Abtak Media Google News

બાળકોને જોયફૂલ લર્નિંગ કરાવે સાથે બાળકને શાળાએ આવવું – બેસવું ને શીખવું ગમે એ જ શાળા તેનો સર્વાંગી વિકાસ કરી શકે છે. ભૌતિક સુવિધાથી સજજ આજની શાળામાં ઘણી ત્રુટીઓ હોવાથી માત્ર પુસ્તકીયા જ્ઞાનથી છાત્રોનું મૂલ્યાંકન થાય છે. આજે સ્કીલ બેઝ એજયુકેશનની તાતી જરૂર

છાત્રોના જીવનમાં શાળા સંકુલ સૌથી અગત્યનો પાર્ટ છે ભૌતિક સુવિધાથી સજજ આજના જ્ઞાન મંદિરો ખરા અર્થમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરાવી શકે છે? આ મોટો પ્રશ્ર્ન છે. ખરેખર તો છાત્રોની સોળે કલાએ વિકાસ સાધી શકે એ શાળા જ શ્રેષ્ઠ કહેવાય, શ્રેષ્ઠ શાળાના અપાતા એવોર્ડમાં શિક્ષણ- ભૌતિક સુવિધા સાથે સહઅભ્યાસિક પ્રવૃતિને સૌથી વધુ અગ્રતા અપાય છે. અગાઉના ભણતરમાં જીવન ગણતર હતું આજે તો શાળાઓમાં ફકત પુસ્તિકયા જ્ઞાન આપીને છાત્રોનું મુલ્યાંકન કરાય છે.

મેડમ મોન્ટેસરી ગીજાભાઇ બધેકા જેવા મહાન લોકો શાળાને જ્ઞાન મંદિર – બાલવાડી – ફૂલવાડી જેવા નામો આપીને શ્રેષ્ઠત્તમ કાર્યો કર્યા હતા. આજે આપણને પ્રશ્ર્ન થાય કે શ્રેષ્ઠ શાળા કે તે કહેવી? સંતાનોના એડમિશન વખતે આપણે શાળા પસંદગી વખતે મોટાભાગે દેખા દેખી કે અંગ્રેજી માઘ્યમનો  આગ્રહ રાખીને બાળકોને ટ્રેસ આપતા હોય છીએ, હકિકતમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ આધારીત ચાલતા સંકુલો બાળકોની વ્યથા સારી રીતે સમજી શકે છે. મા-બાપે શાળા સંકુલ – સ્ટાફ – સુવિધા સાથે આરોગ્યપ્રદ બાબતોને પણ આજના યુગમાં ઘ્યાને લેવાની જરુર છે.

શ્રેષ્ઠ શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ, શિક્ષણ, સહઅભ્યાસિક પ્રવૃતિ, સેનીટેશન, ભૌતિક સુવિધા, શુઘ્ધ પીવાના પાણી સાથે આરોગ્યપ્રદ બાબતો સાથે ફાયર સેફટી, શાળા મેદાન સુવિધા હોય ત્યાં જ બાળકોને બેસાડવા જરુરી છે. આ બધા શ્રેષ્ઠ શાળાના ક્રાઇટેરીયા છે. મસમોટી ફિ ભરતા હોય ત્યારે તમામ વસ્તુ જોવી જરુરી છે, ખાસ તો કવોલીફાઇડ સ્ટાફ હોવો જરુરી છે. ગુણોત્સવમાં એ-ગે્રડ વાળી શાળામાં આ બધી સુવિધા હોવી જરુરી છે. શાળાનું શ્રેષ્ઠ વાતાવરણ અને વિવિધ ટેકનીકથી શિક્ષણ જ મહત્વની બાબત છે. છાત્રો વાંચન, ગણન અને લેખનમાં નિપુણતા મેળવે કે તેમાં તેને પ્રવિણ કરવો તે જવાબદારી વર્ગ શિક્ષક અને શાળા સંકુલોની છે.

બાલમંદિરથી ધો. ૧ર સુધીની પૂર્ણ એકમની શાળાઓ આજે છે ત્યારે છાત્રોના જીવનનાં મહત્વની જવાબદારી વિશેષ છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણ વિષયોમાં લગભગ મોટાભાગના છાત્રો નબળા રહે છે ત્યારે વિજ્ઞાનમાં પ્રયોગો કે લેબોરેટરી પ્રયોગ શાળા અને ગણિતના વિવિધ કોયડા ઉકેલ જેવી રમતો અને અંગ્રેજીમાં જોય ફૂલ લનીંગ સાથે ટીચીંગ લર્નીગ મટીરીયલ્સ (ઝકખ) નો વધુ ઉપયોગ કરતી શાળા બાળકોની છુપી કલાઓ સાથ સર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠ કહી શકાય છે. પણ આજના યુગમાં શિક્ષણ એક વ્યવસાય તરીકે જોDashboardવાય છે ત્યારે બાળકોનો વિકાસ અંતિમ ક્રમે છે જે દુ:ખદ બાબત છે. આપ મેળે વિકાસ કરતો છાત્ર અસાધારણ  સિઘ્ધી મેળવે તો શાળા જસ ખાટવા સન્માન કાર્યક્રમ યોજે છે. જે એટલું જ નગ્ન સત્ય છે.

