Abtak Media Google News

બહોળી સંખ્યામાં વાલીઓ ઉમટી પડયા: શાળાઓના પ્રતિનિધિઓ સાથે થઇ સિઘ્ધી ચર્ચા

રાજકોટમાં ઇમ્પિરીયલ હોટલ ખાતે પ્રીમીયર સ્કુલ એકઝીબીશનનું ર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ૧૫ સ્કુલોએ ભાગ લીધો છે. ત્યારે આ એક્ઝિબીશનમાં લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે અનેક સ્કુલો ના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ એક્ઝિબીશનમાં બોડીંગ સ્કુલ ઉપરાંત ડે સ્કુલ એ પણ ભાગ લીધેલ છે.

સારામાં સારી સ્કુલો પસંદગી માટે એક્ઝિબિશનું આયોજન: જયદીપ ત્રિવેદી

Jaydeep Trivedi
JAYDEEP TRIVEDI

જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ૧૧ વર્ષથી ભારતભરમાં આ પ્રકારના એજયુકેશન ફેરનું આયોજન કરી છીએ, આ ૧ર એજયુકેશન એકિઝબીશન  રાજકોટ ખાતે કરાયું છે. ભારતનો ટોપ બોડીંગ સ્કુલ અલગ અલગ શહેરોથી અહિયા ભાગ લીધેલ છે. સ્કુલના ઇન્ફાસ્ટકચર ખાસીયતો તથા સ્કુલની વિશેષતાઓ વિશે અહિયા સમજાવવામાં આવે છે. જેના દ્વારા વાલીઓ તેમના બાળકના ઉજજવળ ભવિષ્ય માટે સારામાં સારી સ્કુલની પસંદગી કરી શકે. આ એકિઝબિશન સાથે વાલીઓ માટે પોઝીટીવ પેરેન્ટીંગ સેમીનાર નું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બદલાવો આવી રહ્યા છે. તે માટે વાલીઓને સમજાવવામાં આવે છે. સાથે સાથે બાળકને કેવી સ્કુલમાં ભણાવવું જાેઇએ. બોડીંગ સ્કુલ અને ડે સ્કુલ વચ્ચે શું તફાવત છે. જેવા વિષયો પર માતા-પિતાને સમજાવવામાં આવે છે. સાથે સાથે હાલ જે અલગ અલગ બોર્ડ છે તે ખરેખર શું છે તે માટે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને વાલીઓ પોતાના બાળક માટે સારામાં સારી સ્કુલની પસંદગી કરી શકે.

ગર્લ્સ માટે બેસ્ટ સિકયુરિટીસ આપતી સ્કુલ એટલે યુનિસન વર્લ્ડ સ્કુલ: રેશુ ડોરા

Vlcsnap 2017 12 05 13H14M20S94
RESHU DORA

આ એકિઝબીશનમાં ભાગ લીધેલ દહેરાદુનની યુનીસન વર્લ્ડ સ્કુલે ભાગ લીધેલ છે. આ સ્કુલના ફેકલ્ટી તથા કો-ઓડીનેટર રેશુ ડોરાએ વાત કરતા જણાવ્યું હતું કે, યુનીસન વર્લ્ડ સ્કુલ ખુબ પ્રખ્યાત ગર્લ્સ સ્કુલ છે. અમારી સ્કુલ ગર્લ્સ એજયુકેશન પર ભાર આપે છે. અમારી બોડીંગ સ્કુલ છે. અને જયારે બોડીંગ સ્કુલની વાત આવે ત્યારે ઘણા બધા પરીબળો અસર કરે છે. મને જણાવતા ખુબ ગર્વ થાય છે કે અમારી સ્કુલને ગર્લ્સ માટેની બેસ્ટ સિકયુરીટી સ્કુલમાં નામાંકિત કરવામાં આવી છે. અમે ર બોર્ડની પસંદગીના વિકલ્પો આપીએ છીએ. આઇ.સી.એસ.સી. અને બીજું આઇ.સી.જી.એસ.ટી. જેના દ્વારા બાળકોને સારા વિકલ્પો મળે અમારી બોડીંગ સ્કુલમાં પરફોમીંગ આર્ટ અને સ્પોર્ટ ઠિપાર્ટમેન્ટ પણ છે. જેમાં અમે બધી જ રમતો માટે સાધના સામગ્રી પુરી પાડીયે છીએ. સાથે સાથે અમારી પાસે રાઇફલ શુટીંગ પણ છે અને અમારી સ્કુલે ઘણા નેશનલ પ્લેયર પણ આપ્યા છે. સાથે સાથે અમે કથ્થક, ભરત નાટયમ, વેસ્ટર્ન ડાન્સ પણ શીખવાડીયે છીએ. સાથે સાથે અમે પેઇન્ટીંગ, કવિતાઓ, ફોટોગ્રાફી કમ્પ્યુટર ગ્રાફીકસ ટેકસટાઇલ ડીઝાઇન, જવેલરી ડીઝાઇન જેવા આર્ટ પણ શીખવાડીયે છીએ. જેથી બાળક બધા જ સેકટર નિપૂણ બને.

બોડીંગ સ્કુલ માટે બાળકને ઘર જેવું વાતાવરણ મળે તે ખુબ જરુરી છે. અમારી બોડીંગ સ્કુલના દરેક બાળકને વ્યકિતગત સાર સંભાળ રાખવામાં આવે છે. આ એકિઝબીશનમાં અમને ઘણું સારુ લાગે છે આવા એકિઝબિશન થવા જ જોઇએ.

