Abtak Media Google News

પોલીસ સ્ટેશન કે જુગારનો અડ્ડો!!!

ચાર-પોલીસ કર્મી સસ્પેન્ડ અને ત્રણની બદલી

ખંભાળિયા પોલીશ સ્ટેશનના સ્ટાફના સાત કર્મચારી ચાલુ ફરજ દરમ્યાન ગંજીપાતાની મોજ માણતા  ‘ખુદ વાડ ચીભડા ગળે’ તેવો ઘાટ ઘડાયો છે. એસ.પી. દ્વારા સાતેય કર્મચારી પર કાનૂની પગલા ભરવામાં આવતા સન્નાટો છવાયો છે.

અહિંના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી સાત જેટલા પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન બે ખોફ, ગંજી પતાની રમત રમતા હતા જે અંગેનો વિડિયો વાયરસ થયો હતો જેથી એસ.પી. સુનિલ જોશી દ્વારા એલ.સી.બી.ને તપાસ સોંપવામાં આવી હતી. દરમ્યાન આ હિકકત સાચી પુરવાર થના શક્તિસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજાને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આસપાસભાઇ મોવર, સામનભાઇ ગઢવી અને જીતુભાઇ ગઢવીની બદલવામાં આવ્યા છે.આ મુજબના સમગ્ર બનાવથી જ વાડ ચિભડા ગળે એવો ઘાટ ઘડાયો છે. અન્ય જુગારીઓને ત્યાં રેડ કરી જુગાર જેવી બદી નાબુદ કરાવવા પોલીસ જે કામગરી કરી રહી છે. ત્યાં જ ખુદ પોલીસ કર્મચારી, નોકરીના સ્થળ ઉપર જ બિન દારત પતા રમતા હોવાના બનાવે ખંભાળિયા પોલીસને ક્ષોભજનક સ્થિીતમાં મુકેલ છે. એસ.પી. સુનિલ જોષીના ધ્યાનમાં આ બનાવ આવ્યો ન હોય તો આ લીલા રાબેતા મુજબ જ ચાલુ રહી શકતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.