આચાર્યના આચરણથી જ શાળા સંકુલો દીપી ઉઠે

પ્રજ્ઞાવાન-શીલવાન અને કરૂણાવાન

શાળનાં સર્વાંગી વિકાસમાં આચાર્યનો ફાળો વિશેષ હોય છે, છાત્રોના પરિણામ, સ્ટાફ સાથેનો વ્યવહાર અને સંકુલની જવાબદારી તેના શિરે હોય છે, કુશળ વહિવટ અને સંચાલનથી તે શાળાની પ્રગતિ કરી શકે છે

જેનું આચરણ શ્રેષ્ઠ તે આચાર્ય આપણે આજે શાળા સંકુલના વડા વિશે વાત કરીશું, શાળાના વિકાસ સાથે છાત્રોના મૂલ્યાંકન પર સીધી અસર તેમની હોય છે. શાળાની સુંદર વ્યવસ્થા, સંચાલન સાથે છાત્રોના વાલીઓ સાથ વ્યવહાર તેમના થકી પરિણામો આપે છે, તેના ઉમદા આચરણથી શાળા સંકુલ દિપી ઉઠે છે, વર્ષો પહેલા આપણે તેને મોટા શિક્ષક કે મોટા સાહેબ કહેતા પણ આજે આચાર્ય, પ્રિન્સીપાલ, મુખ્ય શિક્ષક જેવા શબ્દોથી બોલાવીએ છીએ.

વિશ્ર્વભરમાં શાળાઓમાં આ સિસ્ટમ કાર્યરત છે. હેડ ટીચર, હેડ માસ્તર, હેડ મિસ્ટ્રેસ, હેડ, ચાંસલર, પ્રિંસીપલ કે સ્કુલ ડાયરેકટર જેવા વિવિધ નામોથી ઉદબોધન થાય છે. સ્કુલની તમામ  વ્યવસ્થાની જવાબદારી તેમની હોય છે. તેને સંચાલનનીસાથે અમુક પિરીયડ પણ લેવાનો નિયમ હોય છે તો ગમે ત્યારે તે ગમે તે વર્ગનું શિક્ષણ કાર્ય ચેક કરી શકે છે, શાળાના તમામ સ્ટાફને સબળ નેતૃત્વ તે જ પુરૂ પાડે છે, જે શાળાને ઉચ્ચતય શિખર પર ગુણવતાસભર શિક્ષણ છાત્રોને પુરુ પાડે છે. તે શાળાને એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ પુરુ પાડે છે. લોકડાઉન બાદ આજથી શાળા શરુ થવા જઇ રહી છે ત્યારે ધો. ૯ થી ૧ર ના મોટા છાત્રોની જવાબદારી અને સામાજીક અંતર સાથેની વ્યવસ્થાની જવાબદારી આચાર્યના શીરે હોય છે.

છાત્રોના જીવનમાં આચાર્યનું વિશેષ મહત્વ હોય છે. તે શાળામાં રોજ-બરોજના નિયમો, માર્ગદર્શન, શાળાની ગતિ વિધીની દેખરેખ રાખે છે. પહેલા તો સીનીયર શિક્ષકને આચાર્યનો ચાર્જ અપાતો અને તે લેવા માટે પડાપડી થાતી આજે આચાર્યની ઘણી બધી જવાબદારી ને કારણે શાળાનો ચાર્જ લેવા કોઇ તૈયાર થતું નથી. ગમે તે બહાના ધરીને છુટવા માગે છે. આજે તો શિક્ષકો પાસેથી કામ લેવામાં આચાર્યને નાકે દમ આવી જાય છે. આચાર્ય માટે તમામ સ્ટાફ પ્રત્યે સમદ્રષ્ટિનો ભાવ હોય પણ સ્ટાફને લાગે તે અમુક શિક્ષકનું વધારે આપે છે. આજે દરેક શાળામાં નાની મોટી સમસ્યા રહેતી જોવા મળે છે. પરંતુ આમાંથી જે શ્રેષ્ઠ સંચાલન કરીને શાળાને પ્રગતિ કરાવે તે જ શ્રેષ્ઠ આચાર્ય હોય શકે.,

