હવે ટ્રેન ઉપાડવાના અડધો કલાક પહેલા ટિકિટ આરક્ષણનો બીજો ચાર્ટ જાહેર થશે

રેલવેએ ટિકિટ આરક્ષણના નિયમોમાં કર્યા ફેરફાર: ૧૦મી ઓકટોમ્બર સુધીમાં મુસાફરોને મળશે લાભ

રેલવેએ ટિકિટ આરક્ષણના નિયમોમાં ફેરફારકર્યો છે. જેમાં હવે ટિકિટ આરક્ષણનો બીજો ચાર્ટ ટ્રેન ઉપડવાના અડધી કલાક પહેલા જાહેર કરાશે. કોરોના કાળ સમયે ર કલાક પહેલા આ યાદી જાહેર થતી હતી. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.

કોરોનાને કારણે લોકડાઉન તમામ ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે તબકકાવાર ટ્રેન સેવાઓ શરુ કરવામાં આવી છે. કોરોના કાળ સમયે ર કલાક પહેલા યાદી જાહેર થતી હતી. જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન ઉપડવાના ૩૦ મિનીટ પહેલા બીજી યાદી જાહેર થશે. ઉલ્લેખનીય છે કે રપ માર્ચથી દેશમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયું હતુ આ અંગે રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના પૂર્વ દિશા-નિર્દેશો હેઠળ પહેલી આરક્ષણ યાદી ટ્રેનોના ઉપડવાના ૪ કલાક પહેલા તૈયાર કરવામાં આવતી હતી. જેથી અવેલેબલ બર્થ બીજી આરક્ષણ યાદી તૈયાર થાય તે પહેલા વહેલા તે પહેલાના ધોરણે પીઆરએસ કાઉન્ટરો અને ઇન્ટરનેટના માઘ્યમથી બુક કરી શકાય.

રેલવેએ કહ્યું કે રેલવે મુસાફરોની સુવિધાને ઘ્યાનમાં રાખીને થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બીજી આરક્ષણ યાદી ટ્રેનોના ઉપડવાના સમયન ઓછામાં ઓછા અડધા કલાક પહેલા તૈયાર કરવામાં આવે, આ હિસાબે ઓનલાઇન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર ટિકીટ બુકીંગ સુવિધા બીજી આરક્ષણ યાદી તૈયાર થતા પહેલા ઉપલબ્ધ કરાવવાની રહેશે. સીઆરઆઇએસ સોફટવેરમાં જરુરી પરિવર્તન કરાશે જેથી ૧૦ ઓકટોબર સુધીમા આ સુવિધા મળી રહે.

Loading...