Abtak Media Google News

પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના અંગે શહેરનાં તબીબોનો મત

શહેરનાં ડોકટરોએ ‘અબતક’ને જણાવી પોતાની સમસ્યાઓ: દરેક દર્દીનાં પરિવારજનોની અપેક્ષા અનેકગણી, પરંતુ દર્દીઓનો ધસારો અને તબીબોની અછતથી અશકય: તબીબોની સુરક્ષા-વ્યવસ્થા સુધારવી અત્યંત જરૂરી

લોકોને પોતાના જીવથી વ્હાલું કંઈ પણ નથી હોતું. જીવ આપવાનું કામ તો ઈશ્વરનું છે પરંતુ તેને બચાવવાનું કાર્ય તબીબ (ડોકટર)નું હોય છે. જેના કારણે તબીબને ઈશ્વરનું રૂપ ગણવામાં આવે છે.

લોકોની અપેક્ષાઓ તબીબ પાસેથી હોય છે અને જયારે આ અપેક્ષા વધી જાય પરંતુ જયારે તબીબ તેમની અપેક્ષાઓ પરીપૂર્ણ નથી કરી ચુકતો ત્યારે તબીબની સમસ્યાઓમાં વધારો આવે છે. તબીબને ઘણીવાર દર્દીનાં પરિવારજનોનો આક્રોશ પણ વેઠવો પડે છે.

જયારે  દર્દીનાં પરીવારજનોનાં મનમાં અસંતોષ ચરમસીમાએ પહોંચે ત્યારે પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની તેવી ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય છે.  તબીબ દર્દીને જયારે સંપૂર્ણપણે સ્વસ્થતા આપે ત્યારે વખાણ અને જયારે નિષ્ફળ ત્યારે ઉગ્ર વ્યવહારનો સામનો કરવો પડતો હોય છે એનો એવો મતલબ પણ નથી કે દરેક કેસમાં આવા બનાવો બનતા જ હોય. સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા તબીબોની સમસ્યાઓ અને સુરક્ષા વિશેનાં તથ્યો જાણવા અબતક ન્યુઝનાં માધ્યમથી પ્રયાસ કરાયો છે.

દરેક સરકારી હોસ્પિટલોનાં તબીબો કાર્યનાં બોજા હેઠળ દબાયેલા હોય છે: મનીષ મહેતા

The-Second-Form-Of-Ishwar-Was-Pressed-Under-The-Burden-Of-Work
the-second-form-of-ishwar-was-pressed-under-the-burden-of-work

આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં ડોકટરોની સમસ્યાઓ વિશે જણાવતા કહ્યું હતું કે, દરેક સરકારી અસ્પતાલોમાં ફરજ બજાવતા તબીબો કાર્યનાં બોજા હેઠળ દબાયેલા હોય છે. દરેક દર્દીનાં પરીજનોની ઈચ્છા હોય છે કે, તેમનાં દર્દી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે પરંતુ તે શકય નથી હોતું જેનાં કારણે અસંતોષનો જન્મ થાય છે. જયારે માસ ઈમરજન્સી (એકથી વધુ ઈમરજન્સીનાં કેસ) હોય ત્યારે વધારાનાં ડોકટરોની વ્યવસ્થા કરાય છે પરંતુ તે દરમિયાન અસંતોષ ઉદભવે છે અને તેનાં કારણે પશ્ચિમ બંગાળ જેવી ઘટનાઓ પરિણમે છે. દરેક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા મુજબ તાલીમની ઘટ હોય છે તે વરવી વાસ્તવિકતા છે. સરકારી હોસ્પિટલોથી લઈને ખાનગી એમ બંને સેકટરમાં તબીબોની અછત છે. ભારતની વસ્તીની સરખામણીએ ડોકટરોની અછત તો રહેવાની જ છે.

મનિષ મહેતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછતનો આંકડો આપતા કહ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ ૪૦ મેડિકલ ઓફિસરની પોસ્ટમાં ૧૨ થી ૧૪ જગ્યાઓ ખાલી છે. સમસ્યાનાં નિરાકરણ વિશે મનિષ મહેતાએ કહ્યું, અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલને એસઆરપીની એક ટુકડી ફાળવવામાં આવી રહી છે જે ચુંટણી દરમિયાન પાછી ખેંચવામાં આવી હતી તે પરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. દર્દીનાં પરિવારજનોએ શાંતી જાળવવી જોઈએ અને તબીબોએ સારવારને પ્રાથમિકતા આપી પરિવારજનો સાથે જીભા-જોડીમાં ના ઉતરવું જોઈએ.