દર વર્ષે સરકાર શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષક સાથે શ્રેષ્ઠ આચાર્યને પણ એવોર્ડ આપે છે. શાળાના તમામ કામોમાં કચેરી સાથે પત્ર વ્યવહાર, પગાર બીલમાં સુધારા વધારા, મૂલ્યાંકન પત્રકો સાથે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા મંગાતી વિવિધ આંકડાકિય માહિતી તેમને પૂર્ણ કરવાની હોય છે. દરેક બાળક સરકારની યોજનાથી વંચિત ન રહે તેની જવાબદારી આચાર્યની છે. આજે કોમ્પ્યુટર યુગમાં ઘણું સહેલું થયું પહેલા તો બધુ જ હાથે લખીને તૈયાર કરવું પડતું તમામ વર્ગોના વર્ગ શિક્ષકો પોતાના વર્ગનું તૈયાર કરીને આપે જેને શાળા એકંદર કહીને કચેરીએ આચાર્ય જ મોકલતા હોય છે. હવ તો આચાર્ય માટેની પણ પરીક્ષા એચ.ટાટ આવી જવાથી શાળા સંકુલોને કવોલીફાઇડ આચાર્યો ગળવા લાગ્યા છે. શાળાની સહ અભ્યાસિક પ્રવૃતિ, પરિક્ષા અને વિવિધ સ્પર્ધામાં બાળકોને વ્યવસ્થા આયોજન શાળા આચાર્ય જ કરે છે. શાળામાં આવતા વિવિધ કેળવણી નિરીક્ષકો, અધિકારીશ્રીઓ સીધા શાળાના વડા તરેકે આચાર્યને જ મળે છે. તેમનો જવાબ ગ્રાહય રાખે છે.

શાળા સ્ટાફને પનીરામેન્ટ કરવાની સત્તા સાથે શાળાનો તમામ નાણાકિય વ્યવહાર તેમની સહીથી થતો હોવાથી આચાર્યએ પારદર્શક વહિવટ સાથે દફતરી કામ, શાળા રેકોર્ડ વ્યવસ્થિત નિભાવવું પડે છે, શાળાનાં બધા બાળકોને અસરકાર શિક્ષણ મળે તેની જવાબદારી  આચાર્યની હોય છે. આ ઉપરાંત આયોજન, મૂલ્યાંકનની તમામ જવાબદારી તેમની છે. આચાર્યની ફરજો ના ચોકકસ નિયમો બનાવાય છે. તેના બે પ્રતિનિધિઓમાં સુપરવાઇઝર, શિફટ વાઇસ પ્રિન્સીપાલ હોય છે. જે તેના રૂલ્સને ફોલો કરે છે અને સ્ટાફને પણ કરાવે છે. સૌથી અગત્યની બાબતમાં શાળાની શ્રેષ્ઠ બાબતોનો વાલીઓને પ્રોત્સાહિત કરે છે.

આચાર્ય પોતાની શાળા બીજા કરતાં વિશેષ દેખાય તે માટે સ્વચ્છતા અને સુંદરતાની ટેવો છાત્રોમાં પાડે છે સાથે તેજસ્વી છાત્રોને પ્રોત્સાહીત આપીને વધુને વધુ નિપુણતા હાંસલ કરાવે છે. શાળાની દરેક કમીટીની મીટીંગ  બોલાવીને ચર્ચા – વિચારણા આચાર્યે જ કરવાની હોય છે. શાળાના તમામ નાણાકિય વ્યવહારોના હિસાબ, રેકોર્ડ પારદર્શક ચોખ્ખો રાખવો પડે છે. રોજમેળ, બેંક વ્યવહારોનો તમામ રેકોડ, બીલો બધુ ઓડીટ પણ દર વર્ષે તેમણે કરાવવું પડે છે. પવર્તમાન યુગમાં તેને ડિઝીટલ ફોરમેશન સાથે નેટના માઘ્યમથી તમામ વસ્તુઓ મોકલતા આવડવી જરુરી છે કારણ કે આજે તમામ શાખા વહિવ, પત્ર વ્યવહાર સાથે બાળકો સ્ટાફની હાજરી, ભોજન આંકડા જેવી તમામ વિગતો ઓન લાઇન જ મોકલવી પડે છે, તેથી તે કુશળ હોવો જરુરી છે.

