Abtak Media Google News

મનપા દ્વારા રૈયાધારમાં બની રહેલા આવાસોનો નંબર ફાળવણી ડ્રો યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે હેઠળ બની રહેલા ૩૩૬ આવાસોનો નંબર ફાળવણી ડ્રો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારુબેન ચૌધરી, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, હાઉસીંગ કમિટીના ચેરમેન કિરણબેન સોરઠીયા તથા બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા તેમજ આવાસના લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે સૌ પ્રથમ ટુંક સમયમાં જેને આવાસો મળનાર છે અને આજે જેનો નંબર ફાળવણી ડ્રો છે તેવા તમામ લાભાર્થીઓને શુભેચ્છા. વિશેષમાં જણાવેલ કે, સંવેદનશીલ સરકાર કોને કહેવાય. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર લોકોને જે પ્રશ્ર્નની પીડા થાય તેનું નિરાકરણ લાવે અને લોકોને રેશનકાર્ડ કે સરકારની જુદી જુદી યોજના માટે કચેરીઓમાં ધકકા ન ખાવા પડે તે માટે પોતાના વિસ્તારમાં જ બે-બે વખત સેવા સેતુ યોજયા. ગરીબોને આવાસ મળે તેવા આયોજનો યુએલસી હેઠળ રહેતા લોકોને માલિક બનાવેલ છે. તેમજ આજનો યુવાન દા‚ કે હુકકાબારના રવાડે ન ચડે તે માટે કાયદો કડક બનાવ્યો.આમ, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક કાર્યો કરેલ છે. તેને સંવેદનશીલ સરકાર કહેવાય. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર આપી ગરીબ અને છેવાડાનો માનવી સક્ષમ બને અને સારી રીતે જીવી શકે તે દિશામાં ભારત સરકાર આગળ વધી રહી છે. ૨૦૨૨ સુધીમાં તમામને ઘરનું ઘર હોય તે રીતે ભારત સરકાર સંકલપબદ્ધ છે. આવાસના લાભાર્થીઓને જણાવ્યું છે કે, તમારા બાળકોને નવું મકાન ગમશે અને રહેવું ગમશે જેથી લાભાર્થીઓ આ નવું મકાન વહેંચશો નહીં તેમ જણાવ્યું હતું.આ તકે કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ નગરપાલિકા દ્વારા આજથી ૩ થી ૪ વર્ષ પહેલા મચ્છોનગર અને મોરબી રોડ પર જે આવાસોનું ડિમોલીશન કર્યું હતું પરંતુ સરકારની એક ભાવના છે કે તમામ લોકો ઘરવિહોણા ન બને અને તે માટે સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે કામ કરી રહ્યા છે તેમાંના ૩૩૬ આવાસો જેમાં ૧ બીએચકેનો ડ્રો રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ આવાસો ગુજરાત સરકારના માધ્યમથી આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.