Abtak Media Google News

૧૫૦થી વધુ સ્વાઈનફલુ અસરગ્રસ્ત: મૃત્યુઆંક ૪૦ પહોંચ્યો

વધતા જતા ઠંડીના પ્રકોપ સાથે સ્વાઈનફલુનો કહેર પણ વધતો જતો હોય તેમ ગઈકાલે રાજકોટના ઢાંઢણી ગામના યુવાનનું સ્વાઈનફલુ સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં દમ તોડતા સિઝનનો મૃત્યુઆંક ૪૦ સુધી પહોંચી ગયો છે.

વાતાવરણમાં પલટો આવતાની સાથે જ સ્વાઈનફલુ વધુ સક્રિય બન્યો હોય તેમ રાજકોટના ઢાંઢણી ગામના ૪૦ વર્ષીય યુવાનનું તાવ આવતા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સ્વાઈનફલુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ચાલુ સારવાર દરમિયાન યુવાને જીવ ગુમાવતા સિઝનનો મૃત્યુઆંક ૪૦ સુધી પહોંચી રહ્યો છે.

આરોગ્યતંત્રના સઘન પ્રયાસો છતાં સ્વાઈનફલુના કેસમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટમાં ૩ દર્દીઓ સ્વાઈનફલુ સારવાર હેઠળ દાખલ છે. ૧ સપ્ટેમ્બરથી હાલ સુધી કુલ સૌરાષ્ટ્રભરમાં ૧૫૦ જેટલા કેસ સ્વાઈનફલુમાં નોંધાયા છે.

જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૬ જેટલા કેસ નોંધાયા છે અને સાત દર્દીઓનામોત નિપજયા છે. જયારે શહેરમાં ૫૦ જેટલાકેસ સ્વાઈનફલુ હેઠળ નોંધાયા છે. જેમાં નવ દર્દીઓના મોત અને અન્ય જીલ્લાઓ માંથી ૬૪ સ્વાઈનફલુ કેસ નોંધાયા છે. જેનાથી ૨૩ દર્દીઓના મોત નિપજયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.