સિનિયરો તો ઠીક ભારતનાં ટેણીયાઓ વર્લ્ડકપ લઈને આવશે

81

ન્યુઝીલેન્ડને ૪૪ રને મ્હાત આપી ભારતીય સ્પીનરોએ દબદબો સ્થાપિત કર્યો

હાલ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ પર આવી પહોંચી છે તે કયાંકને કયાંક વિકટ પ્રવાસ ભારતીય ટીમ માટે લાગતો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ જે રીતે ભારતે પ્રથમ ટી-૨૦ મેચ જીત્યો તેનાથી ઘણી ખરી ટીમમાં પણ હકારાત્મક અસર જોવા મળી રહી છે. સિનિયર ખેલાડીઓની સમકક્ષ જે રીતે ભારતીય અંડર-૧૯ની ટીમે ન્યુઝીલેન્ડને પરાસ્ત કરી છે તે જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે અંડર-૧૯ વિશ્ર્વકપ માટે ભારતીય ટીમ પ્રબળ દાવેદાર હોય.

આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે યોજાયો હતો જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ટોસ જીતી ભારતને બેટીંગમાં ઉતાર્યું હતું. વરસાદનાં કારણે મેચ ૨૩ ઓવરની જ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે ૧૧૫ રન વિના વિકેટે નોંધાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલે ૫૭ અને દિવ્યાંશ સકસેનાએ ૫૨ રન નોંધાવ્યા હતા. મેચમાં ફરી વરસાદનાં વિઘ્ન વચ્ચે ડકવર્થ લુઈસ આધારે ન્યુઝીલેન્ડને ૧૯૨ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેમાં ન્યુઝીલેન્ડની સમગ્ર ટીમ ૧૪૭ રન બનાવી પેવેલિયન પરત થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી રાઈસ માર્યું ૪૨, ફર્ગસ લેલમેન ૩૧, ઓલીવાઈડ ૧૪ અને બી વીલરે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું.

જયારે ભારતીય બોલરોની વાત કરવામાં આવે તો રવિ બિસ્નોઈએ ૪ વિકેટ ઝડપી હતી જયારે અર્થવ અંકોલેકરે ૩ વિકેટ ઝડપી ન્યુઝીલેન્ડને ઘુંટણીયે પાડયું હતું સાથો સાથ કાર્તિક ત્યાગી અને સુશાંત મિશ્રાએ પણ એક-એક વિકેટ ઝડપી હતી. સિનિયરોની જેમ જે રીતે અંડર-૧૯માં રમી રહેલી ભારતીય ટીમ જે રીતે આગળ વધી રહી છે તેનાથી કયાંકને કયાંક એ વાત સ્પષ્ટ થાય છે કે કદાચ અંડર-૧૯ વિશ્ર્વકપ ભારત જીતી શકશે. રવિ બિસ્નોઈને કિંગ ઇલેવન પંજાબે આઈપીએલનાં ૨ કરોડ રૂપિયામાં ખરીદયો છે. મુખ્યત્વે તે મહદઅંશે ગુગલી, સ્લાઈડર અને ટોપ સ્પિનનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારે આગામી ૨૮મી જાન્યુઆરીનાં રોજ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. આઈપીએલ સીઝન-૨૦૨૦માં યશસ્વી જયસ્વાલ રાજસ્થાન તરફથી રમશે ત્યારે ચોગ્ગા અને છગ્ગાની જમાવટ જોવા મળી શકે છે. હાલ આઈસીસીની ગ્રુપ લીગ મેચમાં પણ રવિ બિસ્નોઈએ કુલ ૧૦ વિકેટ ઝડપી લીધી છે ત્યારે આગામી મેચોમાં તેનું પ્રદર્શન વધુને વધુ સારું થાય તે દિશામાં પણ ટીમ મેનેજમેન્ટ કાર્ય કરી રહ્યું છે.

Loading...