Abtak Media Google News

પતંગ મહોત્સવની સાથે કરૂણા અભિયાનનો પણ  પ્રારંભ

ગીત સંગીત સુરાવલીમાં પતંગરસીકો ઝુમ્યા

રેસકોર્સમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૭૯ પતંગબાજોએ વિશાળકાય, આકર્ષક અને રંગબેરંગી પતંગોની આકાશમાં

પુરી રંગોળી: શહેરીજનો ઉમટયા

રાજકોટના આકાશમાં આજે વિશાળકાય, આકર્ષક અને રંગબેરંગી પતંગોની નયનરમ્ય રંગોળી પુરાઈ હતી. મનમોહક પતંગોને અડવા માટે જાણે આકાશ પર ઝુકયું હોય તેવો અલહાદક માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજે શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોતસવ-૨૦૧૯માં દેશ-વિદેશના ૭૯ પતંગબાજોએ પતંગો ઉડાડી આકાશમાં રંગોળી પુરી હતી. પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા.

1 30

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૯ ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. ફરી એક વખત આ વર્ષે પણ પતંગ મહોત્સવ રાજકોટમાં ઉજવવામાં આવી રહયો છે. દેશના તેમજ વિદેશી પતંગબાજો રાજકોટ આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલ છે.

2 22

ઉતરાયણની ઉજવણી સુર્ય દેવની પુજા કરીને કરવામાં આવે છે. પતંગ મહોત્સવની સાથે સાથે કરૂણા અભિયાનનો પણ આજથી પ્રારંભ કરવામાં આવેલ છે. અબોલ જીવ, પક્ષીઓનું ધ્યાન રાખી ઉતરાયણની ઉજવણી કરવામાં આવે, કરૂણા અભિયાનને મનમાં રાખીને ઉજવણી કરીએ, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, સ્વચ્છતા અને કરૂણા અભિયાનના મંત્રથી ઉજવણી કરીએ અને આ બે બાબતોને ધ્યાનમાં રાખી ઉજવણી કરીએ.

3 17

આ કાર્યક્રમમાં ડે.મ્યુનિ.કમિશનર નંદાણી દ્વારા ઉપસ્થિત સૌનો શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું. જિલ્લા પ્રવાસન અધિકારી કે.વી.પઢીયાર દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ શાળાની બાળાઓ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમજ શ્રી સરોજીની નાયડુ હાઈસ્કુલની બાળાઓ દ્વારા સ્વચ્છતાનું માર્ગદર્શન આપતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી.

4 16

જયારે મ્યુઝીક ઓર્કેસ્ટ્રાના સથવારે ગીત સંગીત સુરાવલી જીનિયસ સ્કુલનાં બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી જેમ કે, ફ્રાન્સના ૪, જર્મનીના ૨, હન્ગ્રીના ૪, ઈઝરાયેલના ૬, ઈટાલીના ૫, કેન્યાના ૨, કોરિયાના ૪, કુએતના ૩, લિથુઆનિયાના ૭, મલેશિયાના ૫, મેકિસકોના ૨ અને ઈન્ડોનેશિયાના ૪ એમ કુલ મળીને ૪૮ વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો.

6 14

આ ઉપરાંત ભારતમાંથી કેરાલાના ૪, પંજાબના ૩, રાજસ્થાનના ૮, તામિલનાડુના ૭, લખનૌના ૪, ઉતરાખંડના ૫ એમ કુલ મળીને ૩૧ ભારતીય લોકોએ ભાગ લીધો હતો. તેમજ સૌરાષ્ટ્રમાંથી ભુજ, માંડવી, સુરેન્દ્રનગર, ખંભાળિયા, અમરેલી, આટકોટ અને રાજકોટના કુલ ૮૦ પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો હતો. આઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનાં આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી હતી. આ આયોજનની સફળતા માટે મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સુપરત કરવામાં આવેલ હતી.

