Abtak Media Google News

૫ નવેમ્બર સુધી ચાલનારા સેલમાં કેશબેક અને ડીલ ઓફ ધ ડે આકર્ષણનું કેન્દ્ર

દિવાળીના તહેવારનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. લોકલ માર્કેટમાં દિવાળીની ખરીદીની શ‚આત થઈ ગઈ છે તો બીજી તરફ ઓનલાઈન માર્કેટમાં પણ સેલ શ‚ થઈ ગયા છે. જુદી જુદી વેબસાઈટસમાં શોપીંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

દિવાળીના પર્વને વધુ રોશન કરવા માટે એમેઝોન, ફિલ્પકાર્ડ તેમજ પેટીએમમાં ૫ નવેમ્બર સુધી સેલ શ‚ થઈ ગયો છે. જેમાં તમામ વસ્તુઓમાં ડિસ્કાઉન્ટની સાથે સાથે ઈન્સ્ટન્ટ કેશ બેક પણ મળી રહ્યા છે. એમઝોન, ફલીપકાર્ડ અને પેટીએમમાં ઈન્સ્ટન્ટ કેશ બેકની સાથે ડીલ ઓફ ધ ડેમાં પણ લાભ જોવા મળી રહ્યો છે. એમેઝોન, ફલીપકાર્ડ, પેટીએમ, ક્રાફટવીલા જેવી વેબસાઈટ પર શોપીંગ કરતા લોકોમાં વધારો થઈ રહ્યો છે.

એમેઝોનમાં આ દિવાળીને ધ્યાનમાં રાખી ઈલેકટ્રોનિકસ ઓઈટમસ, મોબાઈલ, પર કેશબેંક પણ છે જયારે પેટીએમ મોલ પરથી ખરીદી કરનાર ને ૧ થી ૭ નવેમ્બર મહા કેશબેંકનો લાભ પણ મળશે. આ દિવાળીની ઉજવણીમાં ઓનલાઈન શોપીંગમાં પણ ચાર ચાંદ લાગી જશે ક્રાફટ વીલામાં પણ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. લોકલ માર્કેટની જેમ હવે ‘અપની દુકાન’ ગણાતા ઓનલાઈન માર્કેટમાં ધમાકેદાર ખરીદીની શ‚આત થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.