શુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…!!

આપણે સૌ શુભ કાર્યો માટે ગાય માતાનું પુજન કરીયે છીએ પરંતુ ભારતના બિહારમાં એક ગામમાં અનોખી પ્રથા છે ત્યાંના લોકો કોઈ પણ શુભ કાર્યો માટે ચામાચિડિયાની પુજા કરે છે. ચાલો આજે આપણે એ ગામની વાત કરીએ

આ ગામનું નામ સરસાઈ (રામપુર રત્નાકર) છે, જે વૈશાલી જિલ્લાના રાજપકડ બ્લોકમાં આવે છે. અહીંના લોકો ચામાચિડિયાને દેવ માને છે અને તેમની પૂજા કરે છે. તે તેમને સમૃદ્ધિનું પ્રતીક માને છે. તેમનું માનવું છે કે જ્યાં ચામાચિડિયા રહે છે તે વિસ્તારમાં પૈસાની અછત થતી નથી.

એક એવી પણ માન્યતા છે કે અહી રહેતા ચામાચિડિયા તેમના ગામની રક્ષા કરે છે ત્યાના લોકોને કોઈ પણ પ્રકારની હાનિ થવા દેતા નથી સાથે રોગચાળાથી સુરક્ષિત રાખે છે તમને જાણીને આશ્ચર્ય થશે આ ગામમાં કોઈ પણ શુભકાર્ય કરતાં પહેલાં ચામાચિડિયાની પુજા કરે છે જેથી કાર્ય સફળ થાય.

આ સેંકડો ચામાચિડિયાઓ આ ગામના એક તળાવ નજીક આવેલા પીપળના વૃક્ષ પર વસે છે. આ ચામાચિડિયાને કારણે જ આ ગામ આખા વિસ્તારમાં પ્રખ્યાત છે અને લોકો તેને જોવા માટે ગામેગામથી આવે છે.

અહીનાં ગામના લોકોનું કહેવું છે કે હજી સુધી લોકો જાણતા નથી કે આ ચામાચિડિયા કેટલા સમયથી વસે છે પરંતુ
તેઓ એક વાર્તા કહે છે જે મુજબ એકવાર મધ્યયુગીન કાળમાં વૈશાલી જિલ્લામાં રોગચાળો ફેલાયો હતો, પછી આ ચામાચિડિયા અહીંથી ક્યાંકથી ઉડાન ભરી ગયા હતા. ગયા અને પછી અહીં રોકાયા. તેઓ માને છે કે આ ચામાચિડિયાને કારણે જ અહીં કોઈ રોગચાળો ફેલાતો નથી.

Loading...