Abtak Media Google News

રાજ્ય સરકારે મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા આપી હતી

કાવેરી મુદ્દે પર આઈપીએલ મેચના વિરોધની આગ કડક સુરક્ષા વચ્ચે પણ એમ.એ ચિદંબરમ સ્ટેડિયમની અંદર પહોંચી ગઈ. મેચ દરમિયાન આંદોલનકારીઓએ ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ તરફ બૂટ ફેંક્યા. પ્રદર્શનકારીઓએ મેચ પહેલા જ ચેતવણી આપી હતી કે જો મેચ રદ્દ નહીં કરવામાં આવે તો તેઓ સ્ટેડિયમમાં જઈને વિરોધ કરશે. રાજ્ય સરકારે મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા આપી હતી. તેમ છતાં આંદોલનકારી સ્ટેડિયમમાં દાખલ થઈ ગયા અને મેચ દરમિયાન તેમણે વિરોધ પ્રદર્શન કર્યું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ મેદાન પર બૂટ ફેંક્યા હતા. મેચ શરૂ થયાને થોડા સમય બાદ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ફીલ્ડિંગ કરી રહી હતી ત્યારે આ જૂતું ફેંકવામાં આવ્યું હતું.

આ જૂતાને ફીલ્ડિંગ કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ કિક મારીને દૂર ફેક્યું હતું. ત્યાર બાદ આ મેચમાં નહીં રમતો ઈજઊંનો ખેલાડી ફાફ ડુપ્લેસિસ મેદાન પર આવ્યો અને જૂતાંને ઉપાડીને જે જગ્યાએથી ફેંકવામાં આવ્યું હતું તે તરફ જોયું.

આ દરમિયાન પ્રદર્શનકારીઓ આ મેચના વિરોધમાં અને પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચાર કર્યો. આ દરમિયાન પોલીસ પહોંચી અને સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કર્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.