Abtak Media Google News

તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે; કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા કથાનું સમુધુર શૈલીમાં પાન કરાવશે; ૨૯મીએ ભવ્ય સંતવાણી; પરિવારજનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ભરવાડ સમાજના સુફી સંત પાતાભગત ટોળીયા પરિવાર દ્વારા મવડી બાયપાસ ઉપર રામધણ પાસે, પ્રગટેશ્ર્વર મહાદેવ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં શ્રી મદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ભાગીરથી ગંગા પ્રખર કથાકાર ડો. મહાદેવ પ્રસાદજી મહેતા (કાશી, ભાડલાવાળા)ના મુખેથી વહેશે. જેનું લાઈવ પ્રસારણ સહવિદ્યા ચેનલમાં કરવામાં આવશે.

આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન નકલંક ડેરીવાળા ભૂરાભાઈ કરણાભાઈ ટોળીયાએ જણાવ્યું છે કે મહાદેવ પ્રસાદજીના કંઠેથી કથાવાચન થશે જેમાં કથાશ્રવણ માટે સમગ્ર ભરવાડ સમાજ તેમજ ધર્મપ્રેમીભાઈ બહેનોને પધારવા અનુરોધ કરાયો છે.

ભાગવત સપ્તાહનો પ્રારંભ રવિવારે સવારે ૮ વાગ્યે પોથીયાત્રા સાથે થશે. તા.૩૦ના રોજ નૃસિંહ પ્રાગટય, તા.૧ના રોજ કૃષ્ણજન્મ નંદમહોત્સવ, તા.૩ના રોજ કૃષ્ણ ‚કમણી વિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તા.૪ને શનિવારના રોજ કથા વિરામ થશે. તમામ પ્રસંગોનું ધાર્મિક ચેનલ સદવિદ્યામાં લાઈવ પ્રસારણ કરવામા આવશે.

તા.૨૯ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ કથા સ્થળે યોજાશે. જેમાં કલાકાર વિજયભાઈ ગઢવી સાહિત્યરસ પીરસશે. કમણી વિવાહમાં જાનૈયા પક્ષે જીવણભાઈ રેવાભાઈ ગમારા, કાળુભાઈ રેવાભાઈ ગમારા પરિવાર રહેશે.

ધર્મોત્સવને સફળ બનાવવા ટોળીયા પરિવારના ભૂરાભાઈ, દિનેશભાઈ, ગીરીશભાઈ, ભીખાભાઈ, દિલીપભાઈ, વિનોદભાઈ, રવિભાઈ, વિજયભાઈ, નિશીતભાઈ, ભૌતિકભાઈ, રાજુભાઈ, ભીખાભાઈ, ગોપાલભાઈ, ગોકળભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ, અવધ, વિશાલ, નાગજીભાઈ, રમેશભાઈ વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.