Abtak Media Google News

સ્માર્ટ સિટી પ્રોજેકટમાં ટ્રાન્સપોર્ટેશન માટે ૩૩૦૦૦ કરોડ જયારે ઘન કચરાના નિકાલ માટે ફકત ૪૮૯૬ કરોડ અને વરસાદી પાણીના નિકાલ જેવી વ્યવસ માટે ૫૧૦૦ કરોડની ફાળવણી

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૯૯ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા હાથ ધરવામાં આવેલા પ્રોજેકટમાં પરિવહનને મહત્વ દેવામાં સરકાર લોકોની સલામતી અને ઘન કચરાના નિકાલ જેવી મહત્વપૂર્ણ બાબત માટે નાણાકીય ફાળવણી કરવામાં ઉણી ઉતરી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૯૯ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટે કુલ ૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ પ્રોજેકટ હેઠળ ૩૩,૦૦૦ કરોડી વધુનો હિસ્સો શહેરી વિસ્તારમાં પરિવહન પાછળ રોકવાનો ઈરાદો રાખી સરકારે ૧૬.૬ ટકા નાણા ટ્રાન્સપોર્ટેશન પાછળ રાખ્યા છે.

તો બીજી તરફ દેશના મોટાભાગના શહેરોમાં ઘન કચરાના નિકાલની સમસ્યા ગંભીર હોવા છતાં સ્માર્ટ સિટી પ્રોજેકટના કુલ રોકાણના ફકત ૨.૪ ટકા એટલે કે ૪૮૯૬ કરોડ ઘન કચરાના નિકાલ અને વ્યવસપન માટે ફાળવવામાં આવ્યા છે.

એ જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પુર, વરસાદી પાણીનો નિકાલ અને લોકોની સલામતીને લગતી બાબતો માટે ૨.૫ ટકા રોકાણ કરવાનો ઈરાદો જાહેર કરી ૫૧૦૦ કરોડ રૂપિયા સ્માર્ટ સિટી અંતર્ગત લોકોની સલામતી માટે ફાળવવામાં આવ્યા છે.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, સ્માર્ટ સિટી આંતર માળખાકીય પાણી પુરવઠા યોજના, ઘન કચરાનો નિકાલ અને વ્યવસપન તેમજ નાગરિકોની સલામતી વગેરે બાબતો અગત્યની હોવા છતાં સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનને જ મહત્વ અપાયું છે. જો કે સ્માર્ટ સિટીનો મુખ્ય ધ્યેય સ્વચ્છ હોવા છતાં સરકારીબાબુઓ ઘન કચરાને કેમ ભુલ્યા તે પણ એક મોટો સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.