Abtak Media Google News

સરગમ કલબની પરંપરા મુજબ રાજકોટવાસીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે શ્રેષ્ઠ કાર્યક્રમોની વણઝાર કરવામાં આવી. સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગ‚પે એચ.પી રાજયગૂ‚ કાૃ. તેમજ વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મીલ પ્રા.લી.ના ઉપક્રમે તા.૨૨ને સોમવારના રોજ ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮ કલાકે ભવ્ય સરગમી હસાયરાનો કાર્યક્રમ યોજાશે.

આ હસાયરાના કાર્યક્રમમાં નામી કલાકારો સાંઈરામ દવે, ધી‚ભાઈ સરવૈયા, ગુણવંતભાઈ ચુડાસમા, સુખદેવ ધામેલીયા વગેરે કલાકારો રાજકોટની જનતાને હસાવશે.

કાર્યક્રમનું ઉદઘાટન ડો. રાહુલ ગુપ્તા કરશે જયારે કાર્યક્રમના પ્રમુખ સ્થાને બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે અને મુખ્ય મહેમાન તરીકે નીખીલભાઈ કણસાગરા, જયસુખભાઈ ઘોડાસરા, જીતુભાઈ બેનાણી મનીષભાઈ મેડકા, રમેશભાઈ ટીલાળા, અનંતભાઈ ઉનડકટ, ધનસુખભાઈ ભંડેરી, ડી.કે. સખીયા, જગદીશભાઈ ડોબરીયા, નિરજભાઈ આર્ય જગદીશભાઈ સખીયા, હિતેષગીરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહેશે.

સરગમ પરિવારનાતમામ સભ્યો તથા તેમના પરિવારજનો અને રાજકોટની જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયેલા આ કાર્યક્રમને માણવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ પટેલ તથા એચ.પી. રાજયગુ‚ એન્ડ કાૃ.ના હેતલભાઈ રાજયગૂ‚, વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મીલ પ્રા.લી.ના નરેશભાઈ લોટીયા અને રાજભાઈ લોટીયાના માર્ગદર્શન હેઠળ સરગમ કલબના કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.