Abtak Media Google News

ગુજરાત સીએસઆર ઓથોરિટી (જીસીએસઆરએ) દ્વારા 22 અને 23 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે દ્વિતિય નેશનલ સીએસઆર કોન્કલેવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વખતના કોન્કલેવની થીમ રી-ઈન્વેટીંગ સીએસઆર ફોર ટ્રાન્સફોર્મેશનલ ઈમ્પેક્ટ’ રાખવામાં આવી છે.

રાજ્ય સ્તરીય સીએસઆર એવોર્ડના પાર્ટનર તરીકે કોન્કલેવમાં GACL (ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડ) ભાગીદાર છે. જે કંપનીઓ દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રિસિપોન્સિબિલિટી) ક્ષેત્રમાં શ્રેષ્ઠત્તમ કામગીરી બજાવી હોય તેઓને અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. અવોર્ડ માટેની પસંદગીની પક્રિયા ખૂબ જ સ્પર્ધાત્મક રહી હતી તેમજ અવોર્ડની પસંદગી પ્રસિદ્ધ જુરી દ્વારા કરવામાં આવી હતી.

બે દિવસના સંમેલનમાં 8 પેનલ ડિસ્કશનમાં 40 થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે. પેનલ ડિસ્કશન દ્વારા ગુજરાતમાં સીએસઆર ક્ષેત્રને મજબૂત બનાવવા તેમજ એક સુમેળભર્યા વાતાવરણનું સર્જન કરવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત પેનલિસ્ટ દ્વારા રાજ્યમાં કેવી રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે મળીને સીએસઆર પ્રવૃત્તિઓને સફળ બનાવી શકાય તે  માટે ચર્ચા અને મૂલ્યાંકન કરવામાં આવશે.

કોન્કલેવનો એક ઉદ્દેશ વિવિધ હિતધારકોને એકજ પ્લેટફોર્મ પર લાવીને એકબીજાની સાથે તેઓની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને શેર કરવાનો છે તેમજ સામાજિક પડકારોને ઉકેલવાનો છે.

સિનિયર સરકારી અધિકારીઓ, વિવિધ પીએસયુ અને કોર્પોરેટ કંપનીઓના પ્રતિનિધિઓ, સિવિલ સોસાયટીના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રોના 300 થી વધારે પ્રતિનિધિઓ કોન્કલેવમાં ઉપસ્થિત રહેશે.

વર્ષ – 2014માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત સીએસઆર ઓથોરિટી  જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સી.એસ.આર ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા મદદ કરે છે તેમજ રાજ્યની કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સીએસઆર ફંડનું સંચાલન તેમજ રાજ્યમાં વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓનું સંકલન, નિરીક્ષણ અને અમલીકરણ કરાવવાનું છે.

જીસીએસઆરએ કંપનીઓ અને પીએસયુને સીએસઆર પ્રવૃત્તિઓ વિશે વ્યુહરચનાઓ ઘડવા માટે તેમજ વાર્ષિક આયોજન માટે યોગદાન આપે છે. આ ઉપરાંત કોર્પોરેટ, સરકારી એજન્સીઓ, એનજીઓ અને સિવિલ સોસાયટીના સભ્યોને તેમની અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ અને જવાબદારીઓને પૂર્ણ કરવા માટે તાલીમ પણ પૂરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.