણ જો જનભાગીદારી રાખવામાં આવતી હોય તો શું ગાર્ડન શાખાએ માત્ર બિલો મુકવા જેટલી જ કામગીરી કરવાની રહે છે. વૃક્ષારોપણ અંગે ૪ જનરલ બોર્ડથી તેઓ માહિતી માંગી રહ્યા છે છતાં ગાર્ડન શાખા દ્વારા ગોળ-ગોળ અને ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે. મહાપાલિકા દ્વારા જે વૃક્ષો વાવવામાં આવે છે તે ઉગતા નથી. બીજી તરફ સેવાકિય સંસ્થાઓ દ્વારા જે વૃક્ષો વાવવામાં આવે છે તે ઉગે છે તે શું સાબિત કરે છે.

સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ફકત રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ૨૫૦૦ વૃક્ષો ઉગાડવામાં આવ્યા, આજથી ૩ વર્ષ પહેલા અને આજે ૨૫૦૦ વૃક્ષ અડિખમ ઉભા છે. પોતાના ખર્ચે પોતાના પીજરા અને પોતાનું પાણી અને એક બાળકની જેમ વૃક્ષો ઉછેરીને ઉમદા કાર્ય કરે છે. ખરેખર એ ટ્રસ્ટીનું સન્માન કરવું જોઈએ. રાજકોટને ગ્રીન કરવામાં અનોખું યોગદાન આ ટ્રસ્ટ દ્વારા અભિયાન ઉપાડવામાં આવેલ છે. આખા રાજકોટમાં ૨૬,૫૦૦ વૃક્ષો વાવેલ છે અને જાળવણી પણ પોતાનાં સ્વખર્ચે કરવામાં આવેલ છે. ગાર્ડન શાખા હાલ તમામ ડીવાઈડર ૧૫ દિવસમાં ગ્રીન કરી આપવામાં આવશે તેવું કોર્પોરેશનની વેબસાઈટ પર મુકવામાં આવે છે.

Img 20190619 Wa0055

પરંતુ લોકોના સાથ અને સહકાર નહીં પણ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવશે તો ગાર્ડન શાખાનો રોલ શું ફકત બિલો જ મુકવાના ? જાણ માટે ફોટા સાથે અમો જાત માહિતી મેળવી છે. જે રજુ કરીએ છીએ ૩૧-૩-૨૦૧૮ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે પ્રોવિડનલ બિલ અંગેના ઠરાવ કર્યા તો કોની મંજુરી બિલ પાસ કરાવ્યા ? થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન (ટી.પી.આઈ) કેમ કરવામાં જ ન આવી ? મ્યુનિસિપલ કમિશનર સાહેબે આ વહીવટી મંજુરી કેમ આપવામાં આવેલ નથી. ૧.૫ કરોડનું બિલ વહિવટી મંજુરી વગર પાસ કઈ રીતે કરવામાં આવ્યું.

The-Smell-Of-Corruption-In-The-Plantation-Campaign-Congress-Corporators-Allegation
the-smell-of-corruption-in-the-plantation-campaign-congress-corporators-allegation

બીજી એક વાત એક વ્યકિત જે વૃક્ષો જાળવણી પાછળ પોતાનો ખર્ચ લાખો રૂપિયા વાપરે તે વ્યકિતને આ ગાર્ડન શાખા દ્વારા એવું કહેવામાં આવેલ તમે જાળવણી શા માટે કરો છો ? અમારે બિલો કયાં મુકવા જવા નામ ન દેવા શર્તે આ હકિકત જણાવેલ જેનો ઓડિયો કલીપ તેઓ પાસે છે. પુરાવારૂપે રાજકોટ વૃક્ષોનો ઉછેર કરો તો ગાર્ડન શાખાના પેટમાં તેલ રેડાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.