આપણે સૌ જાણીએ છીએ કે ઘણી શાળા આચાર્યના નામથી જ ઓળખાય છે. લગભગ દરેક ગામ કે શહેરમાં એક-બે શાળા એવી જોવા  મળે કે જેમાં આચાર્યના કુશળ વહિવટને કારણે શાળા ટોચે પહોંચી હોય અને  શાળાને શ્રેષ્ઠ  શાળાનો એવોર્ડ મળ્યો હોય શાળાના ગમે તે પ્રોબ્લેમ હોયતે સીધા આચાર્ય પાસે જ આવે છે, એટલે જ સિધા વર્ગખંડમાં ટીચરને ચાલુ કલાસે ન મળતા સીધા આચાર્યને મળવા સૌ આવે છે. તોફાની બાળકોનો આખરી નિર્ણય પણ આજ મોટા સાહેબ કે આચાર્ય લેતા હોય છે. શાળા વિકાસનો રોડ મેપ આચાર્ય જ તૈયાર કરે છે. શાળાનો તમામ વહિવટ તેમની સહી-સિકકાથી થાય છે. શાળાનાં નબળા બાળકોને સબળા બનાવવા માટે તેના આયોજન થકી જ બાળકો સબળા બને છે. તો જરુર જણાયે તમામને સુચના હુકમ કે અન્ય માર્ગદર્શન તે જ આપે છે.  ગમે તે પ્રશ્ર્ને આચાર્યનો નિર્ણય આખરી ગણાય છે.પ્રાર્થના સભા કે શનિવારની બાલસભા કે વાલીના સંમેલનમાં તે પ્રેરક પ્રવચન આપે છે, શાળાની સિઘ્ધી વર્ણવે છે. પ્રજાસત્તાક પર્વ જેવા તમામ તહેવારો શાળામાં ઉજવીને તેના માર્ગદર્શન તળે છાત્રોમાં જીવનમૂલ્ય શિક્ષણ અને વિવિ ગુણોનું સિંચન થાય છે. નાના બાળકોની શાળા જીવન મુલ્ય શિક્ષણ અને વિવિધ ગુણોનું સિંચન થાય છે. નાના બાળકોની શાળામાં આચાર્યનું વિશેષ માન જોવા મળે છે, મોટા છાત્રો તો જરૂર જણાયે જ તેને મળવા ઓફીસમાં જતા હોય છે. આચાર્ય મંજુર કરે તો જ છાત્રો કે સ્ટાફને રજા મળે છે. ગમે તેની તાલીમ કે વાત આચાર્યને પ્રથમ કરાય છે. જે બાદમાં શાળા અને સ્ટાફમાં અમલવારી કરે છે. શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન તે નિયમિત કરીને જ માસિક રીપોર્ટ તૈયાર કરે છે. અબ્રાહમ લિંકનનો સ્કુલના હેડ માસ્તર પર લખેલો પત્ર વાંચવા જેવો છે. બાળકના સર્ંવાગી વિકાસમાં શિક્ષક સાથે આચાર્યનો ફાળો પણ સવિશેષ જોવા મળે છે.

આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓને અસરકારક  નેતૃત્વ પુરૂ પાડે છે

શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓના બન્ને જુથને વ્યવસ્થિત વિકાસ માટે એક સબળ નેતૃત્વ પુરૂ પાડે તે શાળાનો આચાર્ય કે હેડ માસ્તર, વિઘાર્થીઓમાં વિવિધ ગુણોનું સિંચન તેમના સુંદર આયોજન વ્યવસ્થાથી જ થાય છે, શાળાનું અસરકારક નેતૃત્વ આચાર્યની શ્રેષ્ઠ આવડતો થકી જ શાળા સંકુલ વિકાસની હરણફાળ ભરી શકે છે. તે શાળાનો પ્રાણ છે. આચાર્યમાં સંચાલક, નેતા, નિરીક્ષક, ડાયરેકટર ના તમામ

ગુણો કેળવાયેલા હોવાથી તે શિક્ષકોનો મિત્ર અન છાત્રોનો સાચો માર્ગદર્શક બની શકે છે. તે શાળાનો રાજા કહેવાય છે, તમામ નાની મોટી સમસ્યા તેમની કુનેહથી જ ઉકેલાય છે. જેવા આચાર્ય તેવી શાળા આપણને જોવા મળે છે. શાળામાં તમામ નાના કે મોટા નિર્ણયો તેમના દ્વારા જ લેવાય છે કે નિયમો બનાવાય છે. તે શાળાનો મુખ્ય સુત્રધાર છે. આચાર્યના ત્રણ લક્ષણોમાં પ્રજ્ઞાવાન, શીલવાન અને કરૂણાવાન  મુખ્ય ગુણો છે. શ્રેષ્ઠ આચાર્ય જ્ઞાન, કર્મ અને ભકિતને વરેલો હોવો જોઇએ પોતાની શાળામાં નવા નવા પ્રયોગો કરીને છાત્રો બળવતર બનાવવા આચાર્ય હમેંશા તત્પર રહે છે.

Loading...