Ck8Zbn6W48L31

શ્રેષ્ઠ શાળા બનાવવા વિવિધ મુદાઓ ઘ્યાને લેવા પડે જેમાં શાળા સંકુલો તથા વર્ગ શિક્ષક સાથે વાલીનું સંવાદિતપણુ અને પ્રોત્સાહન સાથે ગૃહકાર્ય, સ્વાઘ્યાય પોથીની નિયમિત ચકાસણ જેમાં સારા અક્ષરની શિક્ષણની પ્રેરણા બાળકની ખીલવણી કરી શકે છે. ચિત્ર, વાર્તા, પર્યાવરણ સાથે શૈક્ષણિક રમકડાથી છાત્રોના રસ રૂચી વલણો જાળવી રાખે તે જ શ્રેષ્ઠ શાળા કહેવાય છે. જો કે આ બાબતે છેલ્લા દશકાથી શું જ કામ થયું નથી.

શાળામાં પુસ્તકાલય, સ્પોર્ટસ સાથે ઇત્તર પ્રવૃતિનું માસિક કે વાર્ષિક આયોજન થવું જ જોઇએ, શિક્ષણને કેળવણી એટલે જ કહે છે કે જે શાળા બાળકોને કેળવી શકે તે જ શાળા સાચી કેળવણી આપી શકે છે. નાનું બાળક તમે જેમ વાળો તેમ વળી શકે તેથી શાળાઓમાં આ બાબતનાં નિષ્ણાંત કાઉન્સીલર હોવા જરુરી છે. આજના યુગમાં કોમ્પ્યુટરનું મહત્વ છે ત્યારે શિક્ષણની સાથે તેને સાંકળીને બાળકને ર૧મી સદીના આ જરૂરી જ્ઞાનનો વિકાસ કરી શકાય છે. આજે શાળાઓ વિશાળ છે પણ બીજાું બધુ નહીંવત હોવાથી માત્ર ગોખણીયું જ્ઞાન છાત્ર  મેળવે છે. અનુભવ જન્ય શિક્ષણ લાંબુ ટકે છે. માટે છાત્રોના આ તરફ વાળવા ખુબ જ જરૂરી છે.

મારા મતે શ્રેષ્ઠ શાળાના માસિક આયોજનમાં ઇત્તર પ્રવૃતિને વિશેષ મહત્વ આપીને સંગીત- ચિત્ર, સ્પોર્ટસ સાથે બેસ્ટ ક્રિએશન કરાવવું જરૂરી છે. બાળકોમાં ઘણી છુપી કલાઓ પડેલી હોય છે જે શિક્ષકે અને શાળા સંકુલોએ ઉજાગર કરવાની જરુર છે. જે શાળાનો છાત્ર મુકત મને પોતાની વ્યથા રજુ કરી શકે એ શાળાનું વાતાવરણ શ્રેષ્ઠ કહેવાય છે. વર્ગખંડમાં જે પાઠ આવે તે બાબતના શૈક્ષણિક રમકડા અવશ્ય બાળક જોવે તો જ ચિરંજીવી જ્ઞાન મેળવે છે. ગમ્મત સાથે જ્ઞાન, આનંદમય શિક્ષણ-પ્રવૃતિ સાથે જ્ઞાન આ બધી ટેકનીક શ્રેષ્ઠ શાળામાં નિયમિત થતી હોય તો જ લેખે લાગ્યું કહેવાય,

વિદ્યાર્થી સાથે વિદ્યાર્થીની ના શિક્ષણ અને વિવિધ પ્રોજેકટો સાથે ધો. ૮ થી ૧ર ના છાત્રોને એડોલેશન એજયુકેશન પણ આપવું જરૂરી છે. સમુહમાં અભ્યાસ કરતાં છાત્રો આડે પાટે ન ચડી જાય તે સાથે સારા નરસાની પરિભાષા સમજે તે એટલું જ જરૂરી છે. આજના યુગની શાળાઓ એ ઘણી બધી રીતે બદલાવની જરૂર છે. જો કે નવિ શિક્ષણ નીતિ ૨૦૨૦ આગલા વર્ષથી લાગુ પડયા બાદ સરકારી દાયરામાં આવવાથી ફરજીયાત ચેઇન્જ આવી જ જવાનો છે. પ્રારંભિક બાળ સંભાળનો શિક્ષણ કાર્યક્રમઆવી જ રહ્યો છે જેને માટે શાળાઓએ અત્યારથી જ તૈયારી શરુ કરવી પડશે.

સાંભળેલ કરતાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોથી જોયેલ છાત્રોને વધુ યાદ રહેતું હોવાથી આ બાબતે શાળા સંકુલોએ શ્રેષ્ઠત્તમ બનવા અત્યારથી જ પ્રારંભ કરવો જરુરી છે. આવનારી પેઢીને સ્કીલ બેઝ એજયુકેશનની જરૂર છે. તો શું શાળા તેને આવી સુવિધા પુરી પાડી શકશે. અભ્યાસક્રમમાં આવેલ ૧૦૦ ટકા મૂલ્યાંકન કરતાં ઇત્તર પ્રવૃતિના વિકાસ સાથે મળેલા ઓછા માર્ક કે ટકા કે પી.આર. બાળકોનો વિકાસ કયારેય રૂંધી ના શકે. આ બધી જ સીસ્ટમ સરકારી શાળાઓમાં છે જ પણ ત્યાં કોઇપણ ભણાવતું નથી કારણ કે તે મફત ભણાવે છે ખરેખર તો આજ શાળા શ્રેષ્ઠ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.