Abtak Media Google News

કોઈ પણ વ્યક્તિ ઓપરેશન કરવાના માત્ર વિચારથી જ ડરી જતી હોય છે. ઓપરેશન પહેલા ચિંતાના કારણે દર્દીનુ બ્લડ પ્રેશર વધી જાય જેવી અનેક ગભરાહટ અને મુંજવણ થતી હોય છે. શું થશે ?? કેમ થશે ?? હું શું કરીશ ?? જેવા પ્રશ્નોની સાથે દર્દી વિચારોમાં ગૂંચવાય જાય છે. પરંતુ તમે વિચારો.. તમારા શરીરના કોઈ પણ અંગનું ઓપરેશન કરવાનું હોય અને તે પણ બિંદાસ, આરામથી વગર કોઈ તકલીફ કે બેહોશ થયા વિના થઈ જાય તો… લાગે ને આશ્ચર્યજનક !! પણ આજના આ અત્યાધુનિક સમયમાં આ શક્ય છે. આણંદના પેટલાદમાં 41 વર્ષના એક આધેડનું મગજનું ઓપરેશન આવી જ રીતે કરવામાં આવ્યું છે. ઉદેસિંહ વસાવા નામના પેટલાદના આ રહેવાસીની લગભગ અઢી ક્લાક સુધી ખોપરીની સર્જરી ચાલતી રહી અને તે ડોક્ટરો સાથે વાતો કરતા રહ્યા.

Screenshot 2 16
ઉદેસિંહ વસાવા કે જેઓ વ્યવસાયે મજૂર છે. તેમને છેલ્લા આઠ મહિનાથી માથામાં તીવ્ર દુખાવો થતો હતો. સહેજ હલન-ચલન કર્તા પણ તેમને માથામાં જટ્કા અનુભવાતા. તે ફ્રન્ટો-પેરિએટલ કેવરનોમા (મગજની અંદર રક્તસ્ત્રાવ)ની સમસ્યાથી પીડાતા હતા. આ સ્થિતિને કારણે તેમના શરીરનો ડાબો ભાગ કામ કરી શકતો ન હતો. ‘અવેક ક્રેનોટોમી’ નામની પદ્ધતિ દ્વારા ડોક્ટરે ઉદેસિહનું સફળ ઓપરેશન કર્યુ. ચાંગા સ્થિત ચારુસાત હોસ્પિટલના ડો.હિતેશ પટેલે જણાવ્યું કે, આ સર્જરીની ખાસિયત એ છે કે જ્યારે આ સર્જરી દ્વારા દર્દીનુ ઓપરેશન કરવામાં આવે છે ત્યારે તે જાગૃત અવસ્થામાં રહી શકે છે. દર્દીના અંગો સરખી રીતે હલન ચલન કરે છે કે નહીં તે તપાસવા દર્દીઓને જાગૃત અવસ્થામાં રાખવા પડે છે. ઉદેસિંહનું ઓપરેશન કરતી વખતે દર્દી ઓપરેશન ટેબલ પર સભાન રહ્યો હતો. અને વાતો પણ કરી હતી.

ઓપરેશન દરમિયાન, ઉદેસિંહની ખોપરીની જમણી બાજુની તમામ ચેતાતંત્રની નલિકાને બ્લોક કરી દેવાઈ હતી. એમાં પણ ખાસ વાત એ છે કે, ઉદેસિહનું ‘માં અમૃતમ’ યોજના હેઠળ નિ: શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.