હાલ તબીબો જીવના જોખમે ફરજ બજાવી રહ્યાં છે: ડો.યોગેશ દવે

The-Second-Form-Of-Ishwar-Was-Pressed-Under-The-Burden-Of-Work
the-second-form-of-ishwar-was-pressed-under-the-burden-of-work

ડો.યોગેશ દવે સુપ્રિટેન્ડેન્ટ પદ્મકુંવરબા હોસ્પિટલએ જણાવ્યું હતું કે, તબીબો પ્રત્યે સમાજનું, સરકારનું, બ્યુરોક્રેટસનું અને નેતાઓનું વર્તન અયોગ્ય હાલ તબીબો ભયજનક વાતાવરણમાં કાર્ય કરી રહ્યા છે જે દિવસે-દિવસે વધી રહ્યું છે. લોકો વિદેશ જેવી સુવિધાઓ ઈચ્છે છે પરંતુ આપણી પાસે તે પ્રકારની કોઇ વ્યવસ્થા નથી. સરકાર આ મામલે ખુબ જ પ્રયત્નશીલ છે પરંતુ તેમની પણ એક મર્યાદા છે. દર ૨૦ મિનિટે એક તબીબને માર મારવામાં આવે છે. કયાંક સંવાદનો અભાવ હોય શકે પણ તેનો અર્થ એવો નથી કે તબીબો સાથે હિંસક વ્યવહાર કરાય એવું કયાંય લખવામાં નથી આવ્યું કે તબીબો હડતાલ કરી શકે નહીં. તબીબો સાથે ગેરવર્તણુક કરવું એ બિલકુલ યોગ્ય નથી.

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હાલ તબીબો સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવવા પણ તૈયાર નથી. તબીબોની સુરક્ષા-વ્યવસ્થા સુધારવી અત્યંત જરૂરી છે એવું પણ કહી શકાય કે હાલ તબીબો જીવનાં જોખમે ફરજ બજાવી રહ્યા છે. આ સમગ્ર સમસ્યાઓનાં કારણે સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત છે. જેમકે રાજકોટ, જુનાગઢ, પોરબંદર સહિતની હોસ્પિટલોમાં ફુલટાઈમ ફિઝીશીયનનો અભાવ છે. તેમણે સમસ્યાનાં નિરાકરણ વિશે જણાવતાં કહ્યું હતું કે, કાયદાકીય સંરક્ષણ તબીબોને મળવું જોઈએ. જયુડીશીયલી એકિટવ થવું પડશે. જરૂરી કાયદો બનાવીને તબીબોને સુરક્ષા પ્રદાન કરવું જોઈએ.

તબીબોની ઘટ નિવારવા સરકારે મેડિકલ વિભાગમાં ઘણી બેઠકો વધારી તે હિતાવહ: ડો.ગૌરવી ધ્રુવ

The-Second-Form-Of-Ishwar-Was-Pressed-Under-The-Burden-Of-Work
the-second-form-of-ishwar-was-pressed-under-the-burden-of-work

ડોકટરોની મુંઝવણ તથા સમસ્યાઓ વિશે પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌરવી ધ્રુવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કામનું ભારણ એ તબીબોની મુખ્ય સમસ્યા હોય છે. આ ઉપરાંત તબીબોની સુરક્ષા વ્યવસ્થા વિશે જણાવતા કહ્યું કે, સીસીટીવી કેમેરા ફરજીયાતપણે કાર્યરત હોવા જોઈએ અને સિકયુરીટી કંપનીએ નિષ્ઠાની કાર્ય કરવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, તબીબોની ઘટને ઓછી કરવા માટે ગુજરાત સરકારે મેડિકલ વિભાગની ઘણી-બધી બેઠકોમાં વધારો કર્યો છે જે ખુબ જ હિતાવહ સાબિત થશે.

કામનું વધુ પડતું ભારણ ડોકટરોની મુખ્ય સમસ્યા: ડો.મુકેશ ઉપાધ્યાય

The-Second-Form-Of-Ishwar-Was-Pressed-Under-The-Burden-Of-Work
the-second-form-of-ishwar-was-pressed-under-the-burden-of-work

ડો.મુકેશ ઉપાધ્યાય (આરએમઓ સિવિલ હોસ્પિટલ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે પણ કામનું વધુ ભારણને તબીબોની મુખ્ય સમસ્યા ગણાવી હતી જેનાં માટે મેડિકલ વિભાગની બેઠકો વધારવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે વધુમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવાની સલાહ આપી હતી.

જોકે તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલ સુરક્ષા વ્યવસ્થામાં ખુબ જ અગ્રેસર છે તેવું પણ જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.