સોમનાથનાં પ્રાચીન મંદિરનાં શિલ્પ-સ્થાપત્યો હવે ટુરિસ્ટ ફેસીલીટી ભવનમાં નિહાળવા મળશે

મંદિરનાં પટાંગણમાં આકર્ષક ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટરનું નિર્માણ, ટુંક સમયમાં સેન્ટરનું ઉદ્ઘાટન કરીને ભાવિકો માટે ખુલ્લુ મુકાશે

વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના મુજબ અંદાજે તેર કરોડની રકમે સોમનાથ ટ્રસ્ટની ઓફીસની પાછળ અને વાહન પાર્કીગની પાસે અદ્યતન ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર કાર્યરત કરાયુ છે. જેનું વિધીવત ઉદ્ધાટન ટુંક સમયમાં થશે.

જેમાં સોમનાથ મહાદેવના પ્રાચીન મંદિરમાં શિલ્પ સ્થાપ્તયોને સુંદર, સુઘડ અને આકર્ષક રીતે પ્રદર્શતિ કરાયા છે. જે તે સમયના આક્રમણખોર દ્વારા મંદિર ખંડિત કરાયુ હતુ. તે સ્થળે હાલ નવુ મંદિર વિદ્યમાન છે. નવું બાંધતી સમયે પ્રાચીન તે મંદિરના જાળવણીપુર્વક એકઠા કરાયેલ શિલ્પ-સ્થાપ્તયોને સંગ્રહાલય પુરાતત્વ વિભાગના સહયોગથી સોમનાથ ટ્રસ્ટે સોમનાથ સર્કલ પાસેનું સંગ્રહાલય પુન:સંપાદિત કરી હવે એ સ્થાપ્તયોને ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટરના નવા ભવનમાં વિશાળ હવા -ઉજાશ- લાઈટ ફેન અને શિલ્પોને નવાનકોર સ્ટેન્ડ બનાવી સંગ્રહાલયને જોવાલાયક દર્શનીય બનાવેલ છે.સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવિણભાઈ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સોમનાથ પ્રોજેકટ ઈન્જીનીયર નિર્સગ પ્રજાપતિ, યાત્રિક સુવિધા કેન્દ્રના અધિકારી વી.એમ. પરમાર તથા સ્ટાફે આ કામગીરી સુંદર રીતે પાર પાડી છે.

આ સંગ્રાહલયના વિશાળ હોલ ઉપરાંત બાજુના બે પરિસરોમાં પણ તે સમયના પ્રાચીન મંદિરના સ્થંભો, ઘુમટ અને જુદા જુદા પત્થરોમાં કોતરણી કરાયેલા દેવ-દેવીઓ પ્રસંગો અને પૌરાણીક ગાથાઓને પ્રર્દશિત કરાઈ છે. પ્રાચીન સમયનું ગાડું-ગ્રામ્ય ઘરોના શુશોભનો મુલાકાતીઓને સેલ્ફી લેવા આકર્ષ છે. વીસમી સદીનાઆ સ્થાપ્તયો બે હજાર વરસોના ઈતિહાસને જીવંત કરે છે અને ટ્રસ્ટે આ નવા ભવનમાં સંગ્રહાલય લાવી બાવીસ વરસથી બંધ નિષ્ક્રીય પડેલા સંગ્રહાલય પાસેથી પુન:કબજો લઈ ટ્રસ્ટે પોતે જ સંગ્રહાલય બનાવી પ્રાચીન લુપ્ત થતા વારસાને બચાવ્યો છે.

Loading...