Abtak Media Google News

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો આવ્યો છે. સેન્સેક્સ 495.10 અંકના ઘટાડા સાથે 38,645.18 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 38,585.65 સુધી ઘટ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 158.35 અંક નીચે 11,594.45 પર થયું હતું. કારોબાર દરમિયાન તે 11,583.95 સુધી ઘટ્યો હતો. ક્રુડની કિંમતમાં ઉછાળો આવવાથી શેરબજારમાં વેચવાલી વધી હતી. આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો રેટ 3.25 ટકા વધીને 74.31 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે.

સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 40 શેર નુકસાનમાં રહ્યાં. એનએસઈ પર ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો શેર 9 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. ક્રૂડ મોંઘુ હોવાને કારણે ઓઈલ કંપનીઓના શેરમા 6 ટકા ઘટ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.