લગ્ન પહેલા અપનાવો આ સાનદાર સ્માર્ટ ટિપ્સ….

યુવતીઓ લગ્ન પહેલાની તૈયારીઓની શરુઆત  મહિનાઓ પહેલા જ કરી દેતી હોય છે. પરંતુ કામમાં અને અન્ય ઝંઝટમાં તેમને પોતાની સંભાળ લેવા માટે પૂરતો સમય મળતો નથી. જો તેમના લગ્નને થોડાજ સમયની વાર હોય છે. અને વ્યસ્ત સેડ્યુલ વચ્ચે તેમને સમય મળ્યો ના હોય તો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ અમે લાવી રહ્યા છીએ. જે સાત દિવસની અંદર જ તેમને સુંદરતાનો અહેસાસ કરાવશે.

– ક્લિનઝિંગ અને ટોનિંગ :

લગ્ન પહેલા મેકઅપ માટે ત્વચાને તૈયાર કરવી પડે છે. જેના માટે ક્લિનઝિંગ, ટોનિંગ અને મોઇશ્ર્ચરાઇઝિંગ ખૂબ જ મહત્વની હોય છે. સ્વચ્છ ચહેરામાં કોઇ પણ મેકઅપ અને ફાઉન્ડેશન નિખરી ઉઠે છે. જે તેમના વ્યક્તિત્વ માટે ખૂબ જ સકારાત્મક બને છે. ટોનિંગ પ્રોસેસથી ત્વચાના છીદ્રો ટાઇટ થાય છે. તેમજ ત્વચા કોમળ બને છે અને નિખરી ઉઠે છે.

– સ્પા :

જો તમે ક્યારે પણ સ્પામાં ન ગયા હોય તો આ યોગ્ય સમય છે. તે ન માત્ર તમારા બોડીને રિલેક્સ કરશે પણ મગજને પણ શાંત કરશે. જેની સિધ્ધિ અસર તમારી ત્વચા અને ચહેરા પર પડશે. જે તમારા વ્યક્ત્વિમાં પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડશે.

– યુબટન :

આ પ્રક્રિયા મોર્ડન સ્ક્રબ છે. એશિયન્ટ યુબટનને ત્વચાને સુંદર કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. તેનાથી ત્વચા ખીલી ઉઠે છે. આપણે સૌએ અત્યાર સુધી નુસ્ખા અપનાવ્યા જ છે. ત્યારે આ પ્રોસેસ તેમાનો એ જ હિસ્સો છે. જે તમારી નિસ્તેજ ત્વચાને ચમકદાર કરે છે.

– ડીટોક્સ :

લગ્ન પહેલા તમારી બધી જ આદતોને સુધારવી જરુરી છે. તેમાં વ્યસન પણ એક હિસ્સો છે. જેને તમે સરળતાથી દૂર કરી શકો છો. જૂની આદતોને ભૂલાવવા માટે તમે આર્યુવેદિક ઉપચાર કરી શકો છો. દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવું તેમજ શાકભાજી અને ફળોનું સેવન કરવાથી પણ ફાયદા થાય છે.

– મેડીટેશન :

યુવતીને પોતાના લગ્નની તૈયારીઓ વચ્ચે ક્યાંક માનસિક તણાવ ઉભુ થતુ હોય છે. જેને ઇંગ્લીશમાં સ્ટ્રેસ કહેવાય છે. તેને મેડીટેશનથી દૂર કરી શકાય છે. તેના માટે તમારે માત્ર દિવસમાં પંદર મિનિટ આંખો બંધ કરી રીલેક્સ ફિલ કરવાનું છે. આ સિવાય તમે યોગની મુદ્રામાં પલાઠી વાળી બેસીને પણ મંત્ર જાપ્પ કરી શકો છો. તમારે માત્ર તેનાથી તમારા મગજને સ્થિર કરવાનું છે.

– નિંદ્રા :

સતત થાક વચ્ચે બ્રાઇડે પૂરતી ઉંઘ લેવી પણ ખૂબ જ જરુરી છે. જો તમે પૂરતી ઉંઘ  ન લેતા હોય, તો ડાર્ક સર્કલ્સ પણ થઇ શકે છે. લગ્ન પહેલા યુવતીએ એક મહિના અગાઉથી જ આઠથી દસ કલાકની ઉંઘ લેવી જોઇએ. વ્યસ્ત સેડ્યુલમાંથી પણ તેમને એટલો સમય તો ફાળવવો જોઇએ.

Loading...