Abtak Media Google News

નિફટીએ પણ ૧૦૦ પોઈન્ટના ઉછાળા સો ૧૨ હજારની સપાટી ઓળંગી: ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા મજબૂત

ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો તોખાર જોવા મળ્યો હતો. ઈન્ટ્રાડેમાં આજે સેન્સેકસે ફરી એક વખત ૪૧૦૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. નિફટીએ પણ ૧૨ હજારની સપાટી કુદાવી હતી. તો સતત બીજા દિવસે ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો હતો.

સપ્તાહના અંતિમ દિવસે આજે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ તથા નિફટી ઉછાળા સાથે  ખુલ્યા હતા. એશિયન બજારોમાં તેજી જોવા મળતા દિવસ દરમિયાન બજાર ગ્રીન ઝોનમાં કામ કરતું જોવા મળ્યું હતું. સેન્સેકસે આજે ઈન્ટ્રાડેમાં ફરી એક વખત ૪૧ હજારની સપાટી ઓળંગી હતી અને આજે ૪૧૦૩૧નો હાઈ બનાવ્યો હતો. તો નિફટીએ પણ ૧૨ હજારની સપાટી કુદાવતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. બેંક નિફટીમાં પણ આજે તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. મિડકેપ ૧૦૦ પણ ઉચકાયો હતો. વેદાંતા, એકસીસ બેંક, યશ બેંક, હિન્દાલકો સહિતની કંપનીઓના શેરોમાં ભારે ઉછાળા જોવા મળ્યા હતા તો ભારેખમ તેજીમાં પણ ડો.રેડીઝ લેબ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા અને જી. એન્ટરટેઈનના ભાવો તૂટયા હતા.  અમેરિકી ડોલર સામે આજે રૂપિયો સતત બીજા દિવસે મજબૂત બન્યો હતો.

7537D2F3 11

આ લખાય છે ત્યારે બપારેે ૨:૨૦ કલાકે સેન્સેકસ ૪૨૫ ના ઉછાળા સાથે ૪૧૦૦૭ અને નિફટી ૧૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૮૦ પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે રૂપિયો૧૬ પૈસાની મજબૂતી સાથે ૭૦.૬૭ પર કામકાજ કરતો નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.