Abtak Media Google News

હાલની ૨૧મી સદીમાં  વૈજ્ઞાનિકો દ્વારા અનેકવિધ આવિષ્કારો કરવામાં આવી રહ્યા છે, જેમાં થી અવકાશશેત્ર પણ બાકાત રહ્યું નથી, બીજી તરફ અવકાશી ગતિવિધિઓ પણ છેલ્લા ઘણા સમયથી વધી ગઈ હોવાથી અનેક વિધ નવા આવિષ્કારો નવી શોધો પણ થતી જોવા મળે છે . એવીજ એક ઘટના ઘટી જેમાં વૈજ્ઞાનિકો અને અવકાસ્કારો એ ગુરુ ગ્રહના કદ જેટલો મોટો ગ્રહ સૌપ્રથમ વખત શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગ્રહ અંતરિક્ષમાં દૂર રહેલા તારા મંડર વચ્ચે રહેલો છે જે સૌવથી વધુ કુતુહલ સર્જે છે કે તારા મંડર પાસે કેવી રીતે ગુરુ ગ્રહ જેવો ગ્રહ રહી શકે ? . હાલ આ પ્રસનનું નિરાકરણ લાવવા વૈજ્ઞાનિકોએ અભ્યાસ પણ શરુ કરી દીધો છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જે નવા ગ્રહની શોધ થઈ છે તેને સોલાર સિસ્ટમમાં પણ જોઈ શકાશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની ઘટના શક્ય ન બની શકે કે તારા મંડર વચ્ચે મોટા કદનો ગ્રહ રહી શકે? આ પ્રકારની ઘટના અગાવ પણ ઘટી ચુકી છે પણ તેમાં નષ્ટ થયેલા ગ્રહોના ટુકડા જે અંતરીક્ષમાં જોવા મળતા હોય તેજ નિહાળી સકતા પણ આખો ગ્રહ નહીં. જે અંગે વૈજ્ઞાનિકો દ્વારા હાલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

અંતરિક્ષ માં અનેક વિધ અભિયાશો કરવામાં આવ્યા છે જેના પરિણામ અત્યંત ચોંકાવનારા પણ જોવા મળે છે. અંતરિક્ષ માં ઘટતી અનેક વિધ ઘટના વૈજ્ઞાનિકોના ટાડ બહાર જોવા મળે છે . ત્યારે જે ગ્રહની શોધ કરવામાં આવી છે તે પોતેજ અનેક વિધ પ્રસનોને જન્મ આપ્યો છે જે અંગે વૈજ્ઞાનિકો દવારા તેનો અભિયાશ પણ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.