Abtak Media Google News

ડિજિટલ સુરક્ષાની ચિંતા વધી ૭૮ ટકા લોકો ડિવાઈસોને સુરક્ષીત રાખવા પ્રયત્નશીલ

ડીજીટલ યુગમાં કોઈનો પણ ડેટા કયાંય પણ સુરક્ષીત નથી. તાજેતરમાં ફેસબૂક અને આધારના ડેટા લીક થયા હોવાના અહેવાલો બાદ ભારતીયોમાં ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. ઓનલાઈન વહીવટ કરનારાઓની સલામતી જોખમમાં મુકાઈ હોવાના ખુલાસા વારંવાર થઈ રહ્યાં છે.

ઓનલાઈન સુરક્ષા પુરી પાડતી સંસ દ્વારા કરાયેલા સર્વે અનુસાર ૭૯ ટકા ભારતીયો ઓનલાઈન સિકયુરીટી બાબતે ગંભીર બની ગયા છે. એકબીજા સો કનેકટેડ ડિવાઈસ તેમજ આઈડેન્ટીટી અને પ્રાયવસી બાબતે ભારતીયોમાં સુરક્ષાની ચિંતા ૪૫ ટકા સુધી વધી ગઈ છે. થોડા સમયમાં ૫૦ ટકા ભારતીય ગ્રાહકોએ આઈડેન્ટીટી ેફટ સામે સુરક્ષા મેળવવા કરાર કર્યા છે.

ડીજીટલાઈઝેશનના સમયમાં સોશીયલ મીડિયા તેમજ સરકારના વિશ્ર્વસનીય આધારકાર્ડમાંથી પણ ડેટા લીક થતા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ ભારતીય પ્રજા સફાળી જાગી ગઈ છે. અત્યાર સુધી ઓનલાઈન સુરક્ષાને ગંભીરતાથી ન લેનારા ભારતીયોમાં સિકયોરીટીને લઈ નાણા ખર્ચવા તૈયારી પણ બતાવવામાં આવી રહી છે. મેક કાફે સહિતની સુરક્ષા સોફટવેર બનાવનારી કંપનીઓનો વ્યાપ વધી ગયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.