Abtak Media Google News

છેલ્લા ૩૦ વર્ષમાં વિશ્વભરના દરિયાઓમાં દરિયાઈ પવનમાં ૮ ટકાનો જયારે તરંગોમાં ૫ ટકાનો વધારો થયાનો વિશ્લેષકોનો અભ્યાસ

હાલમાં દુનિયાના તમામ દરિયાઈ સમુદ્રો ભારે તોફાની બની રહ્યા છે વિશ્વભરનાં તમામ મહાસાગરોમાંથી ભારે પવનો અને તરંગોની ઉંચાઈઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. મેલબોર્ન યુનિવર્સિટીના સંશોધકોએ ૧૯૮૫ થી ૨૦૧૮ની વચ્ચે ૩૧ વિવિધ ઉપગ્રહોમાંની લેવામાં આવેલા પવનની ગતિ અને તરંગની ઉંચાઈના માપનું વિશ્લેષણ કર્યું હતુ આશરે ચાર બિલીયન અવલોકનો વિશ્વભરનાં ૮૦ સમુદ્રોના કરવામાં આવ્યા હતા. આ ડેટા અત્યાર સુધીનાં આ પ્રકારના સૌથી મોટા અને વિગતવાર છે.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ મહાસાગરમાં ભારે પવનની ગતિ છેલ્લા ૩૦ વર્ષથી દરેક સેકટરમાં ૧.૫ મીટર અથવા ૮ ટકા જેટલી વધી જવા પામી છે. જયારે અતિ ગતિમાં આવતી તરંગોમાં ૩૦ સેમી અથવા ૫ ટકાનો વધારો થયો છે. જેમ જેમ વિશ્વના મહાસાગરો તોફાની બની રહ્યા છે. તેઓ સંશોધકોએ ચેતવણી આપી છેકે તે દરિયાઈ સ્તરો અને ઈન્ફ્રાસ્ટ્રકચરનાં વધતી જતી અસરો પર પ્રવાહ ધરાવે છે.

હાલમાં આ ૫ અને ૮ ટકાનો વધારો મોટો લાગતા નથી પરંતુ જે આવો વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહે તો આપણી આબોહવામાં આવા ફેરફારોમાં મોટી અસર પડશે તેમ મેલબોર્ન યુનિવર્સિટીના ઈયાન યંગે જણાવ્યું હતુ પૂર આવવાની ઘટના તોફાનમાં વધારો કરે છે અને તેની સંકળાયેલી ત્રુટીઓ મોજાઓ પુરી કરે છે. સમુદ્રના સ્તરમાં વધારો આ ઘટનાઓને વધુ ગંભીર અને વારંવાર બનાવે છે. તો યંગે વધુમાં ઉમેરી જણાવ્યું હતુ કે તરંગની ઉંચાઈમાં વધારો અને તરંગ દિશા જેવા અન્ય ગુણધર્મોમાં પરિવર્તન તટવર્તી પૂરની સંભવિતતામાં વધારો કરશે.

દક્ષિણ મહાસાગરમાં પરિવર્તનને સમજવું મહત્વપૂર્ણ હતુ કારણ કે દક્ષિણ પેસીફીક, દક્ષિણ એટલાનિટક અને ભારતીય મહાસાગરોનાં તરંગ આબોહવા પર પ્રભુત્વ ધરાવતી સુધરવાની આ મુળ હતી તેમ સંશોધકોએ જણાવ્યુંં હતુ દક્ષિણ મહાસાગરથી સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં મોટાભાગનં દરિયાકાંઠાની સ્થિરતા નકકી કરે છે. તેમ યંગે જણાવીને ઉમેર્યું હતુ કે આ ફેરફારોમાં અસર છે જે સમગ્ર વિશ્વમાં લાગે છે. તોફાન મોજા દરિયાકાંઠાના ધોવાણમાં વધારો કરરી શકે છે. ખર્ચાળ વસાહતોને જોખમમાં મુડીરોકાણ મૂકી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.