વધુમાં રાજકોટ વિશે જણાવતા કહ્યું હતું કે રાજકોટમાં આવીને ઘણું સારુ લાગે છે લોકો અહિંના ખુબ પ્રેમાળ છે. અને અમને ઘર જેવું જ લાગે છે લોકો ખુબ જ મદદ કરે છે. અને હું બધાનો આભાર માનું છું.

અમારી શાળાના વાતાવરણમાં છાત્રોને ભણવું ગમે છે: કવિતા આચાર્ય

Kavita Acharya
KAVITA ACHARYA

જીઈએમએસ પબ્લીક સ્કુલ રાજકોટના પ્રીન્સીપાલ કવિતા આચાર્યના જણાવ્યા મુજબ અહિંયા જેટલી ઈન્ટરનેશનલ પ્રીમીયર સ્કુલો આવે છે. અમે એમાં ભાગ લીધો છે કારણ કે દુનિયામાં બધી જગ્યાએ અમારી સ્કુલ આવેલી છે. અમારી સ્કુલમાં વર્લ્ડ કલાસ લેવલનું એજયુકેશન આપવામાં આવે છે. અમારી ટીચીંગ પધ્ધતી નથી પરંતુ લેનીંગ પધ્ધતી છે. અમે અમારા વિદ્યાર્થીઓને તેમને સમજાય એ ભાષામાં શીખવીએ છીએ બાળકો માટે એવું વાતાવરણ બનાવું કે જેનાથી તે પોતાની રીતે જ શીખે અને તેમને મજા આવે. અમારે ત્યાં વિદ્યાર્થીઓ સ્કુલે આવવા માટે રડે છે. અમા‚ વાતાવરણ જ એવું છે જેથી બાળકોને ભણવું ગમે અભ્યાસની સાથે સાથે અમે વિદ્યાર્થીઓને એકટીવીટીઝક પણ કરાવીએ છીએ અમારે ત્યાં અઢી વર્ષથી છોકરાઓ આવે છે. અમે તેમને એવું વાતાવરણ આપીએ છીએ જેથી તેમનું સ્કીલ ડેવલોપ થાય તથા બાળકોને રમવા માટે ઈન્ડોર તથા આઉટડોર ગેમ પણ છે. તથા અમારે ત્યાં આર્ટ સ્ટુડીયો પણ છે. જેથી બાળકોનું ક્રિએટીવીટી બાર આવે. અબતક સાથેની વાત દરમ્યાન તેમણે આગળ જણાવ્યું કે અમે બાળકોનાં પેરન્ટસને સમજાવીએ છીએ.

અધર એક્ટિવીટીઝમાં પણ છાત્રોને અવ્વલ રાખતી મસુરી ઈન્ટરનેશનલ સ્કુલ

Vlcsnap 2017 12 05 13H15M01S254મસુરી ઈન્ટરનેશનલ સ્કુલના શિક્ષક અંજુ પુરી દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સ્કુલ ૩૪ વર્ષ જૂની છે. અમારી સ્કુલ ગર્લ્સ સ્કુલ છે. ૧ થી ૧૨ ટોટલી બોડીંગ સ્કુલ છે અમે ગુજરાતમા સ્પેશ્યલી એટલે આવી છીએ કે અમારે ત્યાં સુરત, અમદાવાદ, મોરબી, રાજકોટ, જામનગરના ઘણા બધા બાળકો ભણે છે. ઘણા બાળકો એવા પણ છે. જે અમારી સ્કુલ માથી અભ્યાસ કરીને ગયા છે. ને હવે એમના પણ બાળકો અમારી સ્કુલમાં ભણી રહ્યા છે. ઘણા બધા બાળકો ગુજરાતમાંથી અમારી સ્કુલમાં અભ્યાસ કરવા આવે છે. આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે મસુરીમાં ઘણી બધી સ્કુલો છે. પરંતુ અમારી સ્કુલ થોડી અલગ છે. પુરી ગર્લ્સ સ્કુલ હોવાથી છોકરીઓને પુરી સેફટી મળે છે. તથા અમે વિદ્યાર્થીઓને સારામાં સારા અભ્યાસની સાથે સાથે અધર એકટીવીટીઝ માં સ્પોર્ટ એકટીવીટીઝ, સ્વીમીંગ, લોનટેનીસ કરાટે સ્કેટીંગ તથા મ્યુઝીક અને ડાંસ પણ શીખડાવવામાં આવે છે. ડાંસમાં અમારી સ્કુલની વિદ્યાર્થીનીઓ લીમકાબુક ઓફ રીર્કોટમા નામે નોંધાવી ચૂકયા છે. તથા અમારી સ્કુલનું વાતાવરણ ખૂબ સા‚ છે. પહાડોની વચ્ચે આવેલી હોવાથી ત્યાંનું વાતાવરણ ખૂબ સરસ છે. તથા ગરબી પણ ખૂબ ઓછી પડે છે.જો મારો અને અમારો સાથ હશે તો આપણે બાળકને આગળ લઈ જઈ શકીશું તથા અમે પેરેન્ટસ પાસે એ આશા રાખીએ છીએ કે તમે બાળક સાથે વાત કરો એ કઈ પણ કહે એ સાંભળો જેથી બાળક ને કઈ હેલ્પ જોતી હોય તો એ મદદ કરી શકે. તથા ફ્રેન્ડની જેમ રહો જેથી બાળકો બધી વાત તેમના પેરેન્ટસને કહી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.