8 11

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રાજકોટ શહેર ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રાજકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેકટર ભાવિન પંડયા, ડે.મ્યુનિ.કમિશનર સી.કે.નંદાણી, ડીવાયએસપી આર.બી.ઝાલા, જિલ્લા પ્રવાસન અધિકારી કે.વી.પઢીયાર, એ.એમ.સી એચ.આર.પટેલ, એ.એમ.સી. રવિન્દ્રસિંહ ચુડાસમા, આસી.મેનેજર દિપેન ડોડીયા, આસી.મેનેજર કે.બી.ઉનાવા, ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, આરોગ્ય અધિકારીઓ ડો.પી.પી.રાઠોડ અને ડો.એમ.બી.ચુનારા, આસી.મેનેજર અમિતભાઈ ચોલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દેશ-વિદેશથી આવેલ પતંગબાજો અને રાજકોટના શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

7 11

ટુ વ્હીલર વાહનચાલકોએ દોરીથી બચવા પ્રોટેકશન ગ્લાસ લગાવવા અપીલ મનોજ અગ્રવાલ

Ma

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટના આંગણે પતંગ મહોત્સવમાં જોડાયેલ પતંગવિરોનો હુ અભિવાદન કરૂ છું. રાજકોટવાસીઓ પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે. મકરસંક્રાંતીનો જે તહેવાર આવી રહ્યો છે.તેમા શહેરીજનોને હું સુરક્ષા રાખવાની અપીલ ક‚ છું. વાહનોમાં પ્રોટેકશન ગાર્ડનો ઉપયોગ કરવો, ચાઈનીઝ દોરી, પ્લાસ્ટીક દોરીથી દૂર રહેવા લોકોને વિનંતી.

વિકાસના કામો પણ પતંગની જેમ ઉંચી ઉડાન લઈ રહ્યા છે: બંછાનીધી પાની

Bp

રાજકોટના મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૧૨ થી વધુ દેશોનાં પતંગવીરો અને રાજયોનાં ૮૦ જેવા સ્પર્ધકો રાજકોટમાં યોજાયેલ પતંગ મહોત્સવમાં જોડાય છે. પતંગવીરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ એઈમ્સ, સ્માર્ટસીટી જેવા વિકાસના કાર્યો તરફ આગળ વધી રહ્યું છે. જેને વધુ પ્રોત્સાહન મળે તે આ પતંગોત્સવનો હેતુ છે.

બાળપણથી જ પતંગનો શોખ યોર્ગા (યુરોપ)

Y

યુરોપથી આવેલ યોર્ગાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હું પ્રથમ વખત આ પ્રકારના પતંગોત્સવ જોડાઈ રહું વિશ્વભરની પતંગો ભારતમાં ઉડી રહી છે.અહી વાતાવરણ પણ સારૂ છે. ખૂબજ મજજા પડી રહી છે. ભારતીય લોકો ખૂબજ મૈત્રી સ્વભાવ ધરાવે છે. હું બાળપણથી જ પતંગો ઉડાડુ છું

ઈન્ડિયન પતંગો અને ફુડ, બંને મજેદાર: ડોનાર્ટસ (લ્યુથેનિયા)

D

લ્યુથેનિયાથી આવેલ ડોનાર્ટસ એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે હું ૨ વર્ષ પહેલા ભારતમાં આવ્યો હતો. પરંતુ પતંગોત્સવમાં પહેલી વખત જોડાઈ રહ્યો છૂં હું કોઈ પ્રોફેશનલ પતંગબાઝ નથી. પણ, આ મારો શોખ છે. ભારતીય લોકો પ્રમાણે શાંત સ્વભાવના હોય છે. પણ મને ઈન્ડિયન ફૂડ બહુ જ ભાવે છે. મસાલેદાર હોય છે.પણ મજેદાર છે.

બિલ્ડીંગો કરતા ઉંચી ઉડી પતંગો

Vlcsnap 2019 01 09 12H14M53S254

અબતક સાથેની વાતચીત દરમ્યાન ફ્રાન્સના મહેમાને જણાવ્યું કે બિલ્ડીંગોથી પણ ઉપર મારી જે પતંગ ઉડી રહી છે.તેનો અનુભવ અદભૂત છે. હું પ્રથમ વખત ગુજરાતમાં યોજયેલ પતંગોત્સવમાં જોડાયો છે. હું ભારતના વધુમાં વધુ પતંગોત્સવોમાં જોડાવા માંગીશ ગુજરાતી લોકો ખૂબજ દયાળુ હોય છે.

૮ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે મોમાન (મલેશિયા)

Mm

અબતક સાથેની વાતચીતમાં મલેશીયાથી આવેલ એસ.પી. મોમન ફૈઝલ અલીએ જણાવ્યું હતુ કે ભારતના લોકો ખૂબજ સર્પોટીવ છે. અહીના પર્યટન સ્થળો પણ જબરદસ્ત છે. હું દર વર્ષે પતંગોત્સવમાં જોડાવા ઈચ્છું છું પણ પ્રથમ પ્રાધાન્યતા સારા સ્થળ અને મારા કામને હું આપું છું હુ અત્યાર સુધી ૮ પતંગોત્સવમાં ભાગ લઈ ચૂકયો છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.